શ્રીહરિ એકદિવસ કારીયાણીમાં વસ્તાખાચરના દરબારમા સભા ભરીને બેઠા હતા. સૌ નંદસંતો ને મોટા-મોટા ભક્તો સભામા શ્રીહરિ સન્મુખ બેઠા હતા.

Gujarati

વિક્રમશી ખાચરનો પૂર્વજન્મ અને શ્રીજી મહારાજ

શ્રીહરિ એકદિવસ કારીયાણીમાં વસ્તાખાચરના દરબારમા સભા ભરીને બેઠા હતા. સૌ નંદસંતો ને મોટા-મોટા ભક્તો સભામા શ્રીહરિ સન્મુખ બેઠા હતા. શ્રીહરિ સભામાં વાત કરતા બોલ્યા કે ચોર્યાસી લાખ જન્મયોનિમા જીવ ભટકતો ભટકતો આવે છે. જનમોજનમના સંસ્કારો જીવ સાથે કારણ શરીર સ્વરુપે જોડાયેલ રહે છે. આ જન્મે જ જો પુરવ જન્મના મા-બાંપ સામે અહી સામે આવીને માંગીને ખાતા હોય તો પણ આપણ ને દયા પણ ન આવે. કારણ કે જીવને એ સ્મૃતિ નથી એટલે એવી કોઇ મમતા નથી. સભામાં વિકૃમશી ખાચર બેઠા હતા, એમને મનમાં સંશય થયો તે પુછયુ કે હે પૃભુ..! મારો આગલો જન્મ કયા હતો ? શ્રીહરિ કહે કે તમે આગલા જન્મ મા ખંભાતમા હિરા સુતારના ઘરે જનમ્યા હતા. તમારું નામ નારણ હતું ને તમારા પુરવ જન્મના માતુશ્રી પૂંજીબાં હજુ ત્યાં જીવે છે. તે તમારી પાછળ રડી રડીને અર્ધી થઇ ગઇ છે. તમારા પુરવજનમ ના બાપ હિરા સુતાર પણ મરી ગયા છે એટલે પૂંજીબાં એકલા અટૂલા જીવે છે. રહેવાની હવેલી હતી એ વાણિયાને ત્યાં ઘરાણે મુકી છે ને એણે એક છાપરું કરી દીધુ છે એમા એ એકલા રહે છે.

વિકૃમશી ખાચર કહે કે હે મહારાજ..! એ પૃતિતી કેમ આવે? કાંક નીશાની આપો તો મનાય…! શ્રીહરિ કહે એમા શુ? એમની હવેલીના ત્રીજા પાટડામા ડગળી મારેલી છે એમા રુપીયા પાંચસો રોકડા સંતાડેલા છે. તે દિવો લઇને જોશો તો જડશે.

વિકૃમશી તો મારતે ઘોડે ખંભાત ગયાને વાણિયાના ઘરે જઇને કહ્યું કે તમારા ઘરમા નીશાની જોવી છે, એમ કહીને રજા લીધી. વાણીયો રાજી થતા દરબાર પોતે દિવો લઇને ગયા ને ત્યાં ત્રીજા પાટડામાં ડગળી ઉઘાડી તો ત્યાથી રુપીયા પાંચસો રોકડા જડ્યા.

દરબારે પોતે જ આ મકાન કોનું હતું ? તેને કોઇ દીકરો હતો કે? એનું શુ નામ હતું? હાલ એ ડોશીમાં કયા રહે છે? વગેરે પૃશ્નો પુછીને ખાતરી કરી, દરેક સવાલના જવાબ શબ્દશ: શ્રીહરિએ કહ્યા મુજબ થયા. વિકૃમશી પછે એ પાંચસો રુપીયા લઇને એ પૂંજીબા પાસે આવ્યા ને એમને હાથોહાથ આપ્યા ને એની સેવા કરવા સારુ એક સેવક મુકયો. પાંચસો રુપીયા હતાએ વાણિયાની દુકાને વ્યાજે મુકીને ડોશીમાંને સાચવવાની વ્યવસ્થા કરાવી ને બધીય ભલામણ કરાવી.

વિક્રમશી ત્યાથી કારીયાણીપરત આવ્યા ને શ્રીહરિને દંડવત પૃણામ કરીને સઘળી હકિકત શબ્દશ: સાચી હોવાની સભામા સૌના સમક્ષ વાત કરી.

  • સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી…

🙇🏻‍♂️🙏