એકવખત અયોધ્યામાં સરયુ નદીમાં બહુ પૂર આવ્યું. ઘણાય કાંઠાના ગામડાઓમા પૂરના પાણી ઘરવા મંડયા. તે વખતના અયોધ્યાના રાજા દર્શનસીંહને જાણ થઇ તે પોતે ત્યાં લોકોની સારસંભાળ લેવરાવવા દોડી આવ્યા.

Gujarati

ભક્તિમાતા અને અયોધ્યાનું પૂર

એકવખત અયોધ્યામાં સરયુ નદીમાં બહુ પૂર આવ્યું. ઘણાય કાંઠાના ગામડાઓમા પૂરના પાણી ઘરવા મંડયા. તે વખતના અયોધ્યાના રાજા દર્શનસીંહને જાણ થઇ તે પોતે ત્યાં લોકોની સારસંભાળ લેવરાવવા દોડી આવ્યા. કોઇ કહે કે હવે જો ઉપરવાસથી નદીમાં પૂરનુ પાણી વધશે તો અયોધ્યા ડૂબી જાહે. પોતે બૃાહમણો બોલાવીને પોતાના રાણી સાથે શ્રીફળ ને ચૂંદડીથી નદીને વધાવી ને પુજા પણ કરી. ટંક બે ટંક વીત્યા નદીના પાણી ઓસરતા ન હતા. સૌ કોઇ ઉપાય શોધવા મંડયા એ સમયે એક વડીલ બોલ્યા કે જો કોઇ પતિવ્રતા નારી નદીને વધાવે તો નદીના પાણી ઓસરી જાય.

રાજાએ અયોધ્યા નગરમા આદેશ કરાવયો રાજમાંથી જે કોઇ પતિવ્રતા નારી હોય એની તપાસ કરોને એમને રાજ તરફથી આજીજી કરો કે આવીને નદીને વધાવે. પતિવ્રતા નારીની વાત ઘરોઘર પહોંચી. સુવાસીનીભાભીને આ વાત્યની જાણ થતા એમણે ભકિતમાતાને વાત કરી. ભકિતમાતા તો તુરંત જ હોંશે હોંશે પૂજાનો થાળ તૈયાર કરીને નાનકડા બાળ ઘનશ્યામને કાંખમા બેહારીને સૌ સાથે સરયુ વધાવવા આવ્યા. પોતે આવીને સરયુ નદીને પૃણામ કરીને શ્રીફળ પુષ્પ ને કુંમકુંમથી નદીને વધાવીને પૃારથના કરી કે હે સરયુમાત્..! મારુ પતિવ્રતાપણું જો સાચું હોય તો તમારું જળ ઓછું થાય ને સૌને સુખરુપ થાય એમ વહો..! આમ કહીને પૃારથના કરીને શ્રીફળ નદીના વહેણ માં પધરાવ્યું.

થોડીવારમા તો નદીનું વહેણ ઓસરવા મંડયુ. ઘડી-બે ઘડીમાં તો બધુ શાંત થઇ ગયું.

રાજમાં આ વાત તો જાણે તરતજ ફેલાઈ ગઇ. રાજા દર્શનસીહને ખબર પડતા જ તેઓ ખુબ રાજી થયા ને રાજમાં પિતા ધર્મદેવને તેડાવીને સન્માન કરીને ભેટ સોગાદો આપીને રાજી કર્યા.

  • શ્રી ઘનશ્યામલીલામૃત સાગરમાંથી…

🙇🏻‍♂️🙏