શ્રીજી મહારાજ એકવાર લિંબતરુ હેઠે સભા ભરીને બેઠા હતા, સર્વે મોટામોટા નંદસંતો સન્મુખ હતા.

Gujarati

બ્રહ્માનંદ સ્વામીનો નિશ્ચય અને શ્રીજી મહારાજ

શ્રીજી મહારાજ એકવાર લિંબતરુ હેઠે સભા ભરીને બેઠા હતા, સર્વે મોટામોટા નંદસંતો સન્મુખ હતા. શ્રીહરિ સૌને દિવ્ય દર્શન નુ સુખ આપતા હતા, થોડી વાર પ્રશ્નોત્તર થયા પછી શ્રીહરિ એ કહ્યું કે “આજ તો સર્વે સર્વ પોતપોતાના નિશ્ચયની વાત કહો. પછી સ્વરૂપાનંદસ્વામી, વ્યાપકાનંદસ્વામી, શતાનંદસ્વામી વગેરે સમાધિવાળાને કહ્યું પણ કોઈ બોલ્યા નહીં. શ્રીજીમહારાજે કહ્યું, કેમ કોઈ બોલતા નથી ? જે મનમા વર્તતું હોય એ પૃમાણે પણ આજ તો કહો જ…! ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યું કે, હે મહારાજ, એ કોઈ તો નહી બોલે તમે બ્રહ્માનંદસ્વામીને બોલાવો. ત્યારે મહારાજે બ્રહ્માનંદસ્વામીને બોલાવીને કહ્યું કે, તમે તમારા નિશ્ચય ની વાત બોલો. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “મારા પોતાના જ એક કીર્તનમાં મેં કહ્યું છે કે, “બ્રહ્માનંદના નાથ તમારો મહિમા જાણે છે મોટા જ્ઞાની રે’ ત્યારે મહારાજે કહ્યું કે, એ વાત તો સાચી, પણ તમારા અંતરમાં જેવો આનંદ હોય તેવો બોલો. એ વચન સુણી ત્યારે બ્રહ્માનંદસ્વામી બોલ્યા જે, “હે મહારાજ જયારે હું નાનો બાળક હતો, ત્યારે મેં વિચાર કર્યો કે, જગતનાં છોકરાં નાના હોય તે રમકડું લઈને રમે, પણ હું તેવો નથી. અને દેહ ધર્યો ત્યારે છોકરું પણ કહેવાયો. પછી રમવાનો વિચાર કર્યો, જે સારાં રમકડા લઈને રમવું પછી અનંત કોટી બ્રહ્માંડનાં સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, લોકપાળ, ઇન્દ્રરાજા, બ્રહ્મા, વૈરાટ, ઈશ્વર, પ્રધાન પુરૂષ મહાપુરૂષ જેવાને પણ એક જ હાથમાં આકર્ષણ કરી લીધા, ને તે રમકડે હું રમ્યો. પછી જે જે બ્રહ્માંડના ઈશ્વર જે જે સ્થાનકના જીવ, અને દેવ તેને બીજા સંકલ્પ કરીને ઉત્પન્ન કર્યા; અને તે તે બ્રહ્માંડની ક્રિયા સર્વે ચાલતી રહી. પછી વિચાર કર્યો છે, આ તો પોતાના અંગમાં રમત છે. માટે આમાં શું રમીએ ? now તો કોઈ મોટા સુખનો વિચાર ગોતીએ એમ કહીનેં આત્મા સામું જોયું ત્યાં શિતળ શાન્ત અને અપરિમિત ગુણે યુકત ને અતિ અપારનો પાર લેવા માંડયો, તો પાર ન આવ્યો, પછી જાણ્યું જે આ સુખના નિયતા કોણ છે ? તે અતિ અપાર પુરૂષોત્તમરૂપ મોટી સભા દેખીને તેમાં “અતિ હેત થયું, પછી એમ થયું , આટલા બધામાં મોટો કોણ હશે ? ત્યાં તો હે મહારાજ તમને મોટા દેખ્યા પછે એમ થયું કે, આ મહારાજ છે તે તો મારા છે અને હું એ મહારાજનો છું. એ વાત કયે દિવસથી સિદ્ધ થઈ છે ? એનો પાર લેવા માંડયો. પણ પાર આવ્યો નહીં.” અનાદિનો છે, આટલી વાત કરીને બ્રહ્માનંદસ્વામી બેસી ગયા. ત્યારે મહારાજે કહ્યું જે, “કેમ વાત કરતા બંધ રહી ગયા ?” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે, આ કહ્યો એવો નિશ્ચય તો હું જયારે નાનો બાળક હતો ત્યારે હતો; હવે તો હું મોટો થયો, સાધુ થયો, સમાગમ કર્યો, અને તમારી સેવા કરી, માટે હાલનો નિશ્ચય એથી બહુજ મોટો છે. તે હવે કહેવાય તેમ નથી…!

  • સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવનકવનમાંથી…

🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

ब्रह्मानंद स्वामी का अलौकिक निश्चय और श्रीजी महाराज

एक बार गढ़पुर में श्रीजी महाराज नीम के वृक्ष (लिंबतरु) के नीचे दिव्य सभा सजाकर विराजमान थे। समस्त श्रेष्ठ नन्द संत उनके सम्मुख बैठे थे। श्रीहरि सभी को अपने दिव्य दर्शन का अनुपम सुख प्रदान कर रहे थे। थोड़ी देर तक प्रश्नोत्तर की आध्यात्मिक चर्चा चलने के उपरांत श्रीहरि ने कहा, “आज तो आप सभी मेरे स्वरूप के प्रति अपने-अपने निश्चय की बात कहिए।” महाराज ने समाधि सिद्ध संत स्वरूपानंद स्वामी, व्यापकानंद स्वामी, शतानंद स्वामी आदि से पूछा, परंतु संकोच और विनम्रता के कारण कोई कुछ नहीं बोला।

श्रीजी महाराज ने पुनः कहा, “कोई बोलता क्यों नहीं? जिसके मन में जैसा भाव हो, आज तो वैसा अवश्य ही कहिए!” तब सद्गुरु मुक्तानंद स्वामी ने कहा, “हे महाराज! ये संत तो संकोचवश नहीं बोलेंगे, आप ब्रह्मानंद स्वामी से पूछिए।”

तब महाराज ने ब्रह्मानंद स्वामी को बुलाकर कहा, “स्वामी, आप अपने अंतःकरण के निश्चय की बात कहिए।” ब्रह्मानंद स्वामी ने हाथ जोड़कर कहा, “महाराज! मैंने अपने ही एक कीर्तन में गाया है कि— ‘ब्रह्मानंदना नाथ तमारो महिमा जाणे छे मोटा ज्ञानी रे’ (अर्थात् हे ब्रह्मानंद के नाथ! आपकी महिमा को तो केवल बड़े-बड़े ज्ञानी ही जान सकते हैं।)”

महाराज ने मंद-मंद मुस्कुराते हुए कहा, “वह बात तो सत्य है, परंतु आपके अंतःकरण में जैसा आनंद और निष्ठा है, उसे प्रकट रूप से कहिए।”

महाराज के वचन सुनकर ब्रह्मानंद स्वामी ने अलौकिक भाव से कहा, “हे महाराज! जब मैं छोटा बालक था, तब मैंने विचार किया कि संसार के साधारण बच्चे तो तुच्छ खिलौनों से खेलते हैं, किंतु मैं वैसा नहीं हूँ। यद्यपि मैंने देह धारण की थी इसलिए बालक कहलाता था, किंतु मैंने सोचा कि यदि खेलना ही है तो किसी भव्य और अलौकिक खिलौने से खेला जाए! तब मैंने अनंत कोटि ब्रह्मांडों के सूर्य, चंद्र, तारे, अग्नि, लोकपाल, इंद्र, ब्रह्मा, वैराट, ईश्वर, प्रधान-पुरुष और महापुरुष तक की शक्तियों को एक ही हाथ में आकर्षित कर लिया और उन सभी को खिलौना बनाकर उनके साथ खेला। तत्पश्चात् अपने दूसरे ही संकल्प से प्रत्येक ब्रह्मांड के ईश्वर, स्थान-स्थान के जीव और देवताओं की सृष्टि कर दी, और वे सभी ब्रह्मांड अपनी-अपनी क्रियाओं में गतिशील हो गए। फिर मैंने विचार किया कि यह सब तो अपनी ही शक्ति का विलास और खेल है, भला इसमें रमने से क्या लाभ?

अब तो किसी इससे भी महान और अगाध सुख की खोज की जाए! ऐसा विचार कर जब मैंने अंतरात्मा (अक्षर) की ओर दृष्टि की, तो वहाँ परम शीतल, शांत, अपरिमित दिव्य गुणों से संपन्न और असीम आनंद का अनुभव हुआ। जब मैंने उस अगाध सुख का पार पाना चाहा, तो उसका कोई छोर न मिला। तब मैंने विचार किया कि इस परम सुख के नियामक और स्वामी कौन हैं?

वहाँ मैंने अत्यंत अपार पुरुषोत्तम रूप विशाल दिव्य सभा के दर्शन किए और उस सभा को देखकर अंतःकरण में असीम प्रेम उमड़ पड़ा। फिर मन में विचार आया कि इन सबमें सर्वोपरि महान कौन है? तब, हे महाराज! मैंने उस दिव्य सिंहासन पर आपको ही सर्वोपरि विराजमान देखा! उसी क्षण मेरे अंतःकरण में यह अटल निष्ठा जागृत हुई कि ‘ये महाराज केवल मेरे हैं और मैं केवल इन महाराज का हूँ!’ यह संबंध कब से सिद्ध हुआ है, जब मैंने इसका आरंभ ढूँढना चाहा, तो उसका कोई आदि नहीं मिला—यह संबंध तो अनादि काल से है!” इतनी बात कहकर ब्रह्मानंद स्वामी मौन होकर बैठ गए।

तब श्रीजी महाराज ने मुस्कुराकर पूछा, “स्वामी! बोलते-बोलते रुक क्यों गए? आगे भी कहिए!”

ब्रह्मानंद स्वामी ने अत्यंत विनय और प्रेम से उत्तर दिया, “हे महाराज! यह जिस निश्चय की बात मैंने अभी कही, वह तो तब का था जब मैं नन्हा बालक था! अब तो मैं बड़ा हो गया हूँ, त्यागी साधु बना हूँ, आपका अखंड समागम प्राप्त किया है और आपकी प्रत्यक्ष सेवा का सौभाग्य पाया है। इसलिए वर्तमान में आपके प्रति मेरा जो दिव्य निश्चय है, वह तो इससे भी अनंत गुना महान और अकथनीय है; उसे शब्दों में बाँधना अब संभव ही नहीं है…!”

  • सद्गुरु ब्रह्मानंद स्वामी के जीवन-चरित्र से…

🙏

Goto Naviagation👇


English

Brahmanand Swami’s Divine Conviction and Shriji Maharaj

Once in Gadhpur, Shriji Maharaj was seated under the sacred Neem tree presiding over an assembly of holy souls. Eminent Nand-saints and paramhansas were seated before Him. Shri Hari was bestowing the bliss of His divine darshan upon all. After an enlightening session of spiritual questions and answers, Shri Hari said, “Today, let everyone speak about their personal conviction (nishchay) regarding My divine swaroop.” Shriji Maharaj addressed the realized paramhansas capable of granting samadhi, such as Swarupanand Swami, Vyapkanand Swami, and Shatanand Swami, but out of reverent humility, no one spoke.

Shriji Maharaj urged, “Why is no one speaking? Whatever understanding resides in your heart, you must speak today!” Then Sadguru Muktanand Swami submitted, “O Maharaj! None of them will speak out of hesitation; please ask Brahmanand Swami.”

Maharaj then called upon Sadguru Brahmanand Swami and said, “Swami, speak of your conviction.” Brahmanand Swami reverently said, “Maharaj, in one of my own kirtans I have sung: ‘Brahmānandnā Nāth tamāro mahimā jāṇe chhe moṭā gyānī re’ (‘O Lord of Brahmanand, only great enlightened souls can truly comprehend Your glory’).”

Maharaj smiled and replied, “That is certainly true, but express the joy and conviction exactly as it lives within your heart.”

Hearing these words from Maharaj, Brahmanand Swami spoke with divine grandeur: “O Maharaj! When I was a small child, I contemplated that ordinary worldly children play with trivial toys, but I was not like them. Although having taken a human body I was considered a child, I decided that if I was to play, I should play with something truly grand. Thereupon, with a single divine attraction, I gathered into one hand the suns, moons, stars, fires, guardian deities (Lokpals), King Indra, Brahma, Vairat, Ishwars, Pradhan-Purush, and Mahapurush of infinite crores of universes, and played with them as my toys! Then, with another divine resolve (sankalpa), I recreated the Ishwars, jivas, and devas of each respective universe, and all cosmic activities across those realms continued uninterrupted. Then I reflected: ‘This is merely cosmic play within my own divine nature; what true fulfillment is there in playing with this?’

‘Now let me seek an even greater, boundless bliss!’ Saying this, I directed my vision toward the pure divine Self (Atman/Akshar). There, I experienced a realm supremely tranquil, cool, replete with infinite divine virtues, and unfathomable. As I sought to fathom its depth, no end could be found! Then I sought to know: ‘Who is the ultimate Sovereign and Controller of this infinite bliss?’

There, I beheld a vast, boundless divine assembly radiating the supreme form of Purushottam, and my heart was filled with boundless love. Then the thought arose: ‘Who is supreme among all in this assembly?’ And there, O Maharaj, I beheld You seated supreme above all! Instantly, the profound conviction awoke within me: ‘This Maharaj is eternally mine, and I belong to this Maharaj!’ When I tried to trace back to when this divine bond was formed, no beginning could ever be found—this bond is eternal (anadi)!” Having expressed this, Brahmanand Swami humbly took his seat.

Shriji Maharaj then inquired with a smile, “Swami, why did you stop speaking? Why not continue?”

Brahmanand Swami replied with immense reverence and humility, “O Maharaj! The conviction I have just spoken of was what I possessed when I was merely a small child. Now, I have grown up, embraced the life of a renunciant sadhu, enjoyed Your constant holy association, and served You personally. Therefore, my present conviction regarding Your divine supremacy is infinitely greater than that—it is utterly indescribable in words…!”

  • From the life and teachings of Sadguru Brahmanand Swami…

🙏