શ્રીહરિ કારીયાણી બીરાજતા હતા. એકદિવસ થોડેક દિવસ ચઢયે પોતાને ઉતારેથી વસ્તાખાચર ને મળવા દરબારગઢ તરફ જતા હતા.

Gujarati

કારીયાણીના ડોશી અને શ્રીજી મહારાજનો રાજીપો

શ્રીહરિ કારીયાણી બીરાજતા હતા. એકદિવસ થોડેક દિવસ ચઢયે પોતાને ઉતારેથી વસ્તાખાચર ને મળવા દરબારગઢ તરફ જતા હતા. રસ્તામા દરબારગઢની ડેલી પાહે એક કણબીના ડોશીમાં ખાટલે બેઠા બેઠા પોતાના પોતરાને ખોળામાં બેહારીને રમાડતા હતા. જેવા શ્રીહરિ બાજુમા થી ચટકંતી ચાલે પસાર થયા ત્યાં ચાખડીનો અવાજ જાણી ને ખોળામાં બેઠેલો નાનો એવો છોકરો ચમક્યો ને શ્રીહરિના પોતાને દર્શન થતા જ પોતાની કાલીઘેલી ભાષામાં ‘સ્વામિનારાયણ…. સ્વામિનારાયણ..’ એમ બે વખત બોલ્યો, આ સાંભળીને એ ઘરડી ડોશી રાજી થઇને બોલ્યા કે મારા વાલા… તુ સ્વામિનારાયણ ભણ્યો..! તારા ઉપર હુ વારી જાઉં..! એમ કહીને નાના એવા પોતાના દિકરાના દિકરાને ઓવારણા લીધા.

શ્રીહરિએ રસ્તે ચાલતા થકા આ ડોશીને ખાટલે બેઠા થકા આમ બોલીને છોકરા ઓવારણા લેતી જોઇને મંદ મંદ હસ્યા. હજુ તો શ્રીહરિ થોડા જ આગળ વધ્યા ત્યાં રસ્તા મા વસ્તાખાચર સામા મળ્યા એટલે એમણે પૃભુને પૃણામ કર્યા. શ્રીહરિને રસ્તે ચાલતા મંદ મંદ હસતા જોઇને વસ્તાખાચરે શ્રીહરિએ પુછયુ કે હે મહારાજ..! કેમ મલકાવો છો? ત્યારે શ્રીહરિ બોલ્યા કે આ ડોશી નુ કલ્યાણ તો મુકતાનંદ સ્વામી જેવુ જ કરવું પડશે..! એને અમારા નામનો કેટલો મહીમાં છે, પોતાને પોતરાને અમારા નામ ને બોલતો જોઇને રાજી થઇને ઓવારણા લીધા..! અમને એણે ઓળખ્યા તો અમે એને અક્ષરધામ લઇ જાશુ. આ તમારું ગામ કારીયાણી ને તમારો આ દરબારગઢ પણ અક્ષરધામ તુલ્ય છે.

  • ભગવાનશ્રી સ્વામિનારાયણ માથી….

🙇🏻‍♂️🙏