એકવખત શ્રીજીમહારાજ વડતાલમાં બિરાજતા હતા. બપોરે થાળ તૈયાર થતાં મૂળજી બ્રહ્મચારીએ મહારાજને જમવા બોલાવ્યા. શ્રીહરિ બાજોઠ પર બિરાજ્યા અને બ્રહ્મચારીએ પીરસવાનું શરૂ કર્યું.
Gujarati
વડતાલમાં અન્ન ત્યાગી માંદા હિન્દુસ્તાની સંતની ખબર લેતા શ્રીહરિનું અનંત વાત્સલ્ય
એકવખત શ્રીજીમહારાજ વડતાલમાં બિરાજતા હતા. બપોરના સમયે થાળ તૈયાર થયો એટલે મૂળજી બ્રહ્મચારીએ મહારાજને જમવા પધારવા વિનંતી કરી. શ્રીહરિ થાળ જમવા બાજોઠ પર બિરાજ્યા.
મૂળજી બ્રહ્મચારીજીએ ભાવપૂર્વક પીરસવાનું શરૂ કર્યું. સંતો અને હરિભક્તો થોડે છેટે બેસી પ્રભુ જમવા બિરાજ્યા તે દિવ્ય દર્શનનો આનંદ માણી રહ્યા હતા. હજુ તો શ્રીહરિ પહેલો કોળિયો મુખમાં મૂકવા જાય છે, ત્યાં જ મૂળજી બ્રહ્મચારી બોલ્યા: “હે મહારાજ! આજે સવારે હું નિત્યાનંદ સ્વામીના આસને દર્શન કરવા ગયો હતો. ત્યાં એક હિન્દુસ્તાની નવા સાધુ બહુ બીમાર છે. નિત્યાનંદ સ્વામીએ મને કહેલું કે આ સાધુને શરીરે અતિશય તાવ રહે છે અને સ્થિતિ નાજુક છે, તો તમે મહારાજને વિનંતી કરજો કે તેમને એકવાર દર્શન આપવા પધારે.”
આ સાંભળતાં જ શ્રીહરિના હાથમાં રહેલો કોળિયો થાળીમાં જ રોકાઈ ગયો! મહારાજે તરત જ કહ્યું, “બ્રહ્મચારી! તમે અમને આ વાત વહેલી કેમ ન કરી?” મૂળજી બ્રહ્મચારી હાથ જોડી બોલ્યા, “હે મહારાજ! હું સાવ ભુલકણો રહ્યો, તે કામકાજમાં તમને કહેવાનું ભૂલી જ ગયો!”
શ્રીહરિ એક ક્ષણનોય વિલંબ કર્યા વિના તરત જ બાજોઠ પરથી ઊભા થઈ ગયા અને પેલા હિન્દુસ્તાની સાધુને દર્શન આપવા ચાલ્યા. મૂળજી બ્રહ્મચારી કરગરીને બોલ્યા, “મહારાજ! બે ઘડી રોકાઈ જાવ, જમીને પધારો!” મહારાજ કરુણાસભર અવાજે બોલ્યા: “બ્રહ્મચારી! અમારા સંત શરીરે આટલા પીડાતા હોય અને અમે અહીં બેઠા બેઠા ભોજન જમીએ? અમે તો એમની ખબર અંતર પૂછીને, એમનાં દર્શન કરીને જ જમીશું!”
શ્રીહરિ ઝડપભેર ડગલાં ભરતાં મૂળજી બ્રહ્મચારીનું કાંડું પકડી માંદા સંતના આસને પહોંચ્યા. પેલા પથારીવશ હિન્દુસ્તાની સાધુએ સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ નારાયણને પોતાના આસને પધારેલા જોયા, ત્યારે તેમના હર્ષનો પાર ન રહ્યો! તેમના બંને નેત્રોમાંથી પ્રેમાશ્રુની ધારા વહેવા લાગી. શ્રીહરિએ અત્યંત વાત્સલ્યપૂર્વક સંતનો હાથ પોતાના હાથમાં લીધો અને નાડી તપાસી. શરીર અગ્નિની જેમ તપી રહ્યું હતું. શ્રીહરિએ પોતાના જમણા ચરણનો અંગૂઠો સંતની છાતી પર અડાડ્યો; તાવ એટલો પ્રચંડ હતો કે પ્રભુનું ચરણકમળ પણ તપી ગયું!
શ્રીહરિએ નિત્યાનંદ સ્વામી સામે જોઈને કહ્યું, “સ્વામી! આ સાધુને તો શરીરે અતિશય ભારે તાવ છે!” એ સાંભળી પથારીવશ સંત હાથ જોડી ધીમા પણ મક્કમ સ્વરે બોલ્યા: “હે મહારાજ! હે ગુરુસાહેબ! મેરે જનમોજનમ કા જીતના દુઃખ લિખા હો, વહ સબ ઇસી જનમ મેં હી દે દીજિયે! મેરે શરીર મેં ભલે પીડા હો, લેકિન આપકી દિવ્ય કૃપાસે મૈં અંતરસે એકદમ પ્રસન્ન હૂં!”
આવા અડગ આત્મબળ અને શ્રદ્ધાભર્યા વચનો સાંભળી શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા: “સાધુરામ! તમારા પ્રારબ્ધમાં સાત દિવસ સુધી આ કઠિન પીડા ભોગવવાની લખી હતી; પરંતુ હવે અમે તમને માત્ર બે જ દિવસમાં આ નશ્વર દેહ છોડાવી અમારા અક્ષરધામમાં તેડી જઈશું!” શ્રીહરિએ પરમ કરુણાવાન થઈ પોતાના બંને પાવન હસ્ત સંતના મસ્તક પર મૂકી આશીર્વાદ આપ્યા. નિત્યાનંદ સ્વામી પ્રત્યે જોતાં પ્રભુ બોલ્યા: “સ્વામી! આ સાધુ શરીરે માંદા છે પણ મનથી ખરા અડગ ધીરજવાળા સંત છે.”
ત્યારબાદ શ્રીહરિ પોતાના ઉતારે પાછા પધાર્યા. મૂળજી બ્રહ્મચારીએ ફરીથી થાળ પીરસ્યો અને પ્રભુએ ભોજન આરોગ્યું. શ્રીહરિના આશીર્વાદ મુજબ ત્રીજે દિવસે સવારે પ્રભુએ દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યાં અને તે હિન્દુસ્તાની સંતનો દેહત્યાગ કરાવી તેમને અક્ષરધામનું અખંડ સુખ પ્રદાન કર્યું.
- શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી… 🙇🏻♂️🙏
Hindi
वडताल में भोजन त्यागकर अस्वस्थ हिन्दुस्तानी संत की सुध लेते श्रीहरि का अपार वात्सल्य
एक समय श्रीजी महाराज वडताल में विराजमान थे। दोपहर के समय जब थाल तैयार हुआ, तो मूलजी ब्रह्मचारी ने महाराज से भोजन पधारने की विनती की। श्रीहरि भोजन हेतु बाजोट (चौकी) पर पधारे।
मूलजी ब्रह्मचारी ने प्रेमपूर्वक थाल परोसना प्रारंभ किया। कुछ दूरी पर बैठे संत और हरिभक्त प्रभु के भोजन-दर्शन का अलौकिक आनंद ले रहे थे। अभी श्रीहरि पहला ग्रास मुख में लेने ही जा रहे थे कि मूलजी ब्रह्मचारी बोल पड़े: “हे महाराज! आज प्रातः मैं नित्यानंद स्वामी के आसन पर दर्शन करने गया था। वहाँ उत्तर भारत (हिन्दुस्तान) से आए एक नवदीक्षित साधु अत्यंत अस्वस्थ हैं। नित्यानंद स्वामी ने मुझे कहा था कि इन साधु को बहुत तीव्र ज्वर (बुखार) है और स्थिति गंभीर है, अतः आप महाराज से निवेदन करना कि वे एक बार उन्हें दर्शन देने की कृपा करें।”
यह सुनते ही श्रीहरि के हाथ का ग्रास थाली में ही रुक गया! महाराज ने तुरंत कहा, “ब्रह्मचारी! आपने यह बात हमें पहले क्यों नहीं बताई?” मूलजी ब्रह्मचारी ने हाथ जोड़कर क्षमा मांगी, “हे महाराज! मैं स्वभाव से भुलक्कड़ हूँ, सेवा के कार्य में आपको बताना ही भूल गया!”
श्रीहरि एक क्षण का भी विलंब किए बिना तुरंत चौकी से उठ खड़े हुए और उस अस्वस्थ साधु को दर्शन देने चल पड़े। मूलजी ब्रह्मचारी ने अनुनय किया, “महाराज! दो घड़ी ठहर जाइए, भोजन करके पधारिए!” महाराज ने करुणासिक्त वाणी में कहा: “ब्रह्मचारी! हमारे संत शारीरिक वेदना से तड़प रहे हों और हम यहाँ बैठकर निश्चिंत भोजन करें? हम तो उनकी सुध लेकर, उनके दर्शन करके ही भोजन करेंगे!”
श्रीहरि द्रुत गति से चलते हुए मूलजी ब्रह्मचारी की कलाई पकड़कर बीमार संत के आसन पर पहुँचे। शैय्या पर पड़े उस हिन्दुस्तानी साधु ने जब साक्षात् परब्रह्म पुरुषोत्तम नारायण को अपने सम्मुख देखा, तो उनके आनंद का पार न रहा। उनके दोनों नेत्रों से प्रेमाश्रुओं की अजस्र धारा बहने लगी। श्रीहरि ने अत्यंत वात्सल्य से संत का हाथ अपने हाथ में लेकर नाड़ी की परीक्षा की। शरीर अग्नि की भाँति तप रहा था। श्रीहरि ने अपने दाहिने चरण का अँगूठा संत के वक्षस्थल से स्पर्श कराया; ज्वर इतना प्रचंड था कि प्रभु का चरणकमल भी तपने लगा!
श्रीहरि ने नित्यानंद स्वामी की ओर देखकर कहा, “स्वामी! इन साधु को तो सचमुच अत्यंत तीव्र ज्वर है!” यह सुनकर अस्वस्थ संत ने हाथ जोड़कर क्षीण किंतु अडिग स्वर में कहा: “हे महाराज! हे गुरु साहेब! मेरे जन्म-जन्मांतर के जितने भी पाप और दुख लिखे हों, वे सब इसी जन्म में मुझे दे दीजिए! मेरे शरीर में भले ही पीड़ा हो, परंतु आपकी कृपा से मेरी आत्मा अत्यंत शांत और प्रसन्न है!”
संत के ऐसे अडिग आत्मबल और निष्काम वचनों को सुनकर श्रीहरि अत्यंत प्रसन्न हुए और बोले: “साधुराम! आपके भाग्य में सात दिन तक यह कठिन कष्ट भोगना लिखा था; किंतु अब हम आपको केवल दो दिनों में ही इस नश्वर देह से मुक्त कर अपने अक्षरधाम ले चलेंगे!” श्रीहरि ने परम करुणामय होकर अपने दोनों करकमल संत के मस्तक पर रखकर आशीर्वाद दिया। फिर नित्यानंद स्वामी से बोले: “स्वामी! यह साधु शरीर से अस्वस्थ हैं, परंतु मन से अद्भुत धैर्य और वीरता के धनी हैं।”
इसके पश्चात श्रीहरि अपने निवास पर लौटे। मूलजी ब्रह्मचारी ने पुनः थाल परोसा और प्रभु ने भोजन ग्रहण किया। श्रीहरि के वचनानुसार तीसरे दिन प्रातः प्रभु ने दिव्य रूप में दर्शन देकर उस हिन्दुस्तानी संत की आत्मा को अपने परम धाम अक्षरधाम में अक्षय सुख प्रदान किया।
- श्रीहरिचरितचिंतामणि से… 🙇🏻♂️🙏
English
Shrihari’s Boundless Compassion in Vadtal: Leaving His Meal to Attend a Sick Hindustani Sadhu
Once, Shreeji Maharaj was residing in Vadtal. When the midday meal was prepared, Mulji Brahmachari lovingly requested Maharaj to partake of His lunch. Shreehari took His seat upon the low wooden pedestal (bajoth) as Mulji Brahmachari began serving the sanctified food with deep devotion.
Other saints and devotees sat at a modest distance, reveling in the divine sight of Maharaj taking His meal. Just as Shreehari lifted the very first morsel toward His mouth, Mulji Brahmachari remarked: “O Maharaj! This morning when I visited Sadguru Nityanand Swami’s lodging, I saw a newly initiated Hindustani sadhu from northern India who is critically ill. Nityanand Swami asked me to request Maharaj to kindly visit him once and grant him divine darshan, as he is suffering from an excruciatingly high fever.”
The moment Maharaj heard this, His hand froze in midair, and He immediately returned the morsel to the plate! Maharaj asked with concern, “Brahmachari! Why did you not inform Us about this earlier?” Mulji Brahmachari folded his hands contritely, “O Lord, I am very forgetful by nature; caught up in my daily chores, it slipped my mind entirely!”
Without wasting a single second, Shreehari rose from the seat and set out to visit the sick sadhu. Mulji Brahmachari pleaded, “Maharaj! Please wait just a few moments, finish Your meal first!” But Maharaj replied with overflowing tenderness: “Brahmachari! How could We ever sit comfortably and consume food while one of Our dear sants is languishing in intense physical pain? We shall only eat after visiting him, tending to his condition, and bestowing Our grace upon him!”
Holding Mulji Brahmachari’s wrist, Shreehari walked swiftly to the sick sadhu’s quarter. Seeing the supreme Lord Himself walk into his room, the bedridden Hindustani saint was overcome with boundless joy. Streams of love-filled tears poured from his eyes. Shreehari sat tenderly beside him, took the saint’s hand into His own, and checked his pulse. The sadhu’s body was burning like fire. Shreehari touched the toe of His right lotus foot to the sadhu’s chest; the fever raged with such fury that even the Lord’s sacred foot became hot!
Looking at Nityanand Swami, Shreehari observed, “Swami, this sadhu is indeed enduring a very high fever!” Hearing the Lord’s compassionate words, the bedridden saint folded his hands and whispered with heroic spiritual fortitude: “O Maharaj! O Supreme Master! Whatever karmic suffering has been decreed for me across countless past births, please exhaust it all in this very lifetime! Though my physical frame experiences pain, by Thy infinite grace, my soul is entirely blissful and tranquil!”
Deeply touched by such unyielding spiritual strength and sublime devotion, Shreehari smiled with divine satisfaction and proclaimed: “O holy sadhu! It was written in your destiny to endure this painful affliction for seven long days. But moved by your faith, We shall liberate you from this mortal frame within just two days and escort you to Our eternal Akshardham!” With infinite compassion, Shreehari placed both His sacred palms upon the sadhu’s head in benediction. Turning to Nityanand Swami, Maharaj said: “Swami, this saint may be frail in body, but he is a hero of extraordinary patience and spiritual resilience.”
Shreehari then returned to His residence, where Mulji Brahmachari freshly arranged the plate, and Maharaj partook of His meal. True to Shreehari’s divine promise, on the morning of the third day, the Lord appeared in His transcendental form, delivered the pious Hindustani sadhu from his mortal coil, and escorted him to the eternal bliss of Akshardham.
- From Shri Haricharitrachintamani… 🙇🏻♂️🙏