સુરતના હરિભક્તોએ પૃેમ કરીને શ્રીહરિ સારુ નવા વાઘા બનાવી ને જેરામ બૃહમચારી હારે સુરતથી મોકલાવ્યા. જેરામ બૃહમચારી સુરતથી ચાલતા ગઢપુર જાવા નીકળ્યા.
Gujarati
રોજકાના મસરું ગોળ અને જેરામ બ્રહ્મચારીની રક્ષા
સુરતના હરિભક્તોએ પૃેમ કરીને શ્રીહરિ સારુ નવા વાઘા બનાવી ને જેરામ બૃહમચારી હારે સુરતથી મોકલાવ્યા. જેરામ બૃહમચારી સુરતથી ચાલતા ગઢપુર જાવા નીકળ્યા. રસ્તા મા ચાલતા ભાલપૃદેશમાં ગાંફ ગામ પાસે બે ચોરોએ તેમને ભાળ્યા એટલે એમની પાછળ પાછળ ચાલ્યા. બંને ચોરો જેરામ બૃહમચારીને વાટે લૂંટવા સારુ પાછળ ચાલતા ચાલતા રોજકા ગામ ના સીમાડા સુધી આવ્યા. જેરામ બૃહમચારી સમયનો તાગ પામી ગયા તે શ્રીહરિને સંભારતા સંભારતા વાટે ઉતાવળા હાલ્યા. કેડાના કાંઠે રાજપૂત મસરું ગોળ પોતાના ખેતરમાં સાંતી હાંકતા હતા તે બૃહ્મચારીજી એમના પાસે ગયાને વાત કરી કે મારી પાસે ઝોળીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સારુ કિમતી પોશાક છે ને આ બેઉ મને લૂંટવાના ઇરાદા મારા વાહે વાહે પગેરું કરે છે. તમે મદદ કરો તો સારુ. મસરું રાજપૂતે તો તુરંત જ પોતાના સાંતીએ ઝૂતેલા બળદને રોક્યા ને પોતાની તલવાર કાઢીને બેઉ ચોરને પડકાર્યા. બેઉ ચોરને તાડૂકીને બોલ્યા કે જો તમારો બેઉનો કાય લૂંટફાટ નો ઇરાદો હોય તો ભાગી જાજો નહીતર આ તલવાર નો ઘા પડશે તો જીવતર ઘટી પડશે. આ તલવાર નો એક ઘા પડશે તો કટકા થય જાહે. બેઉ ચોર તો રાજપૂતનો શુરવિરતા ભર્યો પડકાર સાંભળતા જ ભાગી ગયા.
મસરું રાજપુતે પોતાનું સાંતી છોડીને બળદ ગાડામાં બેહારીને જેરામ બૃહ્મચારીને પોતાના ઘરે લઇ ગયા. બૃહ્મચારીજીને પોતાના ઘરના માણહ પાહે કાચું સીધું અપાવીને રસોઇ કરાવી ને ભાવે જમાડ્યા. બીજે દિવસે પોતાનું ગાડું જોડીને ભીમનાથ સુધી મુકી આવ્યા.
ત્યાં થી બૃહમચારી ચાલતા ચાલતા ગઢપુર શ્રીહરિ પાસે આવ્યા ને દર્શન કરીને રસ્તામા બનેલ ઘટનાની વિગતે વાત્ય કરી.
સમય જતા એકવખત ભાલના સંઘમાં એ રાજપુત યુવાન મસરું ગોળ ગઢપુર શ્રીહરિના દર્શને આવ્યા. સંઘમા સૌ વારાફરતી દર્શન કરતા હતા ને જ્યારે મસરું ગોળ શ્રીહરિને ચરણે પગે લાગ્યા ત્યારે શ્રીહરિ ઢોલીયેથી ઉભા થઇ ગયા ને ભેટી પડ્યા ને બોલ્યા કે તમે અમારા ભક્ત એવા જેરામ બ્રહ્મચારીનો પક્ષ રાખ્યો ને એમની ખરા ટાણે રક્ષા કરીને રોક્યા ને પૃેમે જમાડ્યા ને રસ્તે મુકવા આવ્યા તો અમે પણ તમારું મુકતાનંદ સ્વામી જેવુ જ કલ્યાણ કરીશુ.
- દ્વીશતાબ્દી ગૃંથમાળામાંથી…
🙇🏻♂️🙏