ગામ સરધાર ના બોદો કમાનગર સદગુરુ રામાનંદ સ્વામી ના શિષ્ય હતા. તેઓ જ્ઞાતિએ ઘાંચી મુસ્લીમ હતા.

Gujarati

સરધારના બોદા કમાનગર અને ગુરુનો વાદ

ગામ સરધાર ના બોદો કમાનગર સદગુરુ રામાનંદ સ્વામી ના શિષ્ય હતા. તેઓ જ્ઞાતિએ ઘાંચી મુસ્લીમ હતા. સરધાર ગોંડલ રાજ્ય નુ પહેલું ગાદીસ્થાન હતું એટલે સરકારી અમલદારો અવારનવાર ગામમાં કચેરીએ આવતા. બોદો કમાનગર પણ રાજ મા મોટા માણહ હતા તે એમને પુછયા વગર કોઇ કાર્ય થતું નહી. તેમનું ગોંડલ રાજમાં ઘણું માન હતું. એમના ઘરે સરકારી અમલદારો આવરો-જાવરો કાયમ રયા કરતો. પોતે સદગુરુ રામાનંદ સ્વામીને ગુરુ કર્યા તે સ્વામી પણ જ્યારે સરધાર આવે ત્યારે એમના ઘરે ઉતારો કરતા.

એકદિવસ રામાનંદ સ્વામીના બીજા કોઇ શીષ્યના નાના એવા છોકરાને અચાનક જ પેટમાં દુખવા મંડયુ. સૌ સત્સંગી ઓએ સ્વામી ને વાત કરી તે સ્વામી એ એમને બોલાવ્યા ને એ નાના એવા છોકરા ને એક મુઠી મીઠું ખવરાવયુ. થોડીવાર થય ને છોકરાને ઝાડા થઇ ગયા ને પેટમાં થતો દુખાવો બંધ થઇ ગયો. આ બધુય સ્વામીના સૌ બીજા આશ્રીતો હારે બોદા કમાનગરે પણ જોયું. સ્વામી તો થોડુંક રોકાઇને સત્સંગ વિચરણ મા ચાલી નીકળ્યા.

થોડાદિવસ વિત્યે બીજા પૃસંગે કોઇને આવો જ પેટમાં દુખાવો થયો. ત્યારે એના સૌ સંબંધીઓએ એ વ્યકિતને બોદા કમાનગર પાસે લાવીને સદગુરુ રામાનંદ સ્વામી વીશે પુછયુ. ત્યારે બોદો કમાનગર બોલ્યા કે તમારે દવા જ જોઇએ છે ને? એ તો મને આવડે છે, એમા ગુરુદેવ રામાનંદ સ્વામી નુ શુ કામ છે. બોદા કમાનગરે પણ કાયપણ તપાસ કર્યા વગર એને તાંહળી મા એક મીઠું ઘોળીને પાઇ દીધુ. ઉટવૈદુ અવળું થયું ને વધારે પડતા ઝાડા થઇ જતા દર્દી મૃત્યુ પામ્યો. બોદા કમાનગરને તો કોઇને મોઢુ દેખાડવા જેવુ નો રયુ..! લોકમાં તો સૌ સદગુરુ રામાનંદ સ્વામીનો અવગુણ લઇને જેમ તેમ બોલવા લાગ્યા. આ સાંભળીને સ્વામીના પૃતયે મહીમાંવાળા હરિભક્તો બોલ્યા કે સ્વામીની વાત અલગ છે, એ તો મોટાપુરુષ છે ને સમર્થ છે. એમની રીત્ય આપણા જેવા પામર જીવને કાય સમજાય નય..! માટે એમની વાત જુદી છે, ને તમારી વાત જુદી છે. એમના તો દર્શન કોઇ કરે તોય જીવને જનમોજનમ ના ગમે તેવા રોગ લાગ્યા હોય તોય મટી જાય એમા આ દેહ ના રોગ ની વાત જ કયા કરવી..! માટે ગુરુનો વાદ લેવો સારો નહી.

આ વાત્ય બોદા કમાનગર ને મનાણી નહી ને ધીમે ધીમે સત્સંગમાંથી પડી ગયા.

શ્રીહરિએ પણ લાડુબા-જીવુબાએ બનાવેલી સાંઇઠ માણહની રસોઇ પૃેમમુર્તિ સચ્ચિદાનંદ સ્વામી ને જમાડીને પુર્વે દુર્વાસા ઋષી ગોપીઓના થાળ જમી ગયા હતા એ વાત્ય ની પૃતિત કરાવી હતી ને શ્રીહરિ એમ કાયમ કહેતા કે મોટા ની રીત્ય ન્યારી હોય, એ જે કાય કરે છે એમા આપડને દશ પડે નહી, માટે આપણે મોટા કરે એમ ન કરવું પણ મોટેરાઓ કહે એમ કરવું.

  • આદર્શભકતગાથામાંથી…!

🙇🏻‍♂️🙏