કાલવાણીમાં સદગુરુ રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને ખાખરાના વનમાં પ્રત્યક્ષ દર્શન દઈ શ્રીજીમહારાજના પૂર્ણ ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય કરાવ્યો હતો.
Gujarati
માંગરોળમાં મુક્તાનંદ સ્વામીની નખ-સેવા અને આણંદજી સંઘેડિયાનો અડગ નિશ્ચય
જ્યારે શ્રીહરિએ સંપ્રદાયમાં સમાધિ આદિ અદ્ભુત ઐશ્વર્યો પ્રગટ કર્યાં ત્યારે મયારામ ભટ્ટને સંશય થતાં તેઓ સદગુરુ મુક્તાનંદ સ્વામીને ભુજથી કાલવાણી બોલાવી લાવ્યા હતા. કાલવાણીના ખાખરાના વનમાં સ્વયં ગુરુદેવ રામાનંદ સ્વામીએ દિવ્ય દર્શન આપી મુક્તાનંદ સ્વામીને સહજાનંદ સ્વામીના સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમપણાનો પરિપૂર્ણ નિશ્ચય કરાવ્યો હતો. આ નિશ્ચય થયા પછી મુક્તાનંદ સ્વામી વયમાં શ્રીહરિ કરતાં ત્રેવીસ વર્ષ મોટા હોવા છતાં પરમ દાસભાવ કેળવીને પ્રભુની અનુવૃત્તિમાં રહેવા લાગ્યા.
એક દિવસ શ્રીજીમહારાજ માંગરોળમાં બિરાજતા હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, “સ્વામી! આપ લોજ પધારો અને ત્યાં ચાલતા સદાવ્રત અને આશ્રમની વ્યવસ્થા તપાસી આવો.” સ્વામી શ્રીજીમહારાજને વિદાય પ્રણામ કરવા આવ્યા ત્યારે મહારાજે સ્નેહથી પૂછ્યું: “સ્વામી! તમને નખ લેતાં (કાપતાં) આવડે છે?” મુક્તાનંદ સ્વામીએ નમ્રતાથી ‘હા’ પાડી અને પોતાની ઝોળીમાંથી નખ કાપવાનું ઓજાર (નેરણી) કાઢ્યું. અગાઉ ગુરુ રામાનંદ સ્વામીના નખ પણ મુક્તાનંદ સ્વામી જ કાપતા હતા. સ્વામીએ અતિશય હેતપૂર્વક શ્રીહરિના ચરણકમળને પોતાના ખોળામાં લીધા અને કોટિગણા ભાવ સાથે એક-એક નખ પ્રેમથી કાપવા લાગ્યા.
બરાબર તે જ સમયે માંગરોળના પરમ ભક્તરાજ આણંદજી સંઘેડિયા ત્યાં આવી પહોંચ્યા. તેમણે વયોવૃદ્ધ સદગુરુ મુક્તાનંદ સ્વામીને આ રીતે અતિશય પ્રીતિપૂર્વક શ્રીહરિના ચરણ ખોળામાં રાખી નખ કાપતા નિહાળ્યા. આણંદજીના મનમાં વિચાર સ્ફુર્યો: “મુક્તાનંદ સ્વામી તો રામાનંદ સ્વામી કરતાં પણ અધિક સ્નેહથી આ યુવાન સહજાનંદ સ્વામીના નખ કાપી રહ્યા છે! શું ખરેખર સહજાનંદ સ્વામી જ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હશે?”
આ વિચાર સાથે આણંદજી સંઘેડિયા પણ મુક્તાનંદ સ્વામીની સાથે લોજ જવા નીકળ્યા. માર્ગમાં ચાલતાં ચાલતાં તેમણે ધીરગંભીર મૂર્તિ એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું: “હે સ્વામી! શું આ સહજાનંદ સ્વામી પોતે જ સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ નારાયણ છે?” ત્યારે મુક્તાનંદ સ્વામીએ ગદ્ગદ થઈને કહ્યું: “હા આણંદજીભાઈ! આ એ જ પ્રગટ પરબ્રહ્મ પુરુષોત્તમ છે, જેમના રોમ-રોમમાં અનંતકોટિ બ્રહ્માંડો અણુ સમાન ઊડતાં ફરે છે! ખુદ ગુરુદેવ રામાનંદ સ્વામીએ મને દિવ્ય દર્શન આપી મહારાજના ભગવાનપણાની અચળ પ્રતીતિ કરાવી છે!”
આ સાંભળી આણંદજી સંઘેડિયા મુક્તાનંદ સ્વામીના ચરણોમાં પડી ગયા અને બોલ્યા: “સ્વામી! આજથી હું પણ સહજાનંદ સ્વામીને સાક્ષાત્ ભગવાન અને મારા ઇષ્ટદેવ માનું છું. પણ જો કદાચ મારું કંઈ અકલ્યાણ થશે તો એનું પાપ તમારા પર રહેશે!” મુક્તાનંદ સ્વામી હસીને બોલ્યા: “હા ભાઈ! એ પાપ મારા પર, તમે નિઃશંક થઈને પ્રભુનું ભજન કરો!”
બંને પાછા માંગરોળ શ્રીજીમહારાજ પાસે આવ્યા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને આણંદજી સંઘેડિયાના નિશ્ચયની વાત કહી. આણંદજીએ શ્રીહરિના ચરણોમાં પ્રણામ કરી હાથ જોડી પ્રાર્થના કરી: “હે મહારાજ! આપના પ્રગટ સ્વરૂપમાં મને ક્યારેય લેશમાત્ર સંશય ન થાય એવી કૃપા કરજો!” શ્રીજીમહારાજે રાજી થઈ તેમના મસ્તક પર બે હાથ મૂકી વરદાન આપ્યું.
પાછળથી આણંદજી સંઘેડિયાના નિશ્ચયની કસોટી કરવા સારુ શ્રીહરિએ એક વખત ભરી સભામાં તેમને ‘હડ્ય કૂતરી!’ કહી અપમાનિત કરી સભામાંથી બહાર કઢાવી મૂક્યા હતા! તેમ છતાં આણંદજી સંઘેડિયાનો શ્રીહરિ પ્રત્યેનો ભગવાનપણાનો નિશ્ચય મેરુ પર્વત જેવો અડગ રહ્યો.
- શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી… 🙇🏻♂️🙏
Hindi
मांगरोल में मुक्तानंद स्वामी की नख-सेवा और आनंदजी संघेड़िया का अडिग निश्चय
जब श्रीहरि ने संप्रदाय में समाधि आदि अलौकिक ऐश्वर्य प्रकट किए, तब मयाराम भट्ट के संशय निवारण हेतु सद्गुरु मुक्तानंद स्वामी भुज से कालवाणी आए थे। कालवाणी के पलाश वन में स्वयं गुरुदेव रामानंद स्वामी ने दिव्य दर्शन देकर मुक्तानंद स्वामी को सहजानंद स्वामी के साक्षात् पूर्ण पुरुषोत्तम रूप का अखंड निश्चय कराया था। इस दिव्य निश्चय के पश्चात, मुक्तानंद स्वामी आयु में श्रीहरि से तेईस वर्ष बड़े होने पर भी अत्यंत दासभाव से प्रभु की आज्ञा में रहने लगे।
एक दिन श्रीजी महाराज मांगरोल में विराजमान थे। महाराज ने मुक्तानंद स्वामी से कहा, “स्वामी! आप लोज पधारें और वहाँ के सदाव्रत तथा आश्रम की व्यवस्था देख आएँ।” स्वामी जब प्रस्थान से पूर्व प्रणाम करने आए, तो महाराज ने स्नेह से पूछा: “स्वामी! क्या आपको नख तराशना (काटना) आता है?” मुक्तानंद स्वामी ने विनीत भाव से ‘हाँ’ कहा और अपनी झोली से नख काटने का औजार (नेरणी) निकाला। पूर्व में गुरु रामानंद स्वामी के नख भी मुक्तानंद स्वामी ही काटा करते थे। स्वामी ने असीम अनुराग से श्रीहरि के चरणकमल अपनी गोद में रखे और अत्यंत प्रेम से एक-एक नख काटने लगे।
ठीक उसी समय मांगरोल के अनन्य भक्तराज आनंदजी संघेड़िया वहाँ पहुँचे। उन्होंने वयोवृद्ध सद्गुरु मुक्तानंद स्वामी को इस प्रकार अनन्य भाव से श्रीहरि के चरण गोद में रखकर नख तराशते देखा। आनंदजी के मन में विचार उठा: “मुक्तानंद स्वामी तो रामानंद स्वामी से भी अधिक प्रेम से इन युवा सहजानंद स्वामी के चरण दबाकर नख काट रहे हैं! क्या वास्तव में सहजानंद स्वामी ही साक्षात् पूर्ण पुरुषोत्तम भगवान हैं?”
यह विचार करते हुए आनंदजी संघेड़िया भी मुक्तानंद स्वामी के साथ लोज की यात्रा पर चल पड़े। मार्ग में चलते हुए उन्होंने गंभीर मूर्ति सद्गुरु मुक्तानंद स्वामी से पूछा: “हे स्वामी! क्या यह सहजानंद स्वामी स्वयं साक्षात् पूर्ण पुरुषोत्तम नारायण हैं?” तब मुक्तानंद स्वामी ने भावविभोर होकर कहा: “हाँ आनंदजी भाई! यह वही साक्षात् परब्रह्म हैं, जिनके रोम-रोम में अनंत कोटि ब्रह्मांड अणु के समान उड़ते फिरते हैं! स्वयं गुरुदेव रामानंद स्वामी ने मुझे साक्षात् दर्शन देकर महाराज के भगवान होने की अटल प्रतीति कराई है!”
यह सुनकर आनंदजी संघेड़िया मुक्तानंद स्वामी के चरणों में गिर पड़े और बोले: “स्वामी! आज से मैं भी सहजानंद स्वामी को ही अपना साक्षात् इष्टदेव और पूर्ण भगवान स्वीकार करता हूँ। किंतु यदि मेरा कोई अकल्याण हुआ, तो उसका पाप आपके सिर होगा!” मुक्तानंद स्वामी ने मुस्कुराते हुए कहा: “हाँ भाई! वह पाप मेरे सिर, आप सर्वथा निश्चिंत होकर भजन कीजिए!”
दोनों पुनः मांगरोल लौटे और मुक्तानंद स्वामी ने महाराज को आनंदजी संघेड़िया के इस दृढ़ निश्चय की बात बताई। आनंदजी ने श्रीहरि के श्रीचरणों में गिरकर करबद्ध प्रार्थना की: “हे प्रभु! आपके दिव्य स्वरूप में मुझे कभी रंचमात्र भी संशय न हो, ऐसी कृपा कीजिए!” श्रीजी महाराज ने अत्यंत प्रसन्न होकर उनके मस्तक पर दोनों हाथ रखकर वरदान दिया।
कालांतर में आनंदजी संघेड़िया के इस निश्चय की कठिन परीक्षा लेने हेतु श्रीहरि ने एक बार भरी सभा में उन्हें ‘हट कुतिया!’ कहकर अपमानित करते हुए सभा से बाहर निकलवा दिया था! फिर भी आनंदजी संघेड़िया का श्रीहरि के प्रति भगवान होने का निश्चय सुमेरु पर्वत की भाँति अडिग रहा।
- श्रीहरिचरितचिंतामणि से… 🙇🏻♂️🙏
English
Muktanand Swami’s Loving Service in Mangrol and Anandji Sanghediya’s Unshakable Faith
When Shreeji Maharaj began manifesting divine spiritual trances (samadhi) across Gujarat, Mayaram Bhatt harboured doubts and brought Sadguru Muktanand Swami from Bhuj to Kalvani. In the Palasha groves of Kalvani, their departed Guru Sadguru Ramanand Swami appeared physically in a celestial vision to Muktanand Swami, granting him absolute, unflinching conviction in the supreme divinity of Sahjanand Swami. From that moment forward, even though Muktanand Swami was twenty-three years senior to Shreehari in age, he served Him with profound servitude (daasbhav), subverting his entire will to the Lord’s pleasure.
One day, Shreeji Maharaj was residing in Mangrol. Maharaj requested Muktanand Swami, “Swami! Please travel to Loj to oversee the ashram and the ongoing almshouse (sadavrat).” When Swami arrived to pay his respects before departing, Maharaj asked affectionately: “Swami! Do you know how to trim toenails?” Muktanand Swami replied with humble assent and retrieved his nail-trimming blade (nerani) from his pouch. In earlier years, Muktanand Swami had routinely trimmed the nails of his Guru Ramanand Swami. Placing Shreehari’s sacred lotus feet gently upon his lap, Muktanand Swami began carefully trimming His nails with overflowing devotion.
At that precise moment, Anandji Sanghediya, a devout disciple from Mangrol, arrived. Beholding the venerable, revered senior saint Muktanand Swami cradling the youthful Sahjanand Swami’s feet upon his lap and trimming His nails with such boundless tenderness, Anandji thought in astonishment: “Muktanand Swami serves Sahjanand Swami with love even greater than he displayed toward Ramanand Swami! Can it be that Sahjanand Swami is truly the supreme, all-powerful Lord Himself?”
Preoccupied with this profound contemplation, Anandji accompanied Muktanand Swami on the walking journey toward Loj. Along the road, he prayerfully questioned the saint: “O revered Swami! Is this Sahjanand Swami truly Purna Purushottam Bhagwan Himself?” Muktanand Swami answered with resolute certainty: “Yes, Anandji! He is indeed the manifest supreme Parabrahman, within whose pores infinite millions of universes float like specks of dust! Guru Ramanand Swami himself appeared before me in a vision to confirm Maharaj’s absolute supreme divinity!”
Hearing this infallible testimony, Anandji fell at Muktanand Swami’s feet and proclaimed: “Swami! From this day forth, I accept Sahjanand Swami as my Supreme Lord and sole Ishtadev. But if this path ever leads to my spiritual ruin, will the burden of that sin fall upon your shoulders?” Muktanand Swami smiled warmly and assured him: “Yes, Anandji! Let that sin fall upon me; worship Him with an untroubled and carefree heart!”
Returning to Mangrol, Muktanand Swami recounted Anandji’s steadfast faith to Maharaj. Anandji prostrated before Shreehari, praying with folded hands: “O Maharaj! Grant that no speck of doubt regarding Thy divine supremacy may ever touch my heart!” Pleased with his devotion, Shreeji Maharaj placed both His sanctified hands upon Anandji’s head, blessing him abundantly.
In later days, to test the depth of Anandji Sanghediya’s faith, Shreehari had him publicly humiliated in the middle of a grand assembly, commanding him to be cast out with the biting insult: “Out with you, female dog!” Yet, despite the stinging public disgrace, Anandji Sanghediya’s absolute conviction in Bhagwan Swaminarayan remained as unshakable as Mount Meru.
- From Shri Haricharitrachintamani… 🙇🏻♂️🙏