શ્રીહરિ સારંગપુરમાં જીવાખાચરના દરબારગઢમાં બિરાજતા હતા. એક દિવસ પ્રભાતે ઝાલાવાડના હડદડ ગામના બે રાવળ ભાઈઓ આલો અને ઝાલો રવાઝ અને કોશિયા વગાડી મીઠા સૂરે પ્રભાતિયાં ગાતા હતા.

Gujarati

સારંગપુરમાં હડદડના આલા અને ઝાલા રાવળની નિષ્કામ ભક્તિ પર શ્રીહરિની કૃપા

શ્રીહરિ સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં બિરાજતા હતા. એક દિવસ દરબારગઢમાં પ્રભાતના સમયે ઝાલાવાડના લીંબડી પાસે આવેલા હડદડ ગામના બે રાવળ ભાઈઓ—આલો અને ઝાલો—સારંગપુર બાજુ ફરતા ફરતા આવી પહોંચ્યા. તેઓ પોતાના લોકવાદ્યો રવાઝ અને કોશિયા વગાડીને અત્યંત સુરીલા કંઠે પ્રભાતી રાગમાં ભક્તિપૂર્વક પ્રભાતિયાં ગાવા લાગ્યા.

આ બંને રાવળ ભાઈઓનો મધુર સૂર અને ભક્તિભાવ સાંભળીને શ્રીહરિ ઢોલિયા પરથી તુરંત ઊભા થયા અને તેમને દર્શન આપવા પધાર્યા. શ્રીહરિએ તે વખતે પીળી રેશમી ધોતી અને ઉપરણું ધારણ કર્યાં હતાં, હાથમાં ફૂમકાવાળી છડી અને ચરણોમાં ચાખડીઓ પહેરી ચટકંતી ચાલે જ્યાં બંને ભાઈઓ બેસીને ગાતા હતા ત્યાં પધાર્યા. સાક્ષાત્ પરબ્રહ્મને સન્મુખ આવેલા જોઈ બંને રાવળ ભાઈઓ ગાતાં અટકી ગયા અને હાથ જોડીને શ્રીહરિના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.

શ્રીહરિએ મંદ મંદ હાસ્ય કરતાં પ્રેમથી પૂછ્યું, “તમે બંને ભાઈઓ અત્યંત મધુર રાગ અને સંગીત સાથે પ્રભાતિયાં ગાઈ રહ્યા છો; કંઈ મેળવવાની લાલચે ગાઓ છો કે શું?” ત્યારે આલો અને ઝાલો બંને હાથ જોડી ગદ્ગદ કંઠે બોલ્યા: “હે પ્રભુ! કંઈક મેળવવાની લાલચે પેટનો ખાડો પૂરવા સારુ તો અમે આખી જિંદગી આખા જગતની આગળ ગાતા રહ્યા છીએ! પરંતુ આજે તો આપ સાક્ષાત્ પ્રગટ પૂર્ણપુરુષોત્તમ નારાયણ અમારી સન્મુખ પધાર્યા છો, તો હવે અમે લૌકિક સ્વાર્થ માટે કેમ ગાઈએ? આપ તો અંતર્યામી છો; અમે તો કેવળ આપને રાજી કરવાના ભાવથી જ આ પ્રભાતિયાં ગાઈએ છીએ! આપ અમારી પર રાજી થાઓ એ સારુ જ આપની કૃપાથી જે કંઈ તૂટક-ફૂટક ગાતાં આવડે છે તે કાલાવાલા કરીએ છીએ. હે દીનાનાથ! જો આપ અમારા પર અંતરથી રાજી થાઓ તો અમારો આ મનુષ્ય જન્મારો સફળ થઈ જાય!”

બંને નિર્ધન ભાઈઓની આવી અહૈતુકી અને નિષ્કામ ભક્તિ જોઈને શ્રીહરિ અતિશય રાજી થઈ ગયા. તેમણે તત્કાળ પાર્ષદ નાજા જોગિયાને બોલાવ્યા અને કહ્યું, “ઘોડશાળમાંથી એક ઉત્તમ જાતવાન ઘોડો સુંદર પલાણ મંડાવીને અહીં લાવો!” શ્રીહરિએ એ ઉત્તમ ઘોડો રાજી થઈને બંને ભાઈઓને અર્પણ કર્યો. આ ઉપરાંત શ્રીહરિએ પોતાનાં સોનેરી તારવાળાં પ્રસાદીનાં મૂલ્યવાન વસ્ત્રો પણ તેમને આપ્યાં, તેમજ હરિભક્ત રૂપાભાઈએ ભેટ ધરેલી કનકજડિત (સુવર્ણજડિત) પવિત્ર ચાખડીઓ પણ પ્રસાદી તરીકે બંને ભાઈઓને આપી દીધી!

વહેલી સવારે આ બંને રાવળ ભાઈઓની નિષ્કામ ભક્તિ પર શ્રીહરિને અઢળક વરસતા જોઈ સુરા ખાચર આદિ કાઠી દરબારો હસીને બોલ્યા, “હે મહારાજ! ભણું..! આજ તો આપે સવારના પહોરમાં આ રાવળ ભાઈઓનું જનમોજનમનું દારિદ્રય જ કાપી નાખ્યું!”

  • સદગુરુ શ્રી પ્રસાદાનંદ સ્વામીની વાતોમાંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

सारंगपुर में हडदड के आला और झाला रावल की निष्काम भक्ति पर श्रीहरि की कृपा

श्रीहरि सारंगपुर में जीवा खाचर के दरबार में विराज रहे थे। एक दिन प्रभात बेला में झालावाड़ के लींबडी के निकट स्थित हडदड गाँव के दो रावल लोकगायक भाई—आला और झाला—गाँवों में घूमते हुए सारंगपुर दरबारगढ़ पहुँचे। वे अपने पारंपरिक वाद्य यंत्र रवाज और कोशिया बजाते हुए प्रभाती राग में अत्यंत सुमधुर और भक्तिभाव से परिपूर्ण प्रभाती पद गाने लगे।

इन दोनों भाइयों का मधुर गायन और निष्कपट भक्तिभाव सुनकर श्रीहरि तत्काल अपने पलंग से उठ खड़े हुए और उन्हें दर्शन देने पधारे। श्रीहरि ने पीतांबर धोती और सुंदर दुपट्टा धारण किया हुआ था, हाथ में फुंदनेदार छड़ी तथा चरणों में काष्ठ पादुकाएँ पहनकर वे आकर्षक चाल से वहाँ पहुँचे जहाँ दोनों भाई गा रहे थे। साक्षात् परब्रह्म पुरुषोत्तम नारायण को अपने सम्मुख खड़ा देख दोनों भाई स्तब्ध रह गए; उन्होंने गायन रोककर हाथ जोड़े और प्रभु के श्रीचरणों में साष्टांग दंडवत प्रणाम किया।

श्रीहरि ने मंद-मंद मुस्कुराते हुए प्रेमपूर्वक पूछा, “तुम दोनों भाई अत्यंत मनमोहक सुर और संगीत के साथ प्रभाती गा रहे हो; क्या किसी सांसारिक वस्तु अथवा धन पाने के लोभ से गा रहे हो?” यह सुनकर आला और झाला हाथ जोड़कर रुंधे कंठ से बोले: “हे प्रभु! पेट भरने और कुछ धन पाने की लालच से तो हम जीवनभर संसार के मनुष्यों के आगे गाते रहे हैं! किंतु आज तो आप साक्षात् प्रकट परमात्मा हमारी आँखों के सामने पधारे हैं; अब हम किसी सांसारिक स्वार्थ के लिए क्यों गाएँ? आप तो सबके अंतर्यामी हैं; हम तो केवल आपको रिझाने और प्रसन्न करने के भाव से ही यह कीर्तन कर रहे हैं! आपकी कृपा से जो कुछ टूटा-फूटा गाना आता है, उससे बस आपके चरणों में प्रार्थना कर रहे हैं। हे दीनानाथ! यदि आप हमारे इस भाव से तनिक भी प्रसन्न हो जाएँ, तो हमारा यह मनुष्य जीवन धन्य हो जाएगा!”

इन दोनों निर्धन भाइयों की ऐसी विशुद्ध और निष्काम भक्ति देखकर श्रीहरि का हृदय उमड़ पड़ा। उन्होंने तुरंत अपने सेवक नाजा जोगिया को बुलाकर कहा, “अश्वशाला से एक श्रेष्ठ और उत्तम नस्ल का घोड़ा सुंदर काठी सजाकर तुरंत यहाँ लाओ!” श्रीहरि ने वह सुंदर घोड़ा दोनों भाइयों को भेंट कर दिया। इसके अतिरिक्त, प्रभु ने अपने जरीदार सुनहरे दिव्य प्रसादी वस्त्र तथा भक्त रूपाभाई द्वारा भेंट की गई स्वर्णजड़ित चरण-पादुकाएँ भी प्रसन्न होकर दोनों भाइयों को प्रदान कर दीं!

प्रातःकाल इन दोनों निर्धन रावल भाइयों की निष्काम भक्ति पर श्रीहरि की यह असीम अनुकंपा देखकर सूरा खाचर आदि काठी दरबार हर्ष से बोले, “हे महाराज! आज तो आपने प्रभात के समय ही इन रावल भाइयों की पीढ़ियों की दरिद्रता सदा के लिए मिटा दी!”

  • सद्गुरु श्री प्रसादानंद स्वामी की बातों से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Shrihari’s Divine Grace on Alo and Zalo Raval of Haddad in Sarangpur

Shreeji Maharaj was gracing the court of Jiva Khachar in Sarangpur. Early one morning, two folk-singer brothers named Alo and Zalo Raval from the village of Haddad (near Limbdi in Jhalawad) arrived in the royal courtyard during their travels. Tuning their traditional instruments—the ravaz and koshiya—they began singing soul-stirring morning hymns (prabhatiya) in a melodious and devotional tone.

Enchanted by the pure music and sincere devotion vibrating through their morning ragas, Shreeji Maharaj arose from His cot and stepped out to grant them His divine darshan. Dressed in radiant yellow silk robes with an ornate upper garment, holding a decorative cane with silk tassels, and wearing wooden sandals, Maharaj walked gracefully to where the brothers were seated. Seeing the supreme Lord Himself standing before them, the brothers paused their singing, overwhelmed with joy, and prostrated themselves at His sacred lotus feet.

With an affectionate smile, Shreehari asked, “You both sing these devotional morning hymns with such exquisite melody and rhythm; do you sing with the expectation of receiving worldly gifts or wealth?” With folded hands and tears of love, Alo and Zalo answered humbly: “O Lord! Driven by the need to fill our bellies, we have spent our entire lives singing before ordinary mortals of this world! But today, Thou art manifest directly before our eyes as Purna Purushottam Bhagwan Himself! How could we ever sing before Thee for mundane earthly desires? Thou art the omniscient Knower of all hearts. We sing purely to please Thee! Whatever humble, imperfect words we can utter by Thy grace are offered merely as a loving plea to win Thy divine pleasure. O Lord of the meek! If our singing brings even a moment of joy to Thy heart, our entire earthly existence is fulfilled!”

Beholding their pure, unadulterated, and selfless devotion (nishkam bhakti), Shreehari was deeply touched. He immediately summoned His attendant Naja Jogiya and commanded, “Bring forth one of our finest, well-groomed horses from the stable with an elegant saddle!” Maharaj lovingly gifted this magnificent steed to the two brothers. Furthermore, Shreehari bestowed upon them His own cherished gold-embroidered garments and presented the gold-studded sacred sandals originally offered by devotee Rupabhai.

Witnessing Shreehari shower such lavish grace upon the two humble musicians in the dawn hours, Sura Khachar and the assembled Kathi chieftains smiled and exclaimed, “O Maharaj! By Thy boundless compassion this morning, Thou hast completely uprooted the poverty of these Raval brothers for lifetimes to come!”

  • From the discourses of Sadguru Shri Prasadanand Swami… 🙇🏻‍♂️🙏