ગઢપુરમાં શ્રીહરિ સમાના ઘણા એકાંતિક ભક્તો હતા, એમાના ભાવસાર પરિવારના રામજીભકત ખુબ શ્રીહરિના વિશે ઇષ્ટભાવે હેત ધરાવતા હતા.

Gujarati

ગઢપુરના રામજી ભાવસાર અને શ્રીજી મહારાજની સેવોનો થાળ

ગઢપુરમાં શ્રીહરિ સમાના ઘણા એકાંતિક ભક્તો હતા, એમાના ભાવસાર પરિવારના રામજીભકત ખુબ શ્રીહરિના વિશે ઇષ્ટભાવે હેત ધરાવતા હતા. તે ભાવસાર કુટુંબના ખુબજ સાધારણ વહેવારિક સ્થિતિએ હતા પણ અંતરથી અસાધારણ હેત ધરાવતા પ્રેમી ભક્ત હતા. ગઢપુરમાં દરબારગઢ-લક્ષ્મીવાડીએ વિવિધ ભવ્ય ઉત્સવો થાય ને સૌ ભક્તો શ્રીજીમહારાજ અને સંતોને વિવિધ રસોઈઓ આપીને જમાડે, સૌ દેશોદેશના ભક્તો આવીને મહારાજની મોંઘા વસ્ત્ર, આભૂષણ, ઘરેણા, ચંદન-પુષ્પાદિકે કરીને પૂજા કરે, આ જોઈને સાધારણ આર્થિક પરીસથીતી વાળા રામજીભગત મનમાં ખુબ ખેદ પામે અને અફસોસ કરે કે આવા મારા ભાગ્ય ક્યાંથી હોય કે હું મારે ઘેર શ્રીજીમહારાજ અને સૌ સંતોને જમાડું ? આમ સતત મનમા ચિંતવ્યા કરે અને અફસોસ કર્યા કરે કે હે પૃભુ આવો મોકો આ મનખા ને આયખુ પુરુ થયા પેલા જરુર દેજે…! ઘટ-ઘટના સુજાણ અંતર્યામી અને ગરીબ નિવાજ શ્રીજીમહારાજથી આ કેમ અજાણ્યું હોય ? એક વાર ગઢડામાં દાદાખાચરના દરબારમાં વસંતપંચમીનો સમૈયો હતો, દેશ દેશના ભક્તો આવેલા, વિવિધ વાજિંત્રો વગાડીને ભક્તો શ્રીજીમહારાજની આગળ શ્રીહરિના સ્વરૂપના અને માહાત્મ્યના વસંતના પદો ગાતા હતા, પછી ઘણા વખત સુધી ભવ્ય રંગોત્સવ થયો, રોંઢો થતા પછી શ્રીજીમહારાજને સૌ ભક્તો વાજતે ગાજતે ઘેલામાં સ્નાન કરવા પધાર્યા, ભવ્ય જળક્રીડાઓ કરતા સૌએ મહારાજ સાથે સ્નાન કર્યું. ઘેલામા જળકૃીડા કરીને કોરા વસ્ત્રો પહેરીને શ્રીહરિ હાથમાં રૂમાલ ને ફૂમકાવાળી સોટી ફેરવતા સૌ સાથે ભાવસાર ફળીયામાં પધાર્યા. રામજીભગત તો એકાએક શ્રીહરિ સંતો સાથે પધાર્યા જાણીને અચંબો પામી ગયા ને સામે દોટ દીધી ને શ્રીહરિને પોતાના ઘરે ઓસરીમાં ઢોલીયો ઢાળીને પટારામાંથી નવા રજાઇ-તકીયા વગેરે કાઢીને પાથરીને બીરાજમાન કર્યા, સંતો ભક્તો ને પોતાની ઓસરી ફળીયામા બેસવાની યોગ્ય વ્યવસ્થા કરી. આજ તો અનંતભૂવન ના નાથ ઘરે વણતેડયા પધાર્યા જાણીને પોતાને હૈયામાં હરખ માતો નથી. શ્રીહરિને કપાળમા કુમકુમ નો ચાંદલો કર્યો ને ચોખલે વધાવ્યા. અંતર્યામી શ્રીહરિ બોલ્યા કે રામજીભગત, તમે અફસોસ કરતા હતા ને કે મારા એવા ભાગ્ય ક્યાંથી હોય કે આ સંતો-ભક્તો અને મહારાજને હું ક્યારે મારે ઘરે જમાડું ? તે આજ અમે તમારો સંકલ્પ પુરો કરવા આવ્યા છઇ. શ્રીજીમહારાજે રામજીભાઈને પૂછ્યું કે ઘરમાં હાલ જમવાનું શું છે ? બવ ભૂખ લાગી છે..! ભગતે ઘરમાં જોયું તો ઘઉંની હાથેથી બનાવેલ તાજી સેવોનો મોટો ડબરો ભરેલો હતો ! પોતાની ગોરી ગાયના થીણા ઘીનું કુડલું હતું ને તાજા ગોળનું ભીલું હતું ! શ્રીજીમહારાજે એ જાણીને મુળજી બ્રહ્મચારીને તેનો થાળ બનાવવા કહ્યું, એટલે તરત મુળજીબ્રહ્મચારીએ સેવો બાફી ને ગોળ ભેળવ્યો, ઉપર ઘી નાખ્યું. તેનો થાળ તૈયાર થયો એટલે શ્રીજીમહારાજ બાજોઠે બિરાજીને ભક્તનો ભાવ પૃેમે કરીને જમ્યા, પછી મહારાજે સાથેના સંતોને પંક્તિમાં બેસવા કહ્યું, તેમને પણ મહારાજે તે સેવો પીરસીને જમાડ્યા ! તો પણ સેવો વધી ! ત્યાં તો બીજા ભકતો પણ આવ્યા હતા. તેમને પણ પંક્તિ કરીને સેવો પીરસીને જમાડયા ! આમ ગરીબ નિવાજ અને ભક્ત મનોરથ પુરા કરનાર મહારાજે તે પ્રેમી ભક્તનો સંકલ્પ પૂરો કર્યો ને ભગવાન તો ભક્તના છે અભકતના નથી એ પોતાનું વૃતનિયમ સાર્થક કર્યું. પરમભક્તરાજ રામજી ભાવસારના એ ઘરના દર્શન હાલ પણ ગઢપુરમા ભાવસાર ફળિયામાં દર્શન થાય છે. એવા પરમભક્ત રામજીભાઈ ભાવસાર ને સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણીમાં પૃકરણ ૧૧૨ ની કડી ૫૬ માં ગઢપુરના ભક્તો ના નામ ગાતા ચિંતવ્યા છે કે… નાથો હકો મુળજી રામજી, આંબો ખોડો ભાવસાર હરજી..! રાજો જગો કેશવ કહીએ, રુડા ભક્ત રાજગર લહીએ..!

  • આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ વિરચિત શ્રીદુર્ગપુર માહાત્મ્ય અધ્યાય ૧૫૪ શ્લોક ૧-૭ માંથી… 🙇🏻‍♂️🙏