એકવખત સદગુરુ રામાનંદ સ્વામી અમદાવાદથી સોરઠ જતાં જેતલપુર પધાર્યા. ગંગામાંએ તેમને ગુરુ કર્યા અને સદાવ્રત કરવાનો તથા સાધુને જમાડીને જ જમવાનો નિયમ લીધો.
Gujarati
જેતલપુરના ગંગામાં અને નીલકંઠવર્ણીનું માતૃ-વાત્સલ્ય તેમજ ભક્તિચરિત્ર
એકવખત સદગુરુ રામાનંદ સ્વામી અમદાવાદથી સોરઠ જતાં રસ્તામાં જેતલપુર પધાર્યા. સ્વામીનાં દર્શન થતાં જ ગંગામાં તેમનાં આશ્રિત થયાં અને તેમને ગુરુ ધારણ કર્યા. રામાનંદ સ્વામીએ ગંગામાંની ઉત્કટ મુમુક્ષુતા જોઈ રાજી થઈને બે નિયમ આપ્યા: ૧. ઘેર યથાશક્તિ સદાવ્રત ચલાવવું, અને ૨. દરરોજ કોઈ સાધુ, સંન્યાસી કે અતિથિને જમાડીને જ પોતે ભોજન લેવું! સાથે સ્વામીએ આશીર્વાદ આપ્યા: “આ નિયમનું પાલન કરશો તો એક દિવસ સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ નારાયણ તમારા ઘેર જમવા પધારશે!”
ગંગામાં ગુરુની આજ્ઞા પ્રમાણે અઢાર વર્ષ સુધી આ કઠિન નેમ અખંડ પાળતાં રહ્યાં. એક વખત ચોમાસામાં સતત બે દિવસ મુશળધાર વરસાદ વરસ્યો, જેથી કોઈ સાધુ કે અતિથિ મળ્યા નહીં અને ગંગામાંને બે દિવસના નકોરડા ઉપવાસ થયા. ત્રીજે દિવસે સવારે ગામની પનિહારીઓએ આવીને ખબર આપ્યા: “ગંગામાં! આજે તમારા ઉપવાસનું પારણું થશે; ગામની ભાગોળે એક અદ્ભુત તેજસ્વી બાળ-બ્રહ્મચારી તપસ્વી આવીને બેઠા છે!”
ગંગામાં હરખાતાં ભાગોળે પહોંચ્યાં. બાળતપસ્વી નીલકંઠવર્ણીનાં દર્શન કરી પ્રણામ કર્યા અને વિનંતી કરી, “બ્રહ્મચારીજી! મારા ઘેર ભોજન જમવા પધારશો?” વર્ણીએ સ્વીકાર કર્યો. ગંગામાં તેમને ઘેર તેડી લાવ્યાં, ગરમ જળથી ચરણ ધોવરાવ્યાં અને સ્નેહથી રસોઈ બનાવી બાજોઠ પર પીરસ્યું. વર્ણી જમતાં પહેલાં બોલ્યા: “માઈ! હમ ભોજન લેતે અપને હાથ જૂઠે નહીં કરતે!” ગંગામાં કંઈ સમજ્યાં નહીં, એટલે વર્ણીએ વહાલથી કહ્યું: “આપ અપને હાથોં સે ખિલાઓગે તો હી ખાયેંગે!” ગંગામાંએ અસીમ માતૃભાવે બાળપ્રભુને પોતાના હાથે એક-એક કોળિયો જમાડ્યો, મુખવાસ કરાવી ચળુ કરાવ્યાં, અને પછી પોતે પારણું કર્યું.
ગંગામાંએ વર્ણીને કાયમ પોતાને ઘેર રોકાઈ જવા વિનંતી કરી. વર્ણી બોલ્યા, “હમ રહેંગે, લેકિન આપ હમેં બાંધ નહીં પાઓગે!” બરાબર તે જ સમયે ગુરુ રામાનંદ સ્વામી અમદાવાદ પધાર્યાના સમાચાર મળ્યા. ગંગામાંને ગુરુદર્શનની તાલાવેલી લાગી, પણ વર્ણી ક્યાંક ચાલ્યા ન જાય તે બીકે બે દિવસ ન ગયાં. ત્રીજા દિવસે વહેલી સવારે વર્ણી પોઢેલા હતા ત્યારે ગંગામાંએ ઘરના દરવાજે બહારથી મોટું તાળું મારી દીધું અને અમદાવાદ દર્શને દોડી ગયાં!
અમદાવાદમાં રામાનંદ સ્વામીએ ગંગામાંને જોતાં જ અંતર્યામીપણે હસીને કહ્યું: “ગંગાબાઈ! તમે પેલા બ્રહ્મચારીને ઘરમાં પૂરીને આવ્યાં છો, પણ એ તો અનંત બ્રહ્માંડોના નાથ છે; કોઈના બાંધ્યા બંધાય એમ નથી! અમે તમને વચન આપેલું કે પ્રગટ પ્રભુ તમારે ઘેર આવશે—એ આ જ વર્ણી છે, જે તમારા હાથે જમ્યા અને તમને ‘માં’ કહીને બોલાવ્યા!” ગંગામાંને તત્કાળ રાધાકૃષ્ણ દેવનું વચન યાદ આવ્યું. તેઓ દોડતાં જેતલપુર પાછાં આવ્યાં. જોયું તો ઘરનું તાળું એમનું એમ અકબંધ હતું, પણ અંદરથી વર્ણી અંતર્ધ્યાન થઈ ચૂક્યા હતા! ગંગામાં વિરહમાં રડી પડ્યાં.
સમય જતાં રામાનંદ સ્વામીના અક્ષરધામ ગમન પછી ગાદીપતિ થયેલા સહજાનંદ સ્વામી જેતલપુર પધાર્યા. ગંગામાંએ તેમને જોયા અને શ્રીહરિએ ફરી તેમને ‘માં’ કહીને સંબોધ્યા, એટલે અઢાર વર્ષની તપશ્ચર્યા સફળ થઈ અને પૂર્ણ નિશ્ચય થયો. શ્રીહરિએ ગંગામાંની વિનંતીથી સંપ્રદાયનો સૌથી મોટો ઐતિહાસિક ‘જેતલપુરનો મહાયજ્ઞ’ યોજ્યો, જેમાં ગણિકા લક્ષ્મીબાઈ સહિત અનેક જીવોનો ઉદ્ધાર કર્યો.
ક્યારેક શ્રીહરિ દેવસરોવરના કાંઠે સભા ભરીને બેઠા હોય ત્યારે બપોરે ગંગામાં સભા વચ્ચે આવી તુંકારે બોલાવતાં: “સહજાનંદ! થાળ તૈયાર થઈ ગયો છે, જમવા હાલ્ય!” અને શ્રીહરિ મલકાતાં મલકાતાં સભા પડતી મૂકી ગંગામાંના ઘેર જમવા દોડી જતા. સમગ્ર સંપ્રદાયમાં ગંગામાંને સૌ ‘માં’ કહીને જ બોલાવવા લાગ્યા.
એક વખત શ્રીહરિએ જેતલપુરમાં મંદિર નિર્માણ માટે યુક્તિપૂર્વક ગંગામાંનું જૂનું મકાન પડાવ્યું. ગંગામાં પ્રેમના અધિકારથી શ્રીહરિને મીઠો ઠપકો આપતાં હતાં, ત્યારે એક બહારનો વૈરાગી વચ્ચે પડી શ્રીહરિની નિંદા કરવા લાગ્યો. ગંગામાંએ તરત જ હાથમાં ઈંટ ઉપાડીને તે વૈરાગીને પડકાર કર્યો: “અમારા મા-દીકરાના વહેવારમાં તું વચ્ચે પડતો નહીં, નહીંતર આ એક ઈંટ પડશે તો જીવતો નહીં રહે! આ સહજાનંદ તો મારા સાક્ષાત્ ઈષ્ટદેવ છે અને તું ઢોંગી વૈરાગી છે, ચાલતો થા!”
ગંગામાં સંવત ૧૮૯૮ના પોષ સુદી પૂનમના પવિત્ર દિવસે અક્ષરધામ સિધાવ્યાં. તેમણે પૂજેલી રાધાકૃષ્ણની મૂર્તિઓ આજે પણ જેતલપુર મહિલા મંદિરમાં અને શ્રીહરિ જે કોઠીમાં સંતાયેલા તે કોઠી જેતલપુર મંદિરમાં અખંડ દર્શન આપે છે.
- માળાના મણકામાંથી… 🙇🏻♂️🙏
Hindi
जेतलपुर की गंगामाँ और नीलकंठवर्णी का मातृ-वात्सल्य तथा भक्तिचरित्र
एक समय सद्गुरु रामानंद स्वामी अहमदाबाद से सोरठ जाते हुए मार्ग में जेतलपुर पधारे। स्वामी के दिव्य दर्शन पाकर गंगामाँ उनकी शरण में आईं और उन्हें गुरु रूप में स्वीकार किया। रामानंद स्वामी ने गंगामाँ की निर्मल मुमुक्षुता देखकर प्रसन्न होकर दो नियम दिए: 1. घर पर यथाशक्ति सदाव्रत चलाना, और 2. प्रतिदिन किसी अतिथि, संन्यासी या साधु को भोजन कराकर ही स्वयं भोजन करना! साथ ही स्वामी ने यह दिव्य आशीर्वाद दिया: “इस नियम का पालन करने से एक दिन साक्षात् पूर्णपुरुषोत्तम नारायण आपके द्वार भोजन करने पधारेंगे!”
गंगामाँ गुरु की आज्ञा शिरोधार्य कर अठारह वर्षों तक इस कठिन नियम का पालन करती रहीं। एक बार वर्षा ऋतु में लगातार दो दिनों तक मूसलाधार वर्षा होती रही। कोई भी साधु या अतिथि नहीं मिला, जिससे गंगामाँ को दो दिनों तक निर्जला उपवास करना पड़ा। तीसरे दिन प्रातः गाँव की पनिहारिनों ने आकर सूचना दी: “गंगामाँ! आज आपके उपवास का पारणा होगा; गाँव के सीमारेखा पर एक अलौकिक, तेजस्वी बाल-तपस्वी ब्रह्मचारी आकर विराजे हैं!”
गंगामाँ आनंदित होकर वहाँ पहुँचीं। बाल-तपस्वी नीलकंठवर्णी के दर्शन कर प्रणाम किया और प्रार्थना की, “ब्रह्मचारी जी! क्या मेरे घर भोजन आरोगने की कृपा करेंगे?” वर्णी ने स्वीकृति दी। गंगामाँ उन्हें घर ले आईं, गर्म जल से चरण पखारे और अत्यंत स्नेह से भोजन बनाकर थाल परोसा। वर्णी भोजन से पूर्व बोले: “माई! हम भोजन करते समय अपने हाथ जूठे नहीं करते!” गंगामाँ का असमंजस देखकर वर्णी ने बालसुलभ स्नेह से कहा: “आप अपने हाथों से खिलाओगी, तभी हम भोजन करेंगे!” गंगामाँ ने अपार वात्सल्यभाव से प्रभु को अपने हाथों से एक-एक ग्रास खिलाया, मुखशुद्धि कराई और तत्पश्चात स्वयं पारणा किया।
गंगामाँ ने वर्णी से सदा अपने घर रहने की प्रार्थना की। वर्णी बोले, “हम रहेंगे, परंतु आप हमें बाँध नहीं पाएँगी!” उसी समय रामानंद स्वामी के अहमदाबाद पधारने का समाचार मिला। गंगामाँ गुरुदर्शन हेतु आतुर हुईं, किंतु वर्णी चले न जाएँ इस भय से दो दिन रुकी रहीं। तीसरे दिन प्रातः जब वर्णी सोए हुए थे, तो गंगामाँ ने बाहर से घर पर भारी ताला जड़ दिया और अहमदाबाद दौड़ पड़ीं!
अहमदाबाद में रामानंद स्वामी ने गंगामाँ को देखते ही अंतर्यामी भाव से मुस्कुराकर कहा: “गंगाबाई! आप उन ब्रह्मचारी को घर में बंद करके आई हैं, किंतु वे तो समस्त ब्रह्मांडों के नियंता हैं; किसी के बाँधे नहीं बँधते! हमने आपको जो वचन दिया था कि साक्षात् प्रभु आपके घर पधारेंगे—वे यही वर्णी हैं, जिन्होंने आपके हाथों से भोजन किया और आपको ‘माँ’ कहकर पुकारा!” गंगामाँ को तत्काल राधाकृष्ण देव का वचन स्मरण हो आया। वे घबराकर जेतलपुर लौटीं। देखा तो ताला वैसा ही लगा था, किंतु भीतर से वर्णी अंतर्धान हो चुके थे! गंगामाँ विरह में रोने लगीं।
रामानंद स्वामी के अक्षरधाम गमन के पश्चात जब सहजानंद स्वामी ने धर्मधुरा संभाली और जेतलपुर पधारे, तब गंगामाँ के सम्मुख आते ही प्रभु ने पुनः उन्हें ‘माँ’ कहकर पुकारा। गंगामाँ की अठारह वर्षों की साधना सफल हो गई। गंगामाँ की प्रार्थना पर ही श्रीहरि ने संप्रदाय का सबसे विशाल ऐतिहासिक ‘जेतलपुर महायज्ञ’ आयोजित किया, जिसमें गणिका लक्ष्मीबाई सहित अनेक जीवों का उद्धार किया।
कभी-कभी जब श्रीहरि देवसरोवर के तट पर विशाल सभा को संबोधित कर रहे होते, तो दोपहर के समय गंगामाँ सभा के मध्य आकर अपने सहज मातृभाव से पुकारतीं: “सहजानंद! थाल तैयार हो गया है, भोजन करने चलो!” और श्रीहरि मुस्कुराते हुए सभा स्थगित कर गंगामाँ के घर भोजन आरोगने चल पड़ते। पूरे संप्रदाय में गंगामाँ को सभी ‘माँ’ कहकर ही पुकारने लगे।
एक बार श्रीहरि ने जेतलपुर में भव्य मंदिर निर्माण हेतु गंगामाँ का पुराना मकान गिरवा दिया। गंगामाँ वात्सल्य के अधिकार से श्रीहरि को उलाहना दे रही थीं, तभी एक बाहरी बैरागी बीच में आकर श्रीहरि की निंदा करने लगा। गंगामाँ ने तुरंत हाथ में ईंट उठाकर उस बैरागी को ललकारा: “हमारे माँ-बेटे के बीच में तू बोलने वाला कौन होता है? यह ईंट पड़ेगी तो प्राण गँवा बैठेगा! यह सहजानंद तो मेरे साक्षात् इष्टदेव हैं और तू धूर्त बैरागी है, यहाँ से भाग जा!”
गंगामाँ संवत 1898 की पौष शुक्ल पूर्णिमा के पावन दिन अक्षरधाम सिधारीं। उनके द्वारा पूजित राधाकृष्ण की मूर्तियाँ आज भी जेतलपुर महिला मंदिर में तथा श्रीहरि जिस कोठी में छिपे थे, वह कोठी जेतलपुर मंदिर में दर्शन देती है।
- माळाना मणका से… 🙇🏻♂️🙏
English
Ganga Ma of Jetalpur: Maternal Love for Nilkanth Varni and Unflinching Devotion
Once, while traveling from Ahmedabad to Sorath, Sadguru Ramanand Swami arrived in Jetalpur. Beholding Swami’s divinity, Ganga Ma sought refuge at his feet and was initiated as his disciple. Observing her earnest spiritual longing, Ramanand Swami bestowed two sacred vows upon her: 1. To run an open almshouse (sadavrat) according to her means, and 2. Never to partake of food without first feeding a holy monk, ascetic, or hungry guest! Swami blessed her: “If you adhere strictly to these vows, one day Purna Purushottam Narayan Himself shall arrive at your home to partake of food!”
For eighteen long years, Ganga Ma observed this severe regimen with unbroken faithfulness. Once, during the monsoon, torrential rains poured continuously for two days. No sadhu or wandering traveler passed through town, forcing Ganga Ma to fast completely for two consecutive days. On the morning of the third day, village water-bearers arrived excitedly at her door: “Ganga Ma! You can break your fast today; a wondrous, radiant young celibate ascetic (Bal-Brahmachari) is seated at the village outskirts!”
Overjoyed, Ganga Ma hurried to the outskirts. Beholding the youthful Nilkanth Varni, she bowed reverently and pleaded, “O Brahmachariji, will You kindly grace my humble home for a meal?” Varni agreed. Bringing Him home, she washed His holy feet with warm water, freshly prepared delicious food, and served it on a low pedestal. Before eating, Nilkanth Varni said playfully: “Mai! Hum bhojan lete apne hath jhoothe nahi karte!” (Mother! While taking food, We do not soil our own hands!). Seeing her confusion, Varni smiled affectionately: “Aap apne hatho se khilaoge to hi khayenge!” (Only if you feed Us with your own hands will We eat!). Filled with boundless maternal love, Ganga Ma lovingly fed the young Lord morsel by morsel, rinsed His mouth, and only then broke her own fast.
Ganga Ma implored Varni to remain permanently at her home. Varni answered mysteriously, “We shall stay, yet you will never be able to confine Us!” Just then, news arrived that Sadguru Ramanand Swami had arrived in Ahmedabad. Yearning to see her Guru, yet afraid that Varni might depart, Ganga Ma delayed her journey for two days. On the third morning, while Varni was resting, she locked the front door securely from the outside with a heavy padlock and rushed to Ahmedabad.
The moment Ramanand Swami saw Ganga Ma, he smiled knowingly and said: “Ganga Bai! You locked that Brahmachari inside your home, but He is the Sovereign Lord of countless cosmoses; He cannot be confined by anyone! The promise we made—that God manifest would visit your home—has been fulfilled; it was none other than Varni, who ate from your hands and called you ‘Mother’!” Instantly recalling the promise of Radha-Krishna, Ganga Ma rushed back to Jetalpur. She found the heavy padlock untouched on the door, yet inside, Nilkanth Varni had vanished! She wept copiously in pangs of divine separation.
Years later, after Ramanand Swami passed away and Sahjanand Swami took the spiritual helm, Shreehari arrived in Jetalpur. The moment He saw Ganga Ma, He addressed her tenderly as ‘Mother’. Her eighteen years of devotion were fully validated, and all doubts dissolved into unwavering conviction. At Ganga Ma’s request, Shreehari organized the legendary ‘Grand Yajna of Jetalpur’—the greatest scriptural sacrifice of the era—elevating thousands of souls, including the courtesan Lakshmibai.
Whenever Shreehari conducted spiritual assemblies on the banks of Dev Sarovar, Ganga Ma would arrive in the middle of the assembly at noon and call out with informal maternal affection: “Sahjanand! The thal is ready, come eat right now!” Smiling radiantly, Shreehari would suspend the assembly and walk merrily to her home to enjoy her cooking. Because Maharaj consistently called her ‘Mother’, the entire Satsang fellowship to this day remembers her as ‘Ganga Ma’.
Once, to build a grand temple in Jetalpur, Shreehari tactfully had Ganga Ma’s old ancestral house demolished. As Ganga Ma affectionately chided Maharaj with maternal prerogative, an outside wandering ascetic (vairagi) intervened and began insulting Shreehari. Ganga Ma instantly seized a brick and confronted the ascetic furiously: “Who are you to meddle in the private affairs of mother and son? If this brick strikes your head, you will lose your life! Sahjanand is my supreme Ishtadev, while you are merely an insolent wanderer—get out of here!”
Ganga Ma departed for Akshardham on the sacred day of Posh Sudi Purnima in Samvat 1898. The divine murtis of Radha-Krishna she lovingly worshipped are still preserved for darshan in the Jetalpur Women’s Temple, and the grain-bin (kothi) wherein Shreehari playfully hid remains a cherished sanctum in Jetalpur.
- From Malana Manka… 🙇🏻♂️🙏