ગામ માળીયાના હરિભક્ત ઠક્કર જીવણભાઇ માંદા થયા, એમને ડોકે રતવો થયેલો તે બહુ પીડા હતી.
Gujarati
માળીયાના જીવનભાઇ અને શ્રીજી મહારાજની રક્ષા
ગામ માળીયાના હરિભક્ત ઠક્કર જીવણભાઇ માંદા થયા, એમને ડોકે રતવો થયેલો તે બહુ પીડા હતી. એ સમયે સદગુરુ મહાપુરુષદાસ સ્વામી ફરતા ફરતા વિચરણમા માળીયા આવ્યા ને મંદિરે ઉતારો કર્યો. કોઇએ ખબર દીધા એટલે સ્વામી એમના ઘરે ખબર પુછવા આવ્યા. સ્વામીએ એમના ખાટલા પાસે ઉભા રહીને સંતો ભકતોને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલીને સહુને ઝીલાવી. એ વખતે જીવનભાઇના સસરા ત્યાં ઉભા હતા એ બોલ્યા જે તમારા ગુરુ રામાનંદ સ્વામી તો પોતાના પ્રતાપે ચપટી રાખમાં સાજા કરતા..! તમે કાય એવો પ્રતાપ જણાવો. આ સાંભળીને મહાપુરુષદાસ સ્વામી બોલ્યા કે અમે પણ એજ રીતે સવાર થાય ત્યાં જીવનભાઇને સાજા કરી દઇએ પણ તમે આ જીવનભાઇને ગળા માં મંતરાવેલા દોરા પેરાવ્યા છે એ કાઢી નાખો તો..! સૌ ઘરના સભ્યો ના કહેવાથી જીવનભાઇ સસરા માન્યા ને દોરા કાઢી નાખવા તૈયાર થયા. સ્વામી સંતોના મંડળ સાથે મંદિરે આવ્યા ને સર્વે સંતોને ઠાકોરજી પાહે ઉભા રાખીને પચીસ પચીસ માળા ફેરવાવીને પોતે શ્રીજીમહારાજ ને પ્રાર્થના કરી કે હે મહારાજ..! જીવનભાઇને રતવાના દુખ મટાડીને શરીરે સારુ કરજયો. સ્વામીની અરજ સુણીને અધરાતે શ્રીજીમહારાજ જીવનભાઇને દર્શન દેવા આવ્યા પણ ડોકે મંતરાવેલા દોરા-ધાગા બાંધેલ જોઇને શ્રીહરિ જીવનભાઇના પત્નિને દર્શન દીધા. બાઇ તો હરખઘેલા થય ગયા, શ્રીહરિ કહેકે અમે તો મહાપુરુષદાસ સ્વામીની અરજે તમારા ધણીને દર્શન દેવા સારુ આવ્યા તા પણ તમારા પીતાએ જીવનભાઇની ડોકે બીજા દોરાધાગા બંધાવ્યા જોઇને ચાલ્યા..! એમને સમાચાર દેજો જે સવારે ડોકેથી દોરા-ધાગા કાઢી નાંખશો તો સવારે રતવો ફૂટી જાહે ને એમને શરીરે રાહત થાશે. સવારે એમના પત્નીએ શ્રીહરિએ દર્શન દીધા એ વાત કરીને દોરા છોડાવ્યા. જીવનભાઇને રતવાની પીડા મટીગઇને શરીરે સાજા થયા.
- શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી…
🙇🏻♂️🙏