થાણાગાલોળ મા જસાભકત કરીને એક સારા હરિભક્ત રહેતા હતા. જસાભકત ને ત્યાં આવતા જતા સંતોને વિચરણ મા કાયમનો ઉતારો હતો.

Gujarati

થાણાગાલોળના માવા ભગત અને સત્સંગ નિશ્ચય

થાણાગાલોળ મા જસાભકત કરીને એક સારા હરિભક્ત રહેતા હતા. જસાભકત ને ત્યાં આવતા જતા સંતોને વિચરણ મા કાયમનો ઉતારો હતો. એકવખત સદગુરુ મુકતાનંદ સ્વામી થાણાગાલોળ પોતાના મંડળ સાથે પધાર્યા. સ્વામી, સંતો ને જસાભગત હારે બપોર પછે નદીએ નાવા જાતા હતા, એ સમયે એક મુમુક્ષુ ભક્ત પીપળાના વૃક્ષને રામ રામ એમ અહર્નિશ ભજન કરતા કરતા પ્રદક્ષિણા કરતા હતા. સદગુરુ મુકતાનંદ સ્વામી તો એમને જોઇને ઉભા રહી ગયા ને જસાભગત ને પુછયુ કે આ કોઇ મુમુક્ષુ લાગે છે, કોણ છે આ ભગત? ત્યારે જસાભગત કહે સ્વામી, એ તો અમારા ગામના માવા ભગત છે, બહુ ભલા ને ભગવાનના અનન્ય ભગત છે. મુકતાનંદ સ્વામી કહે એમને બોલાવો એટલે જસાભગતે સાદ કરીને બોલાવ્યા. માવાભગતે આવીને સંતોને હાથ જોડીને નારાયણ કર્યા. સ્વામી એ ત્યાં નજીકમાં ઝાડ નીચે એમને ભગવાનનો મહીમાં કહ્યો ને વાતો કરી. ભગત તો જાણે મુકતાનંદ સ્વામીના અમૃતવચનોને ગૃહણ કરતા કરતા પૃભુમય થઇ ગયા. સ્વામીએ એમને પુછયુ કે માવાભગત અમે નદીએ નાવા જાઇએ છઇ, તમે આવશો? માવાભગત સાથે ચાલ્યા. સંતો કેડામાં ચાલતા ચાલતા સ્વામિનારાયણ.. સ્વામિનારાયણ… એમ ધૂન્ય કરતા જાતા હતા. માવાભગત પણ રામ-નામમાં એટલા તદાત્મકપણે જોડાય ગયેલ હતા કે રામ… રામ…, સ્વામિ…રામ… સ્વામિ… રામ.. નારાયણ એમ ભેગા ભેગા બોલતા જાતા હતા. સંતોએ નદી પહોંચી સ્નાન વગેરે કરીને નદીના રેતીના પટમાં ભગવાનના મહીમાંની વાતો કરી. સદગુરુ મુકતાનંદ સ્વામીએ માવાભગતને અવતારોના અવતારી એવા પૃગટ શ્રીજી મહારાજની વાતો કરી, માવાભગતને ભાવ થયો એટલે એ સત્સંગી થયા. માવાભગત સ્વામીને કહે કે મને આ પૃગટ ભગવાનના દર્શન કરાવો. સ્વામી થાણાગાલોળથી બે ચાર દી કેડે જુનાગઢ જવા નીકળ્યા ત્યારે સાથે માવાભગતને શ્રીહરિના દર્શન કરાવવા સાથે લઇ ગયા. ત્યાં એવા સમાચાર મળ્યા કે શ્રીજીમહારાજ તો મેઘપુર મા બીરાજે છે, એટલે સ્વામી મેઘપુર આવ્યા. એજ સમયે ત્યાં ભાટ લોકો સાથે ધિંગાણું થતા શ્રીહરિના પાર્ષદ મુળજી ભગત ધામમાં ગયા હતા. સ્વામી આ નવા મુમુક્ષુને સાથે લાવેલા જોઇને કાઠીદરબારો તુરતંજ શ્રીજીમહારાજને બોલયાકે હે મહારાજ..! ભણું અમણે તો આ જોઇને વાંધો નથી પણ આ હંધુય જોઇને આ કણબાંનુ ભૂંડું થાહે..! એને મહારાજ તમારા ભગવાનપણાનો નિશ્ચય રેહે નય..! ત્યારે મહારાજ એ પુરવજનમ ના મુમુક્ષુ માવાભગત ને જોઇને બોલ્યા કે એ જેવા તેવા સત્સંગી નથી, એ તો પાકા દ્રઢ નિશ્ચયવાળા છે ને મુકતાનંદ સ્વામીના કરેલા સત્સંગી છે એટલે એમને કોઇકાળે સંશય થાય એમ નથી. માવાભગત શ્રીજીમહારાજના દર્શન કરીને થોડુ રોકાયા ને પછે પોતાને ગામ થાણા ગાલોળ ગયા પણ એમને કોઇ જ સંશય થયો નહી. આ જોઇને સહુ કાઠીદરબારો પણ આશ્ચર્ય પામ્યા.

  • આદર્શ ભકતગાથામાંથી….

🙇🏻‍♂️🙏