ગોહીલવાડના પાલીતાણામાં સત્સંગ વિચરણ કરતા કરતા સંતોનું મંડળ આવ્યું. સંતો રોજ સવારે ને રોંઢે શેત્રુજી નિદીએ ધોબીનો આરો છે ત્યાં નહાવા જતા.
Gujarati
પાલીતાણાના ત્રીકમજી રાજગર અને સત્સંગ પક્ષ
ગોહીલવાડના પાલીતાણામાં સત્સંગ વિચરણ કરતા કરતા સંતોનું મંડળ આવ્યું. સંતો રોજ સવારે ને રોંઢે શેત્રુજી નિદીએ ધોબીનો આરો છે ત્યાં નહાવા જતા. ત્યાં દ્વેષી ધોબીઓ ને ધોબીની બાઇઓને આ રુચતુ ન હતું તે રોજ સંતો પાછળ દોડીને કેય મૂંડીયાવ..! લાવો સ્વામિનારાયણના લૂગડાવ ધોઇ દઉ. ધોબીને ધોબીની બાઇઓ સંતોને આમ હેરાન કરીને એકાંતરા ઉપવાસ પાડતી હતી.
એકદિવસ સંતોએ આ વાત હરિભક્ત ત્રીકમજી રાજગર ને કરી. ત્રીકમજી કહે સંતો, તમે ચિંતા ન કરશો, આજે બપોર કેડ્યે તમે નહાવા જાઓ ત્યારે મને કેજો, હુ એનો કાયમી નિકાલ લાવી દઇશ. પોતે સંતો સાથે નદીએ ગયા ને ઝાડી આડા સંતાઇ ને બેઠા. જેવા ધોબીઓ સંતોને હેરાન કરવા આવ્યા એટલે ત્રીકમજી પોતાનું પગરખું કાઢીને ધોબીઓને ધબધબાવવા મંડયા. બધાય ધોબીઓ ભેગા થઇને ગામધણી પૃતાપસીંહ પાસે ગયા ને ત્રીકમભગતે નદીના ઓવારે બધાય ને પગરખે ઝૂડ્યા હોવાની ફરિયાદ કરી. ગામધણીએ પસાયતાને મોકલીને ત્રીકમજી રાજગરને કચેરીએ બોલાવ્યાને પુછયુ કે તમે આ બધાયને શુ લેવા મારપીટ કરી? ત્યારે ત્રીકમજી કહે કે સ્વામિનારાયણ ના સાધુ નાવા નદીએ આવે ત્યારે આ બધાય ધોબીઓ એની બાયુને બોલાવી ને સાધુને એના વર્તમાન ભંગાવવા સારુ એમના વસ્ત્રોને અડીને ઉપવાસ કરાવે છે. ગામધણીએ ધોબીઓની તરફદારી કરતા કહ્યું કે આ ધોબીઓ તો ગાંડા ને મગજના ફરેલા છે, એ તો સાધુના લૂગડાં ફાડી નાંખશે. તયારે ત્રીકમભગત પોતાનું ખમીસ કાઢીને કહે કે હુય હાવ ગાંડો જ છવ. એમ કરીને પગરખું હાથમા લઇને ભરેલ કચેરીમાં સૌની સામેજ ઉભેલા ધોબીને ફટકાર્યું ને કહ્યું કે મેં એને આમ જ માર્યા તા… ને જો કોઇ ગામમાં સાધુને આવતા જાતા ચાળો કરશે કે કાય અપમાન કરશે તો એને હુ આમ જ મારીશ. ગામધણીને સદબુદ્ધી જાગી તે ધોબીને વઢ્યા ને કહ્યું કે તમારે આ ત્રીકમજીનો માર ખાવાની ત્રેવડ્ય હોય તો હવે સાધુને હેરાન કરજયો. એમ કહીને ત્રીકમ ભગતને કચેરીમાંથી રજા દીધી.
આમ, ત્રીકમજી ની ધોલાઇથી કાયમ માટે નદીના ઓવારે સાધુઓને હેરાનગતિ મટી ગઇ.
- સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી…
🙇🏻♂️🙏