શ્રીહરિ ગઢપુર બીરાજતા હતા તે સભામાં સૌને કહ્યું કે અમે સમૈયો કરવા વડતાલ જાશુ. આ સાંભળી દાદાખાચર અરજ કરતા થકા બોલ્યા કે હે મહારાજ..! સમૈયો આહી જ કરો તો સારુ..!

Gujarati

ખારાપાટના ખેડૂત અને શ્રીજી મહારાજની મદદ

શ્રીહરિ ગઢપુર બીરાજતા હતા તે સભામાં સૌને કહ્યું કે અમે સમૈયો કરવા વડતાલ જાશુ. આ સાંભળી દાદાખાચર અરજ કરતા થકા બોલ્યા કે હે મહારાજ..! સમૈયો આહી જ કરો તો સારુ..! અમને સૌને આહી જ લાભ મળે..! શ્રીહરિએ દાદાખાચર ની અરજ ને માન્ય રાખી. આખાયે દરબારગઢ મા જાણે હરખની હેલી થઇ, નાના-મોટા સૌ સમૈયા સારુ તૈયારીઓ નાની મોટી કરવા મંડયા. ગામોગામના સંઘ ગઢડે આવવા મંડયા. ગુજરાતથી એક સંઘ ગઢડે આવવા નીકળ્યો તે ભાલના ખારાપાટના એકગામથી સૌ કિરતનો ગાતા-વાતા પસાર થયા ને રસ્તામા કોઇક પટેલ ખેડૂની વાડીએ બપોરા કરવા રોકાયા, સંઘની બાજુમા પટેલે બપોરા કરતી વેળાએ પુછયુ કે તમે સહુ કયા જાઓ છો? ત્યારે હરિભક્તો કહે ગઢડા સમૈયો છે તો સ્વામીનારાયણ ભગવાન ના દર્શન કરવા સૌ જાઇએ છઇ. પટેલ કહે કે ઇ સ્વામિનારાયણ ભગવાન છે? ત્યારે સૌ હરિભક્તો કહે કે હા.. એ તો અનંત બૃહ્માંડ ના ધણી ને અમારા ઇષ્ટદેવ છે. તમે પણ દર્શન કરીને આ જીવતર ને ધન્ય કરી લયો. ત્યારે ખેડુ બોલ્યા કે હુ તો આ વાડીમાં કામમાં વળગ્યો છવ તે નયા તો કેમ આવું પણ આ મારા દહ રુપીયા તમે એમને મારા વતિ એમના ચરણે ધરાવજો…! જો એ ભગવાન હશે તો મારા જીવનું રુડુ થાહે..! સૌ રાજી થયા ને ત્યાંથી ચાલ્યા ને ગઢડે આવ્યા. સૌ ગઢપુર આવીને ઘેલામાં નાહીને દરબારગઢમા આવ્યા ને શ્રીજીમહારાજ ને સંતોના દર્શન કરતા ધન્ય થયા. સૌ દર્શન કરતી વેળાએ પોતપોતાની લાવેલી ભેટ મુક્તા હતા એ વેળા પેલા ખારાપાટના પટેલ ના દહ રુપીયા ચરણે મુક્તા ભૂલી ગયા તે સમયે શ્રીહરિએ સામેથી યાદ કરાવીને માંગ્યા. હરિભક્તોએ તુરત જ એ દહ રુપીયા શ્રીજીમહારાજને ચરણે ધર્યા. શ્રીજીમહારાજ એ રુપીયા હાથમા લઇને હસ્યા ને તુરંત જ માથું ધુણાવ્યું. આ જોઇને ચતુર એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ તુરંત જ શ્રીહરિને પુછયુ કે હે મહારાજ…! તમે માથું કેમ ઘુમાવ્યું એ સમજાવ્યું નહી, કાંક ફોડ પાડો તો સારુ…! શ્રીહરિ મંદ મંદ હસ્યા ને મરમમાં બોલ્યા કે એમના ખરે સમયે અમારે પોતાને આ ખેડૂતભક્તનું ચુકવણુ કરવા જાવુ જોશે..! છ-એક મહીનાનો સમય વિત્યે એ ખેડૂતને શરીરે કોઢ નીકળ્યો ને ચામડી મા ગરમીના લીધે કાળી બળતરા ઉપડી તે રોગના લીધે એમને આત્મહત્યા નો વિચાર થયો. પોતે ગાડું જોડાવી ને માણહ ને સાથે લીધો ને સમુદ્રમાં ડૂબી મરવા સારુ તૈયાર થયા. તુ કોઇને વાત્ય કરતો નહી કે હુ સમુદ્રમાં ડૂબી મરવા સારુ જાઉં છુ એમ કહીને પોતાના ગાડા હાંકનાર ને પણ મનાવી લીધો. શ્રીહરિએ એ વખતે બૃાહ્મણ ભિક્ષુકનો વેશ લીધો ને ગાડા માર્ગે એમના આડા ઉભા રહ્યા ને પુછપરછ કરી તો ગાડા ખેડૂ બોલ્યો કે અમે બેઉ બાજુના ગામે અમારા સગાને ઘેર જાઇએ છઇ. શ્રીહરિ બૃાહ્મણ વેશે બોલ્યા કે સત્પુરુષ, તપસ્વી અને બૃાહ્મણ આગળ ક્યારેય ખોટુ ન બોલવું. હાલ તમે શરીરે કોઢ ને ચામડીના રોગની પીડા થી સમુદ્રમા પડવા જાઓ છો, મારુ વચન માનો તો તમે પાછા ઘરે જાઓ તમને શરીરે સારુ થઇ જશે. અને જો સમુદ્ર મા પડીને મરવા જ જતા હોવ તો આ તમારા દહ હજાર રુપીયાની દહ કોથળીઓ લયો..! એમ કહીને બૃાહ્મણ વેશે શ્રીહરિએ એ ખેડૂત ને ગઢપુર સંઘ સાથે મોકલાવેલા દહ રુપીયા યાદ કરાવ્યા ને બોલ્યા કે અમે કોઇ દિવસ કોઇનુ અર્પણ કરેલુ ઉધાર રાખતા જ નથી. પટેલ ખેડૂ ને તો ઘડીભર વિશ્વાસ ન આવ્યો પછે શ્રીહરિએ એમને સાક્ષાત પૃત્યક્ષ દર્શન દીધાને પૃતિત કરાવી ને કહ્યું કે ઘરે જાઓ ને સુખે થી રહો, તમારા શરીરનો રોગ આજથી જ ગયો. ખેડૂત તો ગાડેથી ઉતરીને દંડવત કરવા લાગ્યો. શ્રીહરિના આશ્રીત થયાને આજીવન ભજન કરીને અંતે શ્રીહરિ એમને અક્ષરધામમા તેડી ગયા.

  • શ્રી સહજાનંદસ્વામી ચરિત્રમાંથી…

🙇🏻‍♂️🙏