એકવખત સત્સંગ વિચરણ કરતા સદગુરુ ગુરુચરણરતાનંદ સ્વામી અને ગોવિંદાનંદ સ્વામી માળીયા હાટીના પધાર્યા. ગામ બહાર એક મારવાડીની વાડીમાં ઉતારો કર્યો.

Gujarati

માળીયા હાટીનાના નાનજી જીવા અને અમરશી મેઘાણીના સંકલ્પ પૂરા કરતા શ્રીહરિ

એકવખત સત્સંગ વિચરણ કરતા કરતા સદગુરુ ગુરુચરણરતાનંદ સ્વામી અને ગોવિંદાનંદ સ્વામી માળીયા હાટીના ગામે પધાર્યા. ગામ બહાર એક મારવાડીની વાડી હતી ત્યાં સંતોએ ઉતારો કર્યો. ગામમાંથી રત્નાભાઈ, ગોવિંદભાઈ અને ભાણાભાઈ વગેરે પટેલ ભક્તો સત્સંગનો લાભ લેવા આવતા અને સંતોને સીધું-સામાન આપી જતા.

બે-ચાર દિવસ વીત્યા પછી ગુરુચરણરતાનંદ સ્વામીએ રત્ના પટેલને કહ્યું, “ગામમાંથી બીજા કોઈ મુમુક્ષુ મનુષ્યો આવે તો આપણે તેમને પણ સાચા ભગવાન ઓળખાવીએ!” રત્ના પટેલ બોલ્યા, “સ્વામી! ગામમાં નાનજી જીવા શેઠની મોટી વેપારી પેઢી છે. જો એ શેઠિયાઓ સત્સંગી થાય તો આખા પંથકમાં સત્સંગનો મોટો ફેલાવો થાય!” સ્વામીએ કહ્યું, “તો બોલાવી લાવો, આપણે તેમને પણ ભગવાન ઓળખાવીએ!”

રત્ના પટેલ તરત જ નાનજી જીવા શેઠની દુકાને ગયા અને કહ્યું કે સંતો આપને યાદ કરે છે, દર્શને પધારો. નાનજી જીવા પોતે ભક્તિભાવવાળા હતા પણ બોલ્યા, “બાજુના ગામના પ્રતિષ્ઠિત અમરશી મેઘાણી પણ સાથે આવે તો હું આવું.” રત્ના પટેલે અમરશીભાઈને પણ બોલાવી લીધા. બંને શેઠિયાઓએ સંતો પાસે બેસી કથાવાર્તા સાંભળી અને પ્રભાવિત થઈને કંઠી ધારણ કરી. કંઠી બાંધ્યા પછી બંનેએ કહ્યું, “સ્વામી! અમારે પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવાં છે.” સ્વામી બોલ્યા, “અમે કાલે સવારે ગઢપુર જવાના છીએ; જો તમે સાથે આવો તો તમને સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ નારાયણનાં દર્શન કરાવીએ!” બંને શેઠિયાઓએ તે સમયે સંતો સાથે જવાનું ટાળ્યું અને અનુકૂળતાએ દર્શને આવીશું તેમ જણાવ્યું.

થોડા દિવસો પછી નાનજી જીવા અને અમરશી મેઘાણી પાટણના માનસંગ ભટ્ટ સાથે ગઢપુર જવા નીકળ્યા. ગઢપુર પહોંચતાં ખબર પડી કે શ્રીજીમહારાજ તો હાલ કારિયાણીમાં બિરાજે છે. તેથી ત્રણેય જણા કારિયાણી તરફ આગળ વધ્યા.

નાનજી જીવા અને અમરશી મેઘાણી વ્યવહારમાં અત્યંત હોશિયાર અને ચતુર વેપારીઓ હતા. માર્ગમાં માનસંગ ભટ્ટ થોડા આગળ-પાછળ થયા એટલે બંનેએ પરસ્પર મનોમન નક્કી કર્યું: “જો સ્વામિનારાયણ સાક્ષાત્ ભગવાન હોય, તો આપણા મનના ગુપ્ત સંકલ્પોને સાચા કરી બતાવે!” બંનેએ ભેગા મળીને નોખા નોખા સંકલ્પ કર્યા: ૧. શ્રીહરિ ઉત્તરાદા મુખારવિંદે ઢોલિયા પર બિરાજ્યા હોય. ૨. તેમના ચરણકમળ પાસે આપણા દીક્ષાગુરુ ગુરુચરણરતાનંદ સ્વામી બેઠા હોય. ૩. શ્રીહરિ આપણને બંનેને નામ દઈને બોલાવે અને સભામાં આદરપૂર્વક બેસાડે. ૪. શ્રીહરિ પોતાના મસ્તક પરથી પાઘ ઉતારીને આપણને દર્શન કરાવે અને એ પ્રસાદીની પાઘ ગુરુચરણરતાનંદ સ્વામીને અર્પણ કરે!

ત્રણેય યાત્રાળુઓ કારિયાણીમાં વસ્તા ખાચરના દરબારગઢમાં પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય વચ્ચે શ્રીહરિ ઉત્તરાદા મુખારવિંદે ઢોલિયા પર જ બિરાજ્યા હતા! અંતર્યામી શ્રીહરિએ તો તેમના મનના સંકલ્પ જાણીને અગાઉથી જ ગુરુચરણરતાનંદ સ્વામીને પોતાના ચરણોની લગોલગ બેસાડી રાખ્યા હતા! જેવા આ બંને શેઠિયાઓએ સભામાં પ્રવેશ કર્યો, કે તુરંત શ્રીહરિએ તેમને મોટેથી નામ લઈને બોલાવ્યા: “આવો નાનજી શેઠ! આવો અમરશી શેઠ!” અને સભામાં સૌને તેમની ઓળખાણ કરાવી માનપાન સાથે પોતાની સન્મુખ બેસાડ્યા.

થોડીવાર પછી શ્રીહરિએ નાનજી જીવા શેઠને નજીક બોલાવ્યા અને પોતાના મસ્તક પરથી પાઘડી ઉતારી હાથમાં લેતાં બોલ્યા: “શેઠજી! જુઓ તો ખરા, અમારી આ પાઘમાં પેચ, આંટી, બાંધણી અને છોગું બરાબર શોભે છે ને?” એમ કહી બંનેને પાઘડી હાથમાં આપી દર્શન કરાવ્યાં, અને એ પવિત્ર પ્રસાદીની પાઘ ગુરુચરણરતાનંદ સ્વામીને અર્પણ કરી દીધી!

પોતાના એકેએક સંકલ્પ અક્ષરશઃ પૂરા થયેલા જોઈ બંને શેઠિયાઓની આંખો ભરાઈ આવી. તેમને પાકો નિશ્ચય થઈ ગયો કે સહજાનંદ સ્વામી સાક્ષાત્ અંતર્યામી પરબ્રહ્મ છે! બંને પ્રેમાશ્રુ સાથે શ્રીહરિના ચરણોમાં સાષ્ટાંગ ઢળી પડ્યા. બરાબર એ જ સમયે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ હાથમાં કરતાલ લઈ મધુર કંઠે કીર્તન ઉપાડ્યું:

પાઘડલી પેચાળી બાંધી છે રૂપાળી, રે લટકાળા મોતીડાવાળા છોજી રાજ..!
કાના ગિરધારી મૂર્તિ તારી, રે મનમાની છેલગુમાની છોજી રાજ..!
  • માળાના મણકામાંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

माळिया हाटीना के नानजी जीवा और अमरशी मेघाणी के संकल्प पूरे करते श्रीहरि

एक बार सत्संग विचरण करते हुए सद्गुरु गुरुचरणरतानंद स्वामी और गोविंदानंद स्वामी माळिया हाटीना गाँव पधारे। गाँव के बाहर एक मारवाड़ी की बाड़ी में संतों ने डेरा डाला। गाँव से रत्ना पटेल, गोविंद पटेल और भाणा पटेल आदि श्रद्धालु भक्त संतों के सत्संग का लाभ लेने आते और अन्न-सामग्री आदि सेवा में समर्पित करते।

दो-चार दिन बीतने पर गुरुचरणरतानंद स्वामी ने रत्ना पटेल से कहा, “गाँव से यदि अन्य मुमुक्षु जन आएँ, तो हम उन्हें भी सच्चे भगवान की पहचान कराएँ!” रत्ना पटेल बोले, “स्वामी! गाँव में नानजी जीवा सेठ की बहुत बड़ी व्यापारिक पेढ़ी है। यदि वे सेठ सत्संगी बन जाएँ, तो पूरे क्षेत्र में सत्संग का विस्तार हो जाएगा!” स्वामी ने कहा, “तो उन्हें बुला लाओ, हम उन्हें भी भगवान का साक्षात्कार कराएँगे!”

रत्ना पटेल तुरंत नानजी जीवा सेठ की दुकान पर गए और कहा कि संत आपको याद कर रहे हैं, दर्शन के लिए पधारें। नानजी जीवा स्वयं धर्मप्रिय थे किंतु उन्होंने शर्त रखी, “पड़ोस के गाँव के प्रतिष्ठित अमरशी मेघाणी भी यदि साथ चलें, तो मैं आऊँगा।” रत्ना पटेल ने अमरशी भाई को भी बुला लिया। दोनों सेठों ने संतों के समीप बैठकर आत्मज्ञान की कथा सुनी और अत्यंत प्रभावित होकर कंठी धारण की। कंठी बाँधने के पश्चात दोनों ने कहा, “स्वामी! हमें साक्षात् भगवान के दर्शन करने हैं।” स्वामी बोले, “हम कल प्रातः गढ़पुर जा रहे हैं; यदि आप साथ चलें, तो आपको साक्षात् पूर्णपुरुषोत्तम नारायण के दर्शन करा देंगे!” दोनों सेठों ने उस समय संतों के साथ जाना टाल दिया और कहा कि अपनी सुविधा अनुसार दर्शन हेतु आएँगे।

कुछ दिनों पश्चात नानजी जीवा और अमरशी मेघाणी पाटण के मानसंग भट्ट के साथ गढ़पुर दर्शन हेतु निकले। गढ़पुर पहुँचने पर ज्ञात हुआ कि श्रीजी महाराज इस समय कारियाणी में विराजमान हैं। अतः तीनों कारियाणी की ओर चल पड़े।

नानजी जीवा और अमरशी मेघाणी व्यावहारिक रूप से अत्यंत चतुर और अनुभवी व्यापारी थे। मार्ग में जब मानसंग भट्ट थोड़े आगे-पीछे हुए, तो दोनों ने आपस में मन ही मन विचार किया: “यदि स्वामीनारायण सचमुच साक्षात् परमात्मा हैं, तो हमारे मन के गुप्त संकल्पों को सत्य सिद्ध करके दिखाएँ!” दोनों ने मिलकर गुप्त रूप से यह संकल्प किए:

  1. श्रीहरि उत्तराभिमुख (उत्तर की ओर मुख किए) पलंग पर विराजमान हों।
  2. उनके श्रीचरणों के पास हमारे दीक्षा-गुरु गुरुचरणरतानंद स्वामी बैठे हों।
  3. श्रीहरि हम दोनों को नाम लेकर पुकारें और सभा में सम्मानपूर्वक बैठाएँ।
  4. श्रीहरि अपने मस्तक से पाग (पगड़ी) उतारकर हमें दर्शन कराएँ और वह प्रसादी की पाग गुरुचरणरतानंद स्वामी को अर्पित करें!

तीनों यात्री कारियाणी में वस्ता खाचर के दरबारगढ़ पहुँचे। वहाँ जाकर देखा तो उनका आश्चर्य का ठिकाना न रहा—श्रीहरि उत्तराभिमुख पलंग पर ही विराजमान थे! अंतर्यामी प्रभु ने उनके संकल्प को पूर्व से ही जानकर गुरुचरणरतानंद स्वामी को अपने चरणों के समीप ही बैठा रखा था! जैसे ही दोनों सेठों ने सभा में प्रवेश किया, श्रीहरि ने उन्हें नाम लेकर पुकारा: “आइए नानजी सेठ! आइए अमरशी सेठ!” और सभा में सबको उनका परिचय कराकर आदरसहित अपने सम्मुख बैठाया।

थोड़ी देर बाद श्रीहरि ने नानजी जीवा सेठ को अपने पास बुलाया और अपने मस्तक से पगड़ी उतारकर हाथों में लेते हुए कहा: “सेठजी! तनिक देखिए तो सही, हमारी इस पाग में पेच, घुमाव और तुर्रा ठीक प्रकार से बंधा है न?” प्रभु ने दोनों को पाग हाथों में देकर दर्शन कराए, और वह पावन प्रसादी की पाग गुरुचरणरतानंद स्वामी को भेंट कर दी!

अपने एक-एक संकल्प को इस प्रकार अक्षरशः पूर्ण होते देखकर दोनों सेठों की आँखें प्रेमाश्रुओं से भर आईं। उन्हें पूर्ण निश्चय हो गया कि सहजानंद स्वामी ही साक्षात् अंतर्यामी परब्रह्म हैं! दोनों भावविभोर होकर श्रीहरि के चरणों में दंडवत गिर पड़े। ठीक उसी समय सद्गुरु ब्रह्मानंद स्वामी ने हाथ में करताल लेकर मधुर स्वर में कीर्तन छेड़ दिया:

પાઘડલી પેચાળી બાંધી છે રૂપાળી, રે લટકાળા મોતીડાવાળા છોજી રાજ..!
કાના ગિરધારી મૂર્તિ તારી, રે મનમાની છેલગુમાની છોજી રાજ..!
  • माळाना मणका से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Nanji Jiva and Amarshi Meghani of Maliya Hatina: Shrihari Fulfilling Silent Prayers

Once, while touring the villages for spiritual propagation, Sadguru Gurucharanratanand Swami and Govindanand Swami arrived in Maliya Hatina. They lodged in an orchard belonging to a Marwadi merchant on the outskirts of the village. Local farmer devotees including Ratna Patel, Govindbhai, and Bhanabhai regularly attended their discourses and provided grain and provisions.

After a few days, Gurucharanratanand Swami remarked to Ratna Patel, “If other sincere seekers from the village visit, we can introduce them to the manifest supreme God!” Ratna Patel suggested, “Swami! Nanji Jiva Sheth owns a prominent business firm in town. If he and his associates embrace Satsang, the fellowship will take deep roots across this entire territory!” Swami encouraged, “Go bring him, and we shall guide him to the Supreme Lord.”

Ratna Patel promptly visited Sheth Nanji Jiva’s establishment, conveying Swami’s affectionate invitation. Nanji Jiva, spiritually inclined yet cautious, stipulated: “If Amarshi Meghani, the respected merchant from the neighbouring village, accompanies us, I shall gladly come.” Ratna Patel fetched Amarshi Meghani, and both merchants sat before the sants. Enchanted by the profound spiritual teachings, both accepted the holy kanthi. They then expressed their deepest desire: “Swami, we yearn to behold the manifest Lord with our own eyes.” Swami replied, “We depart for Gadhpur tomorrow morning; if you come along, we will introduce you directly to Purna Purushottam Bhagwan!” The two merchants demurred from traveling immediately with the sants, promising to make the pilgrimage when convenient.

A few days later, Nanji Jiva and Amarshi Meghani set out for Gadhpur alongside Mansang Bhatt of Patan. Upon arriving in Gadhada, they learned that Shreeji Maharaj was currently camping in Kariyani, so they hurried toward Kariyani.

Nanji Jiva and Amarshi Meghani were shrewd, worldly-wise merchants. As Mansang Bhatt lagged slightly behind on the trail, the two whispered to each other: “If Swaminarayan is truly God omniscient, let Him fulfill the silent desires of our hearts without a single spoken word!” Together, they formulated four precise, secret tests:

  1. Shreehari must be seated on a cot facing northward.
  2. Our diksha-guru, Gurucharanratanand Swami, must be seated right beside His lotus feet.
  3. Shreehari must summon both of us by our exact names and seat us with honor in the assembly.
  4. Shreehari must take off His royal turban (pagh), show its folds to us, and present that sanctified turban to Gurucharanratanand Swami!

The travelers entered Vasta Khachar’s royal courtyard in Kariyani. To their sheer amazement, every scene matched their imagination: Shreehari sat upon a cot facing northward! The omniscient Lord, knowing their thoughts long before their arrival, had already called Gurucharanratanand Swami to sit at His lotus feet! The moment the two merchants stepped into the assembly, Shreehari called out warmly: “Welcome, Nanji Sheth! Welcome, Amarshi Sheth!” Introducing them to the entire assembly, Maharaj seated them honourably right in front of Him.

Shortly thereafter, Shreehari beckoned Nanji Jiva Sheth close, took off His exquisite turban, and handed it toward them, remarking playfully: “Shethji, look closely at this turban—are its pleats, twists, styling, and tassels properly arranged?” Showing them the sacred turban up close, Shreehari then handed the sanctified turban directly to Gurucharanratanand Swami as a gift of divine grace!

Seeing every single condition fulfilled to the minutest detail, tears of profound realization streamed down the merchants’ cheeks. Every lingering doubt vanished in an instant, replaced by resolute faith that Sahjanand Swami is indeed the omniscient Supreme Being! Falling prostrate at His lotus feet, they surrendered their hearts entirely. At that very moment, Sadguru Brahmanand Swami picked up his cymbals and sang out the immortal kirtan:

પાઘડલી પેચાળી બાંધી છે રૂપાળી, રે લટકાળા મોતીડાવાળા છોજી રાજ..!
કાના ગિરધારી મૂર્તિ તારી, રે મનમાની છેલગુમાની છોજી રાજ..!
  • From Malana Manka… 🙇🏻‍♂️🙏