એકવખત શ્રીજીમહારાજ માણકી ઘોડીએ અસવાર થઇને સુરાખાચર સોમલાખાચર આદિ કાઠીભકતો સાથે ગામ સમઢીયાળા થઇને સાજડીયાળી નજીક ખોખરાની નદીએ ઘોડા પાવા ઉભા રહ્યા.

Gujarati

ખોખરાની નદી અને શ્રીજી મહારajનું મુહૂર્ત

એકવખત શ્રીજીમહારાજ માણકી ઘોડીએ અસવાર થઇને સુરાખાચર સોમલાખાચર આદિ કાઠીભકતો સાથે ગામ સમઢીયાળા થઇને સાજડીયાળી નજીક ખોખરાની નદીએ ઘોડા પાવા ઉભા રહ્યા. એવામાં કોઇએ ગામના હરિભક્ત કાના પટેલ ને વસતા પટેલ ને સમાચાર દીધા કે તમારા ભગવાન સ્વામિનારાયણ ગામની નદીએ હાલ પધાર્યા છે. સમાચાર મળતા જ બેઉ હરિભક્તો દોડતા આવ્યા ને શ્રીજીમહારાજને દંડવત કરીને પગે લાગ્યા. શ્રીહરિને પોતાને ગામ લઇ જવા ઘણો આગૃહ કર્યો પણ શ્રીહરિ કહે કે આજ મોડું થશે, હજુ ઘણો પંથ કાપવો છે, તો થોડીવાર આહી જ નદીની પટમાં જ બેસીએ. સૌ ત્યાં જ નદીના પટમાં જ બેઠા.

એ સમયે કાનો પટેલ શ્રીહરિને બે હાથ જોડીને બોલ્યા કે હે મહારાજ..! અમારા ગામમાં ગોર-બૃહ્મણનું એકોય ખોરડું નથી તે કાંક સારા મુહુરત કે વાવણીયા જોડવા હોય તો કોને પુછીને કરીએ..? ત્યારે શ્રીહરિ હસ્યાને બોલ્યા કે કાના ભગત..! જે કાજ શરુ કરો એમા ’સ્વામિનારાયણ… સ્વામિનારાયણ..!’ એમ હરિનામ સ્મરણ કહીને વાવણીયા નુ કાજ શરુ કરવું એજ તમારે સૌથી મોટું મુહૂર્ત..!

વળી તેમણે ફરીને પુછયુ કે હે મહારાજ..! અમે નવા ખોરડાં કરઇ તો એ વખતે કેમ કરીને અમારે વાસ્તુ-પૂજન વગેરેનુ મુહૂર્ત કરવું કે ?

શ્રીહરિ કહે કે તમારે નવા ઘરમા શિક્ષાપત્રી પધરાવીને તેની આગળ દિવો કરવો, ને સૌ એ ’સ્વામિનારાયણ…સ્વામિનારાયણ.’ એમ ભજન કરવું એજ સૌથી મોટું મુહૂર્ત…! તમારા બધાય સંકટને અમે દૂર કરશું.

બને સત્સંગી ભાઇઓ એ શ્રીહરિની આજ્ઞાને જીવ્યા ત્યાં લગણ શિરોમાન્ય કરી.

  • શ્રી હરિચરિત્ર ચિંતામણિમાંથી…

🙇🏻‍♂️🙏