શ્રીજી મહારાજ એકવાર લિંબતરુ હેઠે સભા ભરીને બેઠા હતા, સર્વે મોટામોટા નંદસંતો સન્મુખ હતા.

Gujarati

બ્રહ્માનંદ સ્વામીનો નિશ્ચય અને શ્રીજી મહારાજ

શ્રીજી મહારાજ એકવાર લિંબતરુ હેઠે સભા ભરીને બેઠા હતા, સર્વે મોટામોટા નંદસંતો સન્મુખ હતા. શ્રીહરિ સૌને દિવ્ય દર્શન નુ સુખ આપતા હતા, થોડી વાર પ્રશ્નોત્તર થયા પછી શ્રીહરિ એ કહ્યું કે “આજ તો સર્વે સર્વ પોતપોતાના નિશ્ચયની વાત કહો. પછી સ્વરૂપાનંદસ્વામી, વ્યાપકાનંદસ્વામી, શતાનંદસ્વામી વગેરે સમાધિવાળાને કહ્યું પણ કોઈ બોલ્યા નહીં. શ્રીજીમહારાજે કહ્યું, કેમ કોઈ બોલતા નથી ? જે મનમા વર્તતું હોય એ પૃમાણે પણ આજ તો કહો જ…! ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યું કે, હે મહારાજ, એ કોઈ તો નહી બોલે તમે બ્રહ્માનંદસ્વામીને બોલાવો. ત્યારે મહારાજે બ્રહ્માનંદસ્વામીને બોલાવીને કહ્યું કે, તમે તમારા નિશ્ચય ની વાત બોલો. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “મારા પોતાના જ એક કીર્તનમાં મેં કહ્યું છે કે, “બ્રહ્માનંદના નાથ તમારો મહિમા જાણે છે મોટા જ્ઞાની રે’ ત્યારે મહારાજે કહ્યું કે, એ વાત તો સાચી, પણ તમારા અંતરમાં જેવો આનંદ હોય તેવો બોલો. એ વચન સુણી ત્યારે બ્રહ્માનંદસ્વામી બોલ્યા જે, “હે મહારાજ જયારે હું નાનો બાળક હતો, ત્યારે મેં વિચાર કર્યો કે, જગતનાં છોકરાં નાના હોય તે રમકડું લઈને રમે, પણ હું તેવો નથી. અને દેહ ધર્યો ત્યારે છોકરું પણ કહેવાયો. પછી રમવાનો વિચાર કર્યો, જે સારાં રમકડા લઈને રમવું પછી અનંત કોટી બ્રહ્માંડનાં સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, લોકપાળ, ઇન્દ્રરાજા, બ્રહ્મા, વૈરાટ, ઈશ્વર, પ્રધાન પુરૂષ મહાપુરૂષ જેવાને પણ એક જ હાથમાં આકર્ષણ કરી લીધા, ને તે રમકડે હું રમ્યો. પછી જે જે બ્રહ્માંડના ઈશ્વર જે જે સ્થાનકના જીવ, અને દેવ તેને બીજા સંકલ્પ કરીને ઉત્પન્ન કર્યા; અને તે તે બ્રહ્માંડની ક્રિયા સર્વે ચાલતી રહી. પછી વિચાર કર્યો છે, આ તો પોતાના અંગમાં રમત છે. માટે આમાં શું રમીએ ? now તો કોઈ મોટા સુખનો વિચાર ગોતીએ એમ કહીનેં આત્મા સામું જોયું ત્યાં શિતળ શાન્ત અને અપરિમિત ગુણે યુકત ને અતિ અપારનો પાર લેવા માંડયો, તો પાર ન આવ્યો, પછી જાણ્યું જે આ સુખના નિયતા કોણ છે ? તે અતિ અપાર પુરૂષોત્તમરૂપ મોટી સભા દેખીને તેમાં “અતિ હેત થયું, પછી એમ થયું , આટલા બધામાં મોટો કોણ હશે ? ત્યાં તો હે મહારાજ તમને મોટા દેખ્યા પછે એમ થયું કે, આ મહારાજ છે તે તો મારા છે અને હું એ મહારાજનો છું. એ વાત કયે દિવસથી સિદ્ધ થઈ છે ? એનો પાર લેવા માંડયો. પણ પાર આવ્યો નહીં.” અનાદિનો છે, આટલી વાત કરીને બ્રહ્માનંદસ્વામી બેસી ગયા. ત્યારે મહારાજે કહ્યું જે, “કેમ વાત કરતા બંધ રહી ગયા ?” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે, આ કહ્યો એવો નિશ્ચય તો હું જયારે નાનો બાળક હતો ત્યારે હતો; હવે તો હું મોટો થયો, સાધુ થયો, સમાગમ કર્યો, અને તમારી સેવા કરી, માટે હાલનો નિશ્ચય એથી બહુજ મોટો છે. તે હવે કહેવાય તેમ નથી…!

  • સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવનકવનમાંથી…

🙇🏻‍♂️🙏