કારિયાણીના દરબાર વસ્તા ખાચરના ધર્મપત્ની શીતબાઈ શ્રીહરિના અનન્ય પ્રેમી ભક્ત હતાં. તેઓ કૌટુંબિક સંબંધે માંચા ખાચરના ભાણેજ થતાં હોવાથી માંચા ખાચરને તેમના પ્રત્યે ઘણું હેત હતું.
Gujarati
કારિયાણીના માંચા ખાચરનો ક્રોધ અને અચિંત્યાનંદ સ્વામી તરીકે દીક્ષા
કારિયાણીના દરબાર વસ્તા ખાચરના ધર્મપત્ની શીતબાઈ શ્રીહરિના અનન્ય પ્રેમી ભક્ત હતાં. તેઓ કૌટુંબિક સંબંધે માંચા ખાચરના ભાણેજ થતાં હોવાથી માંચા ખાચરને તેમના પ્રત્યે ઘણું હેત હતું. શ્રીહરિ પણ શીતબાઈના સ્નેહને વશ થઈ વારંવાર કારિયાણી પધારતા અને વચનામૃતની હેલી વરસાવતા.
સમય જતાં શીતબાઈ અક્ષરધામ સિધાવ્યાં. ઘરના સંસારી વ્યવહાર અને નાના પુત્ર માણસિયાની સંભાળ માટે વસ્તા ખાચરે બીજું લગ્ન કર્યું. આ વાતની જાણ થતાં જ માંચા ખાચર ક્રોધથી લાલચોળ થઈ ગયા! તેમણે વિચાર્યું કે વસ્તા ખાચરની નવી પત્ની આવશે તો મારી સ્વર્ગસ્થ ભાણેજના અનાથ દીકરા માણસિયાની ઉપેક્ષા થશે અને ગરાસમાં અન્યાય થશે! ક્રોધાવેશમાં માંચા ખાચર તલવાર ખેંચી વસ્તા ખાચરને મારવા દોડ્યા! વસ્તા ખાચર જીવ બચાવી સંતાઈ ગયા અને ગુપ્ત રીતે સારંગપુર પહોંચી શ્રીજીમહારાજના ચરણોમાં પડી રડવા લાગ્યા અને રક્ષા કરવા વિનંતી કરી.
ભક્તવત્સલ શ્રીહરિ તત્કાળ માણકી પર સવાર થઈ કારિયાણી પધાર્યા અને દરબારગઢમાં માંચા ખાચરને બોલાવ્યા. શ્રીજીમહારાજના અચાનક દર્શન થતાં જ માંચા ખાચર સાષ્ટાંગ દંડવત કરી પગે લાગ્યા. શ્રીહરિએ ગંભીર સ્વરે કહ્યું, “માંચાબાપુ! તમે તો અમારા અઢાર પરમહંસો પૈકીના એક છો! જ્યારે અમે કચ્છમાંથી પત્ર લખ્યો ત્યારે તમે એક પળમાં ઘરબાર ત્યજી દીધાં હતાં! ત્યારથી ન તમારું ગામ કારિયાણી છે, ન તમારું નામ માંચા ખાચર છે! આવા નિર્મોહી પરમહંસ થઈને તલવાર ખેંચી આવો વિકરાળ ક્રોધ કરવો શું તમને શોભે છે?”
માંચા ખાચરે આંખમાં આંસુ સાથે કહ્યું, “મહારાજ! માણસિયાના ભવિષ્યની ચિંતામાં મારાથી ક્રોધ થઈ ગયો.” શ્રીહરિએ પાસે બેસાડીને પરમ જ્ઞાન આપ્યું: “બાપુ! ક્રોધ એ તીખી માયા છે! તમે જતિ જેવા સમર્થ સંત થઈને આ ક્રોધરૂપી માયાથી કેમ છેતરાઈ ગયા? જીવોનાં પ્રારબ્ધ અને પોષણ તો પરમાત્માના હાથમાં છે.” માંચા ખાચરનું અંતર જાગૃત થયું. તેમણે ધ્રૂજતા હાથે શ્રીહરિના ચરણ પકડી લીધા: “હે દીનાનાથ! હું અહંકાર અને માયાના આવેગમાં ભૂલ કરી બેઠો! મને ક્ષમા કરો અને હવે મને આ સંસારમાંથી સદા માટે મુક્ત કરો!” શ્રીજીમહારાજે પ્રસન્ન થઈ તેમને પુનઃ દીક્ષા આપી ‘અચિંત્યાનંદ સ્વામી’ નામ રાખ્યું અને દેશ-દેશાંતરમાં વિચરણ કરી સત્સંગ પ્રચાર કરવા મોકલ્યા.
- આદર્શ ભક્તગાથા માંથી… 🙇🏻♂️🙏
Hindi
कारियाणी के मांचा खाचर का क्रोध और अचिंत्यानंद स्वामी के रूप में दीक्षा
कारियाणी के दरबारी वस्ता खाचर की पत्नी शीतबाई श्रीहरि की अनन्य निष्ठावान भक्त थीं। वे पारिवारिक संबंध में मांचा खाचर की भानजी थीं, अतः मांचा खाचर का उनके प्रति अगाध वात्सल्य था। शीतबाई के भक्ति-प्रेम के वशीभूत होकर श्रीजी महाराज कारियाणी में दीर्घकाल तक निवास करते थे।
कालांतर में शीतबाई का देवलोकगमन हो गया। घरेलू व्यवस्था और अबोध पुत्र माणसिया के लालन-पालन हेतु वस्ता खाचर ने पुनर्विवाह कर लिया। यह समाचार मिलते ही मांचा खाचर प्रचंड क्रोध में भर गए! उन्हें लगा कि सौतेली माँ आने से उनकी भानजी के पुत्र के साथ भेदभाव होगा और उसकी जागीर छीन ली जाएगी। क्रोधांध होकर मांचा खाचर खुली तलवार लेकर वस्ता खाचर को मारने दौड़े! वस्ता खाचर जान बचाकर सारंगपुर भागे और श्रीजी महाराज के चरणों में गिरकर प्राणरक्षा की गुहार लगाई।
भक्तवत्सल श्रीहरि तत्काल मानकी पर सवार होकर कारियाणी पहुँचे और मांचा खाचर को तलब किया। प्रभु को सम्मुख देखकर मांचा खाचर ने साष्टांग दंडवत किया। श्रीजी महाराज ने गंभीर वाणी में कहा, “मांचाबापू! आप तो हमारे त्यागी 18 परमहंसों में से एक हैं, जिन्होंने हमारे एक पत्र पर सर्वस्व त्याग दिया था! अब न आपका नाम मांचा खाचर है, न यह कारियाणी आपकी जागीर है! ऐसे उच्च संन्यासी होकर तलवार उठाकर क्रोध करना क्या आपको शोभा देता है?”
मांचा खाचर ने रुंधे कंठ से कहा, “प्रभु! बालक माणसिया के भविष्य की ममता में मेरा विवेक खो गया था।” श्रीहरि ने समझाया, “बापू! क्रोध अत्यंत तीक्ष्ण माया है! आप जैसे जितेंद्रिय पुरुष भी इस माया से ठगे गए? समस्त जीवों का पालनहार तो परमात्मा है।” मांचा खाचर को अपनी भूल का पश्चात्ताप हुआ। उन्होंने रोते हुए प्रभु के चरण पकड़ लिए, “हे कृपानिधान! मैं मोहाविष्ट होकर अपराध कर बैठा; मुझे क्षमा कर इस माया-जाल से सदा के लिए छुड़ा लीजिए!” श्रीजी महाराज ने प्रसन्न होकर उन्हें संन्यास दीक्षा दी, ‘अचिंत्यानंद स्वामी’ नाम प्रदान किया और देश-विदेश में सत्संग प्रचार हेतु भेज दिया।
- आदर्श भक्तगाथा से… 🙇🏻♂️🙏
English
Mancha Khachar of Kariyani: Overcoming Anger and Ordination as Achintyanand Swami
In Kariyani, devotee Shitbai, consort of Darbar Vasta Khachar, was an ardent disciple of Bhagwan Swaminarayan. Because Shitbai was the niece of the influential Kathi ruler Mancha Khachar, the latter held a deep protective affection for her. Bound by her devotion, Shrihari frequently sanctified Kariyani, delivering numerous divine discourses preserved in the Vachanamrut.
In due course, Shitbai passed away to Akshardham. To manage his large household and care for his young motherless son Mansiya, Vasta Khachar remarried. Hearing this news, Mancha Khachar was seized by fiery rage! Convinced that a stepmother would mistreat young Mansiya and usurp his inheritance, Mancha unsheathed his battle sword and charged to slay Vasta Khachar! Terrified, Vasta Khachar fled in secret to Sarangpur, collapsing at Shriji Maharaj’s feet and imploring Him to intervene.
The compassionate Lord immediately saddled Manki and galloped to Kariyani, summoning Mancha Khachar to the assembly. Overcome with joy at Maharaj’s sudden arrival, Mancha prostrated before Him. Shrihari admonished him with penetrating authority: “Mancha Bapu! You are one of Our eighteen exalted paramhansas who renounced their kingdoms at a single word from Us! Since that day, Kariyani is no longer your estate, nor is Mancha Khachar your true identity! Does it befit a renunciant of your stature to draw a murderous sword in blind worldly wrath?”
Weeping with remorse, Mancha submitted: “Maharaj! Attachment to my deceased niece’s infant son clouded my spiritual discrimination.” Shrihari counseled him lovingly: “Bapu! Anger is a deceptive, blinding veil of Maya. If even a master ascetic like yourself can be trapped by wrath, who can remain safe? God alone protects and sustains every soul.” Deeply chastened, Mancha buried his head at Shrihari’s lotus feet: “O Savior of the fallen! In a fit of worldly passion, I committed a grave transgression. Forgive me, O Lord, and sever my worldly bonds forever!” Pleased with his genuine surrender, Shriji Maharaj initiated him into the monastic order, bestowing the monastic name Achintyanand Swami (‘He who abides free from worldly anxiety’), dispatching him to tour distant regions and preach the divine word.
- From Adarsh Bhaktagatha… 🙇🏻♂️🙏