એકવખત શ્રીજીમહારાજ ગઢપુરમાં વાસુદેવનારાયણના ઓરડામાં બિરાજતા હતા. એક ભાવિક ભક્ત મલયાગિરિ ચંદનનો કટોરો ભરીને મહારાજની પૂજા કરવા આવ્યા.
Gujarati
ગઢપુરમાં નિત્યાનંદ સ્વામીની ચંદન-પૂજા અને શ્રીહરિ દ્વારા સાધુના માનનું ખંડન
એકવખત શ્રીજીમહારાજ ગઢપુરમાં વાસુદેવનારાયણના ઓરડામાં બિરાજતા હતા. એક ભાવિક ભક્ત મલયાગિરિ ચંદનનો કટોરો ભરીને શ્રીહરિની પૂજા કરવા આવ્યા. તેમણે ભાવપૂર્વક મહારાજના ભાલમાં, છાતીએ અને ચરણારવિંદમાં સુગંધી ચંદન ચર્ચ્યું. પૂજા-અર્ચન કરી પ્રણામ કર્યા એટલે શ્રીહરિએ આજ્ઞા કરી: “અમારી પૂજા પછી હવે સૌપ્રથમ સદગુરુ નિત્યાનંદ સ્વામીને ચંદન ચર્ચો, અને ત્યારબાદ જ અન્ય સંતોને ચંદન અર્પણ કરજો.”
આ સાંભળી સભામાં બેઠેલા એક વયોવૃદ્ધ સંતના મનમાં માનદોષ અને ઈર્ષ્યા જાગી: “નિત્યાનંદ સ્વામી તો હમણાં આવ્યા છે; હું તો તેમના કરતાં ઘણો જૂનો સાધુ છું! તો પછી નિત્યાનંદ સ્વામીની પૂજા પહેલાં કેમ?” આ અહંકારના આવેગમાં જ્યારે ચંદન ચર્ચવાનો તેમનો વારો આવ્યો, ત્યારે તેમણે મોં ફેરવી લીધું અને પોતાનું પૂજન થવા દીધું નહીં!
અંતર્યામી શ્રીહરિ આ સમગ્ર ઘટના જાણી ગયા. બપોર પછી શ્રીહરિએ ઘેલા નદીમાં સ્નાન કરવા જવાની જાહેરાત કરી અને સર્વે સંતો-હરિભક્તોને સાથે લીધા. ઘેલા નદીના તટે સ્નાન કર્યા પછી શ્રીહરિએ પોતાના અંગ પરથી કીમતી સોનેરી કસબી વસ્ત્રો, કલગી, છોગું અને ઘરેણાં ઉતાર્યા અને નિત્યાનંદ સ્વામીને પહેરાવવા માંડ્યા! નિત્યાનંદ સ્વામી સંકોચાઈને બોલ્યા: “હે મહારાજ! અમે તો ત્યાગી સાધુ છીએ; અમને આવાં રાજવી સોનેરી વસ્ત્રો અને ઘરેણાં કઈ રીતે શોભે?” શ્રીજીમહારાજે સ્મિત કરતાં કહ્યું: “સ્વામી! અમે આજ્ઞા કરીએ છીએ, માટે પહેરી લો!” સ્વામીએ આજ્ઞા માથે ચડાવી વસ્ત્રો ધારણ કર્યાં.
સ્નાન પૂરું કરી સૌ દરબારગઢ તરફ વળ્યા. આગળ કીર્તનીયા સંતો અને હરિભક્તો ધૂન ગાતા ચાલતા હતા, પાછળ પાર્ષદો હતા. શ્રીજીમહારાજે એક ઉત્તમ ઘોડો મંગાવી નિત્યાનંદ સ્વામીને તેના પર સવાર કર્યા, અને પોતાના રોજ્હા ઘોડાને નિત્યાનંદ સ્વામીના ઘોડાની બરાબર પાછળ ચલાવ્યો! એટલે કે સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ ભગવાન નિત્યાનંદ સ્વામીની પાછળ પાછળ ચાલ્યા!
દરબારગઢમાં આવી લીમડાના વૃક્ષ નીચે ભવ્ય સભા ભરાઈ. શ્રીહરિએ પોતાના ઢોલિયાની બરાબર બાજુમાં એક મોટી પાટ પર રેશમી ગાદલું નખાવી નિત્યાનંદ સ્વામીને તેના પર આદરપૂર્વક બેસાડ્યા. ત્યારબાદ શ્રીહરિએ સભામાં માન-ખંડનનો ગહન ઉપદેશ શરૂ કર્યો: “માન (અહંકાર) એ આધ્યાત્મિક માર્ગનો સૌથી મોટો શત્રુ છે! માનના દોષને લીધે બ્રહ્મા અને રુદ્ર જેવા મોટા મોટા દેવતાઓ અને ઋષિમુનિઓ પણ પતન પામ્યા છે! સત્સંગમાં ક્યારેય કોઈ સાધુ-સંતની સ્પર્ધા કે ઈર્ષ્યા ન કરવી. નિત્યાનંદ સ્વામી તો સર્વ શાસ્ત્રોના પ્રકાંડ જ્ઞાતા અને સંપ્રદાયના દિગ્વિજયી પંડિત છે; તેઓ તો અમારા જમણા હાથ સમાન છે!” આમ કહી મહારાજે નિત્યાનંદ સ્વામીના મહિમાનાં મુક્તકંઠે વખાણ કર્યાં.
મહારાજનાં આ વચનો સાંભળતાં જ પેલા વરિષ્ઠ સંતના અંતરમાં પશ્ચાત્તાપની જવાળાઓ ભભૂકી ઊઠી! તેમનો માનદોષ ક્ષણવારમાં ઓગળી ગયો. તેઓ સભા વચ્ચેથી ઊભા થયા અને દોડીને સૌપ્રથમ નિત્યાનંદ સ્વામીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ કરી ક્ષમા માંગી, અને પછી શ્રીજીમહારાજના ચરણોમાં પડી ચોધાર આંસુએ રડવા લાગ્યા: “હે ગર્વગંજન પ્રભુ! આપ તો અંતર્યામી છો; મારો માનદોષ ટાળવા માટે જ આપે આજે આ આખી લીલા રચી છે! હું અજ્ઞાની હતો કે મારા ખોટા અહંકારમાં આવા મહાન સંતનો દ્રોહ કરી બેઠો. મને ક્ષમા કરો પ્રભુ!”
શ્રીજીમહારાજે અત્યંત રાજી થઈ તે સંતને પોતાના હાથે ઊભા કર્યા, આલિંગન આપ્યું અને તેમના અંતરમાંથી માનનો કચરો સદાને માટે દૂર કર્યો.
- શ્રીહરિદિગ્વિજયમાંથી… 🙇🏻♂️🙏
Hindi
गढ़पुर में नित्यानंद स्वामी की चंदन-पूजा और श्रीहरि द्वारा साधु के मान का मर्दन
एक समय श्रीजी महाराज गढ़पुर में वासुदेव नारायण के कक्ष में विराजमान थे। एक श्रद्धालु भक्त मलयगिरि चंदन का कटोरा भरकर श्रीहरि की पूजा करने उपस्थित हुए। उन्होंने अत्यंत भाव से प्रभु के ललाट, वक्षस्थल तथा चरणारविंद पर सुगंधित चंदन का लेप किया। पूजा-अर्चना के उपरांत श्रीहरि ने निर्देश दिया: “हमारी पूजा के पश्चात अब सर्वप्रथम सद्गुरु नित्यानंद स्वामी को चंदन का तिलक कीजिए, तत्पश्चात ही अन्य संतों को चंदन अर्पित करना।”
यह सुनकर सभा में उपस्थित एक वरिष्ठ साधु के मन में ईर्ष्या और मान (अहंकार) का भाव जाग उठा: “नित्यानंद स्वामी तो अभी हाल ही में दीक्षित हुए हैं; मैं तो उनसे बहुत पुराना साधु हूँ! फिर नित्यानंद स्वामी की पूजा पहले क्यों?” अहंकार के इस आवेश में जब चंदन लगाने की उनकी बारी आई, तो उन्होंने अपना मुँह फेर लिया और स्वयं को चंदन नहीं लगाने दिया!
अंतर्यामी श्रीहरि ने तत्काल उनके इस गुप्त विकार को जान लिया। दोपहर के पश्चात श्रीहरि ने घेला नदी में स्नान करने का निश्चय किया और सभी संतों को साथ लेकर चले। स्नान के उपरांत श्रीहरि ने अपने शरीर से जरीदार बहुमूल्य वस्त्र, कलगी और आभूषण उतारे और नित्यानंद स्वामी को पहनाने लगे! नित्यानंद स्वामी संकोच से बोले: “हे महाराज! हम त्यागी साधु हैं; हमें ऐसे राजसी वस्त्र और स्वर्ण आभूषण कैसे शोभा दे सकते हैं?” श्रीजी महाराज ने मुस्कुराकर कहा: “स्वामी! हमारी आज्ञा है, अतः इसे धारण कीजिए!” स्वामी ने आज्ञा मानकर राजसी वस्त्र पहन लिए।
तत्पश्चात सभी दरबारगढ़ की ओर लौटे। आगे-आगे कीर्तनकार संत-भक्त धुन गाते चल रहे थे। श्रीहरि ने एक उत्तम अश्व मँगाकर नित्यानंद स्वामी को उस पर आरूढ़ किया, और अपने रोज़ा घोड़े को नित्यानंद स्वामी के घोड़े के ठीक पीछे चलाया! अर्थात साक्षात् पूर्ण पुरुषोत्तम परमात्मा नित्यानंद स्वामी के अनुगामी बनकर चले!
दरबारगढ़ में नीम के वृक्ष के नीचे विशाल सभा बैठी। श्रीहरि ने अपने पलंग के ठीक समीप एक ऊँची चौकी पर गद्दा बिछवाकर नित्यानंद स्वामी को उस पर आदरपूर्वक बैठाया। तत्पश्चात श्रीहरि ने अहंकार-निवारण (मान-खंडन) पर अत्यंत प्रभावशाली प्रवचन प्रारंभ किया: “अहंकार आध्यात्मिक मार्ग का सबसे भयानक विष है! इसी मान के कारण ब्रह्मा और रुद्र जैसे बड़े-बड़े देवता तथा प्राचीन महर्षि भी विचलित हो गए! सत्संग में कभी किसी संत से स्पर्धा अथवा ईर्ष्या नहीं करनी चाहिए। नित्यानंद स्वामी तो समस्त शास्त्रों के अद्वितीय मर्मज्ञ और हमारे दाहिने हाथ के समान हैं!” ऐसा कहकर प्रभु ने नित्यानंद स्वामी की भूरि-भूरि प्रशंसा की।
प्रभु के इन वचनों को सुनते ही उस वरिष्ठ साधु का अहंकार पलभर में चूर-चूर हो गया! पश्चाताप की अग्नि में जलते हुए वे सभा के मध्य से उठे और दौड़कर सर्वप्रथम नित्यानंद स्वामी के चरणों में गिरकर क्षमा याचना की, फिर श्रीजी महाराज के श्रीचरणों में गिरकर फूट-फूटकर रोने लगे: “हे गर्वहारी प्रभु! आप तो घट-घट के ज्ञाता हैं; मेरे अंतःकरण से अहंकार का मैल धोने के लिए ही आपने आज यह अद्भुत लीला रची है! मैं मूर्ख था जो अपने तुच्छ मान के कारण इतने महान संत से ईर्ष्या कर बैठा। मुझे क्षमा कीजिए!”
श्रीहरि ने अत्यंत प्रसन्न होकर उस साधु को अपने करकमलों से उठाया, आलिंगन में बाँध लिया और उनके हृदय को सदा के लिए निर्मल बना दिया।
- श्रीहरिदिग्विजय से… 🙇🏻♂️🙏
English
Sandalwood Worship in Gadhpur: Shrihari Exalting Nityanand Swami and Eradicating Spiritual Pride
Once, Shreeji Maharaj was seated in the Vasudev Narayan chamber in Gadhpur. A devout disciple arrived carrying a bowl of fragrant Malaya sandalwood paste to perform the sacred worship of Maharaj. Devoutly anointing Maharaj’s forehead, chest, and lotus feet with the cooling paste, the disciple concluded his worship. Shreehari then instructed: “Now, anoint Sadguru Nityanand Swami first, and only then proceed to anoint the rest of the assembly of sants.”
Hearing this instruction, a senior ascetic seated in the assembly felt a surge of wounded pride and jealousy: “Nityanand Swami is relatively new to the order, whereas I am a veteran monk senior to him! Why should he receive the sandalwood paste before me?” Driven by this egotistical impulse, when his turn came, he turned his face away in petulant disdain, refusing to allow himself to be anointed!
Being omniscient, Shreehari immediately perceived the ascetic’s inner malice. In the afternoon, Maharaj announced that the entire assembly would proceed to the Ghela River for a holy bath. After bathing, Shreehari removed His own opulent gold-embroidered brocades, jewelled plume (kalgi), and ornaments, insisting that Nityanand Swami put them on! Nityanand Swami demurred with humble hesitation: “O Maharaj! We are detached ascetics; how can such royal garments and jewels ever befit a humble monk?” Shreeji Maharaj smiled: “Swami, it is Our express command; please wear them!” Submitting to the Lord’s will, Swami donned the royal attire.
As the procession returned toward the Darbar, kirtan-singing sants walked in front. Shreehari had a fine steed brought forth, mounted Nityanand Swami upon it, and rode His own famous horse, Rozho, directly behind Nityanand Swami! The Supreme Lord of all cosmoses rode humbly in the rear, elevating His disciple to the forefront of the royal parade!
In the courtyard under the neem tree, a grand assembly convened. Right beside His own cot, Shreehari had an elevated seat prepared with silk mattresses, seating Nityanand Swami upon it with royal honor. Maharaj then delivered a soul-stirring discourse on the absolute destruction of pride (maan-khandan): “Ego is the deadliest poison along the spiritual path! Driven by subtle pride, even exalted deities like Brahma and Rudra, along with ancient sages, suffered spiritual fall! Within the Satsang fellowship, one must never harbor jealousy or rivalry toward fellow saints. Nityanand Swami is a peerless scholar of all Vedic scriptures and stands as Our very right hand!”
Hearing Maharaj’s penetrating words, the senior ascetic’s pride completely dissolved into profound remorse. Stricken with conscience, he rose in the midst of the assembly, rushed forward, and prostrated himself at Nityanand Swami’s feet, begging for forgiveness. He then threw himself at Shreeji Maharaj’s lotus feet, weeping bitterly: “O Lord, Destroyer of all pride! Thou art the omniscient Knower of hearts; Thou didst orchestrate this entire divine play solely to purge the filthy pride festering within my mind! Blinded by my seniority, I harbored malice against this pure saint. Forgive my wretched foolishness, O Lord!”
Overjoyed by his sincere repentance, Shreeji Maharaj lifted the saint with His own hands, embraced him lovingly, and permanently purged all pride from his soul.
- From Shri Haridigvijaya… 🙇🏻♂️🙏