ગામ બગસરા મા સથવારા પરિવારમાં મોટા સંતોના યોગે સત્સંગ થયેલો. વેલાભાઇ સથવારા એકવાર વહેલી સવારે પોતાની વાડીએ નહાવા જાતા હતા.

Gujarati

બગસરાના વેલાભાઇ અને કલાભાઇ સથવારા

ગામ બગસરા મા સથવારા પરિવારમાં મોટા સંતોના યોગે સત્સંગ થયેલો. વેલાભાઇ સથવારા એકવાર વહેલી સવારે પોતાના ઘર પાહેની પોતાની વાડીએ નહાવા જાતા હતા. વહેલી સવાર હોવાથી હજુ પુરુ અજવાળું થયું નહોતુ ને અંધારામાં ધોરિયામાં પગ મુક્તા જ એમનો પગ નીચે સર્પ દબાયો તે પગે કરડ્યો. એજ વખતે વેલાભાઇ સથવારાને પોતાના ગુરુ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના શબ્દો યાદ આવ્યા કે સ્વામિનારાયણ મહામંત્રથી તો કાળાનાગનુ ઝેર ઉતરી જાય ને વિષય ઉડી જાય, માટે હાલતા ચાલતા ઉઠતા બેહતા સ્વામિનારાયણ… સ્વામિનારાયણ… ઉચ્ચારણ કરવું. વેલાભગત તો ત્યાજ વાડીએ જ બેહીને ભજન કરવા મંડયા. નામસ્મરણ ના પૃતાપે સર્પદંશનુ ઝેર ચડ્યું જ નહી ને પોતે રોંઢો ઢળતા પોતાના ઘરબાજુ હાલ્યા. પોતે સાંજ ઢળતા છેક ઘરે આવ્યા જાણીને ઘરના મનુષ્યે પુછયુ કે કેમ આટલા બધા મોડા આવ્યા ? ભગતે પોતાના પગે સર્પદંશ થયો બતાવીને વિગતે વાત કરીને મહામંત્રનો મહિમા સૌને સમજાવ્યો.

બગસરાના કલાભાઇ સથવારા પણ એવા જ દ્રઢ નિશ્ચયવાળા સત્સંગી હતા. એકવખત ચોમાસું પુરુ થતા ઢોરઢાંખરને નિરણ સારુ ખડ વાઢીને લાવવા સારુ ગીરના સરસઇ ગામે પોતાના ગામના બીજા ગાડાખેડુ હારે પોતે પણ ગાડું જોડીને ગયા. સવાર પડતા સૌ સરસઇ ગામ નજીક પહોંચ્યા તે શેત્રુજી નદીના પટમાં ગાડા છોડીને સૌ શીરામણ કરવા રોકાયા. કલાભગત ત્યાં નદીએ નહાયા ને રેતીમાં પુજા કરવા બેઠા. પુજાને અંતે ઠાકોરજી ને નૈવૈધ ધરવા સારુ ડાબલી ખોલી પણ પ્રસાદીની સાકર પુરી થઇ ગઇ હતી, તે પોતે ઠાકોરજીને પાછા પધરાવી ને પુજા સંકેલી ને આવ્યા. બધા ટીમણ કરવા બેઠા પણ કલાભગત બેઠા નહી એટલે બધાએ પુછયુ ત્યારે ભગત કહે કે ઠાકોરજીને નૈવૈધ ધરાવ્યા વગર મારાથી જમાશે નહી..! બધાએ ખુબ આગૃહ કર્યો પણ પોતે જમ્યા નહી. હારે ગાડાખેડુ હતા એ કહેકે કલાભગત આપડે તો ત્રણ દિવસે ઘરે પોગીશુ ત્યાં લગણ ભૂખ્યા તરસ્યા ન રહેવાય તમે જમી લયો…! પણ નિષ્ઠાવાન ભગત માન્યા જ નહી. એમને તો મનમા બસ એક જ રટણા હતી કે મારા ઠાકોરજીને નૈવેદ્ય ધરાવાયુ નહી..! એમ મનમાં સંકલ્પ કરતા સૌ પાછળ પોતાનું ગાડું ચલાવતા જાતા હતા, ત્યાં એમણે કેડાના કાંઠે સાકર ના ગાંગડાની હારો જોઇ..! ભગતને અચરજ થયું તે એક કણી ચાખી ને ખરાઇ કરી..! મનમા વિચાર કરે કે આહી વગડામાં તો સાકર ક્યાંથી હોય… રખે કોઇ પોઠયુ વાળાની ફાટ્ય માથી સાકર ઢોળાય ગય હશે, તયાતો આખી મોટી ધાર એવી જ દેખી. પોતે તો શ્રીહરિ વારે આવ્યા જાણીને રાજી રાજી થઇ ગયાને પોતાની પુજાની ડાબલી ભરી લીધી ને બીજા સારુ એક લૂગડાંમાં પોટલી પણ બાંધી લીધી. પોતે સાદ કરીને આગળ જાતા ગાડા રોકીને ખેડુઓને ભેગા કર્યા ને ઠાકોરજીને સાકર ધરાવીને બધાને વહેંચી..! બધાને મોં મીઠા કરાવ્યા એટલે બધાયે પુછયુ કે તમે સાકર નોતી ને આટલી બધી ક્યાંથી લાવ્યા એટલે કલાભગતે વિગતે વાત્ય કરી, સૌ થોડા પાછા હાલીને એજ જગ્યાએ ખરાઇ કરવા ગયા પણ ત્યાં એ જગ્યાએ કશુંય દેખાયું નહી. ત્યાતો પત્થરા સીવાય કાય હતું જ નહી, સૌને ઘણું આશ્ચર્ય થયું.

પોતાને ગામ બગસરા આવીને મંદિરે બધાને વાત કરીને સૌએ દરરોજ ઠાકોરજીને નૈવેદ્ય ધરાવીને જમવાના નિયમ લીધા.

  • શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી..

🙇🏻‍♂️🙏