સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીસહજાનંદ સ્વામી ને પોતાની ગાદીએ બેસારયા ને થોડે જ સમયે પોતે અક્ષરધામગમન કર્યું.

Gujarati

માંગરોળના વજરૂદ્દીન રાજા અને સમાધિ પ્રકરણ

સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીસહજાનંદ સ્વામી ને પોતાની ગાદીએ બેસારયા ને થોડે જ સમયે પોતે અક્ષરધામગમન કર્યું. એ બાદ સત્સંગમાં સાડા બાર નાના-મોટા ભગવાનો થયા ને સત્સંગ મા રઘુનાથદાસ વગેરે શ્રીહરિને ગુરુપદે સ્વીકારી પણ ન શક્યા. સદગુરુ મુકતાનંદ સ્વામી ભૂજ વિચરણમા ગયા ને એ સમે શ્રીહરિએ પોતાના એશ્વર્યનો દોર છૂટ્ટો મુકયો. હિમાલયના ગીરીશીખરોથી નાના એવા ગામ ઝરણા-પરણાં થી પૃગટ પૃભુને શોધતા આવેલા શીતલદાસ ને સૌપૃથમ લોજ આશ્રમમાં સમાધી કરાવી ને ધામોધામના દર્શન કરાવ્યા.

શ્રીહરિએ માંગરોળમાં સમાધી પૃકરણ શરુ કર્યું. તયારબાદ તો જાણે શ્રીહરિએ પોતાના ઐશ્વર્યથી નાના-મોટા અબાલવૃદ્ધને દિવ્ય દર્શન કરાવીને પોતાના ભગવાનપણાની પૃતિત કરાવી. ઘણાય ને પ્રથમદર્શને, ઘણાય ને દ્રષ્ટી થતા, સોટી અડાડતા, ઝાંઝર નૂપુર નો અવાજ સાંભળતા લોકોને દુર્લભ સમાધી થવા લાગી. જે સમાધિ ને પૃભુદરશન માટે પુર્વે ઋષીઓ હજારો વર્ષોની સાધના કરતા રાફડા થઇ જાતા એ દિવ્યદરશન સૌને એક ચપટી વગાડતા થતા હતા. રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણ ને પેખે..! હનુમાન તણા હનુમાન, જેવો ભાવ તેવો ભગવાન..!!

આ વાત માંગરોળના એ સમયના મુસ્લીમ રાજા વજરૂદ્દીન ને મળી, પોતે બહુ મુમુક્ષુ હતા તે મનમાં થયું કે કુરાનેશરીફ પૃમાણે ઇશ્વર આ દુનિયામાં હોય નહી પણ એમના ઓલીયા પધાર્યા હશે. પોતાના રાજમાં જ શ્રીહરિનો આવો પ્રબળ પૃતાપ સાંભળીને પોતાને મનમા સંકલ્પ થયો કે રખે ને ઇશ્વર હોય તો મારે આ જીવતરે દર્શન કરવા રહી જાય..! નહીતર રાજમાંથી કાઢી મેલું એમ વિચારીને પોતાના કાજીને શ્રીહરિના પૃતાપની ખરાઇ કરવા મોકલ્યા. શ્રીહરિની સભામાં કાજી આવ્યા એટલે પોતે ઉભા થઇને યોગ્ય આસન આપીને માન-પાનથી બેસાડ્યા. કાજીએ શ્રીહરિને પોતાના ખૂદા કે પયગંબર સાહેબને દેખાડવા કહ્યું, ત્યારે શ્રીહરિ કહે કે તમે તો રાજાના દિવાન છોવ તે કાંઇક આડુ અવળું થઇ જાય તો રાજને તકલીફ થાય. એ સાંભળી ત્યારે કાજી બોલ્યા કે માંગરોળના રાજા વજરૂદ્દીન ના કહેવાથી જ પોતે આવ્યા છે માટે મને દેખાડો એમ વાત કરી. શ્રીહરિએ એમને બંદગી કરવા કહ્યું એટલે કાજીને પોતાની નમાઝની મુદ્રામાં બેઠા ને બંદગી કરી એટલે એમને શ્રીહરિએ સમાધી કરાવીને સૌપૃથમ એમને નરકના દુખ દેખાડ્યા એટલે એ ખૂબ ત્રાસ ને પામ્યા. ત્યારે શ્રીહરિ કહે કે આ તો હજુ રાખના દુખ છે, સાચા દુખ તો મરીને ભોગવવાના એ તો નિશ્ચે છે જ..! ત્યારે કાજી કહે કે આ દુખ દુર કેમ થાય ? ત્યારે શ્રીહરિ કહે કે એ તો સ્વામિનારાયણ…! સ્વામિનારાયણ..! એમ ભજન કરો તો થાય. એ સાંભળી ને કાજી ઉત્સુકતા સાથે બોલ્યા કે આ દૂખ ટળે પછે કેવું સુખ મળે? ત્યારે શ્રીહરિએ ફરીને એમને સમાધિ કરાવીને અક્ષરધામના સુખના દિવ્ય દર્શન કરાવ્યા. एक લાખ ને એંસી હજાર, ઓલીયા કરે અરજ ઉચ્ચાર..! દિઠા નયા ઘણા પીરાનપીર, કરે સ્તુતિ નમાવીને શીર..!!

સમાધીમા અક્ષરધામમા સુવર્ણ સીહાસને પુર્ણપુરુષોતમ નારાયણ ના દર્શન થયા ને એક લાખ એસી હજાર ઓલીયા કે નૂરી ફિરસ્તાઓ એમણે પરવરદિગારને બંદગી કરતા દેખ્યા, કાજીને પરિપૂર્ણ નિશ્ચય થયો, ને રાજમા જઇને રાજા વજરૂદ્દીન ને વાત કરી. રાજા પોતે પણ આવ્યા ને શ્રીહરિના આશ્રિત થયા ને માંગરોળમા પોતે શ્રીહરિને ચાર મહીના રોક્યા.

  • સદગુરુ શ્રી અદભૂતાનંદ સ્વામીની વાતોમાંથી…

🙇🏻‍♂️🙏