શ્રીહરિ સુરાબાપુને શાંતાબાના પૃેમને વશ લોયા-નાગડકા મા બીરાજતા હતા. દરરોજ શ્રીહરિ શાકોત્સવ લીલા કરે.

Gujarati

લોયાનો ગરીબ બ્રાહ્મણ અને શ્રીજી મહારાજની ભક્તિ

શ્રીહરિ સુરાબાપુને શાંતાબાના પૃેમને વશ લોયા-નાગડકા મા બીરાજતા હતા. દરરોજ શ્રીહરિ શાકોત્સવ લીલા કરે, પોતાના હાથે શાક વધારે ને સંતો ભકતોને પોતાના હાથે જ સૌને પંગતે પીરસી ને જમાડે. દરરોજ મંચ ઉપર બેસતા થકા સભા કરતા. ગામોગામના મુમુક્ષુઓ એ દિવ્ય શાકોત્સવ ને ભવ-બૃ્હામાદિક દેવતાઓને દુર્લભ એવા દર્શન નો લાભ લઇ ને ધન્ય થતા હતા. એકદિવસ શ્રીહરિ ઉચા મંચ ઉપર બેસતા થકા સૌને દર્શન દેતા હતા. એવામા ઝાલાવાડ દેશથી ચાલતા આવેલા એક દુર્બળ ને ઝીર્ણ થયેલ વસ્ત્ર ને ગરીબ બૃાહ્મણ કંપતા અંગે શ્રીહરિ ને આવીને પગે લાગ્યા. માથે થી જુની પાઘડી ઉતારીને એમાથી વળ ઉતારીને એક રુપીયો કાઢ્યો ને શ્રીહરિને ચરણે ધર્યો. શ્રીજીમહારાજે રુપીયો હાથોહાથ ગૃહણ કરીને બૃહ્મદેવતા ને પુછયુ કે તમે આ આંખો રુપીયો ક્યાંથી લાવ્યા ? ત્યારે બૃાહ્મણ આંખમાં હરખના આંસુ સાથે બોલ્યા કે હે મહારાજ…! હુ ઝંઝવાડ દેશમાં કાગળ લઇને કાશીદ તરીકે ગયો તો તે મહેનતાણું મળ્યું છે. મહારાજ હસ્યા ને બોલ્યા કે તો તમે માથે આ પાઘડી જુની ને ફાટી ગઇ છે તો એ નવી લઇ લયો ને..! બૃાહ્મણ કહે કે મહારાજ..! હુ મારા સારુ પાઘડી લઇ તો તમારા ચરણે શુ ધરુ ? મારે તો આ જુની ફાટેલી પાઘડીએ પણ દિવસો ચાલ્યા જાય છે. તમે મળ્યા ને મારાથી કાંક તમારા ચરણે ધરાયું એ મારા જીવતર નો લાભ..! હવે દેહ રહે ને રહે પણ મારે તમારા ચરણે કાંક ધરવાની ઇચ્છા હતી એ પુરી થઇ. શ્રીહરિ એ બૃાહ્મણ ઉપર ઘણા ઘણા રાજી થયા ને માથે બે હાથ મુકયા. શ્રીહરિ સદગુરુ મુકતાનંદ સ્વામી સામું જોઇ ને બોલ્યા કે હે સ્વામી, આમને હવે આ દેહે કાય કરવું બાકી રહ્યું છે? ત્યારે મુકતાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ..! એમણે તો એમના આ જીવનનું તમામ કાજ સીધ્ધ કરી લીધું..!

  • સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતોમાંથી…

🙇🏻‍♂️🙏