ગામ રામોલડી ખંભાતથી ૨૪ કિમીના અંતરે આવેલું છે. આ રામોલડી ગામે કરણાભાઈ ગઢવી નામના એક શૂરવીર ચારણ ભક્ત રહેતા હતા, જેમણે વડતાલમાં શ્રીજીમહારાજની માણકી ઘોડીને જોઈ હતી.

Gujarati

રામોલડીના કરણા ગઢવીની માણકી ઘોડી પ્રત્યે નિષ્ઠા અને પ્રભુ ઓળખાણ

ગામ રામોલડી ખંભાતથી ૨૪ કિમીના અંતરે આવેલું છે. આ રામોલડી ગામે કરણાભાઈ ગઢવી નામના એક શૂરવીર ચારણ ભક્ત રહેતા હતા, જેમણે વડતાલમાં શ્રીજીમહારાજની માણકી ઘોડીનાં દર્શન કરેલાં અને પોતાના અંતરમાં ઉતારી લીધેલી.

એક વખત શ્રીહરિ માણેકવરણી માણકી ઉપર સવાર થઈ ગુજરાતમાં પૂરપાટ વેગે વિચરતા હતા. માણકીનો અદ્ભુત વેગ જોઈ સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે:

માણકીનો વેગ દેખ્યો સૂણ્યો કોઈ, આકાશથી તારો ખર્યો જાણું જોઈ..!
ગરુડલાજ લોપી માણકીએ સોઈ..!! વાલમજી વેલા વળજો ગઢપુર...

શ્રીહરિ રામોલડી ગામના પાદરે આવેલા કૂવે માણકી ઘોડીને પાણી પાવા માટે રોકાયા. તે સમયે ગામના કરણાભાઈ ગઢવી ત્યાંથી પસાર થતા હતા. તેમણે તરત જ માણકી ઘોડીને ઓળખી લીધી કે આ તો ગઢડાવાળા સ્વામિનારાયણ ભગવાનની જ પ્રખ્યાત માણકી ઘોડી છે! પરંતુ તેમણે ક્યારેય શ્રીજીમહારાજનાં પ્રત્યક્ષ દર્શન કરેલાં ન હોવાથી અસવારને ઓળખી શક્યા નહીં. કરણા ગઢવીએ માન્યું કે આ કોઈ ચોર સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડીને ચોરીને ભાગી રહ્યો છે!

ક્ષત્રિય ચારણનું લોહી ઊકળી ઊઠ્યું. કરણા ગઢવીએ તત્કાળ મ્યાનમાંથી તલવાર ખેંચી અને લાલ આંખો કરી શ્રીહરિ સામે ધસી જઈ પડકાર કર્યો: “એલા જુવાન! આ ઘોડી ક્યાંથી લાવ્યો?” શ્રીજીમહારાજે શાંતિથી સ્મિત કરતાં કહ્યું, “ભાઈ! આ તો અમારી જ માણકી ઘોડી છે!” ગઢવી તાડૂકીને બોલ્યા, “ખોટું બોલ મા! મારું મોસાળ નરસંડા છે અને મેં વડતાલમાં આ ઘોડીને જોઈ છે! આ તો ભગવાન સ્વામિનારાયણની માણકી છે! સાચું બોલ, નહીંતર આ તલવાર સગી નહીં થાય; હું આ ઘોડી લઈને તને જીવતો નહીં જવા દઉં!” એમ કહી તલવાર ઉગામીને સામે ઊભા રહી ગયા!

બરાબર તે જ ક્ષણે પાછળથી દોડતા આવતા બીજા સત્સંગી અસવારો ત્યાં આવી પહોંચ્યા. તેમણે આ દ્રશ્ય જોઈ કરણા ગઢવીને કહ્યું, “ગઢવીભાઈ! તલવાર મ્યાન કરો! જેમના પર તમે તલવાર ઉગામી રહ્યા છો, એ પોતે જ સાક્ષાત્ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે અને આ તેમની જ માણકી ઘોડી છે!” આ સાંભળતાં જ કરણા ગઢવીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ! તેમણે શ્રીજીમહારાજના દિવ્ય તેજોમય મુખારવિંદ સામે જોયું અને પોતાનો અવિવેક સમજાતાં ધ્રૂજી ઊઠ્યા. આંખમાં પશ્ચાત્તાપનાં આંસુ સાથે તેઓ પ્રભુના ચરણોમાં સાષ્ટાંગ ઢળી પડ્યા અને ચારણી ભાષામાં મધુર છંદો ગાઈને માફી માંગી. શ્રીહરિ ખડખડાટ હસી પડ્યા અને ગઢવીને પ્રેમથી બેઠા કરી બાથમાં ઘાલીને આલિંગન આપ્યું: “કરણાભાઈ! તમારા જેવા નિષ્કપટ અને માણકીને ચાહનારા ભક્ત પર અમે અતિ પ્રસન્ન છીએ!”

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીના પ્રકરણ ૧૨૩, કડી ૨૪માં રામોલડીના ભક્તોને સંભાર્યા છે:

શેઠ વજા આદિ સહુ ભાઈ, વસે ગામ રામોલડી માંઈ..!
  • શ્રીભક્તચિંતામણિના મુક્તોના ચિંતનમાંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

रामोल्डी के करणा गढवी की मानकी घोड़ी के प्रति निष्ठा और प्रभु-पहचान

रामोल्डी गाँव खंभात से लगभग 24 किलोमीटर दूर स्थित है। इस गाँव में करणाभाई गढ़वी नामक एक शूरवीर चारण भक्त रहते थे। उन्होंने वडताल में श्रीजी महाराज की प्रसिद्ध मानकी घोड़ी के दर्शन किए थे और उसका स्वरूप अपने हृदय में अंकित कर लिया था।

एक बार श्रीजी महाराज मानकी घोड़ी पर सवार होकर गुजरात प्रांत में अत्यंत तीव्र वेग से विचरण कर रहे थे। मानकी का वेग वायु के समान था। मार्ग में रामोल्डी गाँव के बाहरी कुएँ पर महाराज मानकी को जल पिलाने हेतु रुके। उसी समय करणा गढ़वी वहाँ पहुँचे। उन्होंने तुरंत मानकी को पहचान लिया कि यह तो गढ़डा वाले भगवान स्वामीनारायण की ही घोड़ी है! किंतु उन्होंने कभी साक्षात् श्रीजी महाराज के दर्शन नहीं किए थे, अतः वे सवार को नहीं पहचान सके। करणा गढ़वी ने सोचा कि यह कोई अश्व-चोर है जो भगवान स्वामीनारायण की मानकी घोड़ी चुराकर भाग रहा है!

चारण का क्षत्रिय स्वाभिमान जाग उठा। करणा गढ़वी ने तुरंत म्यान से तलवार खींच ली और लाल-पीली आँखें करके गरज उठे, “अरे ओ नवयुवक! यह घोड़ी कहाँ से चुराकर लाया है?” श्रीजी महाराज ने मंद मुस्कान के साथ कहा, “भाई! यह तो हमारी अपनी ही मानकी घोड़ी है।” करणा गढ़वी क्रोध में चिल्लाए, “झूठ मत बोलो! मेरा ननिहाल नरसंडा में है और मैंने वडताल में यह घोड़ी देखी है। यह तो भगवान स्वामीनारायण की मानकी है! सच-सच बताओ, नहीं तो यह तलवार रक्त की प्यासी हो जाएगी; मैं तुम्हें यह घोड़ी ले जाने नहीं दूँगा!”

उसी समय पीछे छूटे हुए अन्य सत्संगी घुड़सवार वहाँ आ पहुँचे। उन्होंने जब यह दृश्य देखा, तो पुकार उठे, “करणाभाई! तलवार म्यान में रखिए! जिन पर आप शस्त्र उठा रहे हैं, वे स्वयं साक्षात् पूर्णपुरुषोत्तम भगवान स्वामीनारायण हैं!” यह सुनते ही करणा गढ़वी के हाथ काँपने लगे और तलवार भूमि पर गिर पड़ी। जब उन्होंने प्रभु के दिव्य मुखमंडल पर दृष्टि डाली, तो वे स्तब्ध रह गए। अश्रुपूरित नेत्रों से वे श्रीहरि के चरणों में गिर पड़े और चारणी भाषा में सुंदर छंद गाकर क्षमा याचना की। श्रीजी महाराज ठहाका मारकर हँसे और गढ़वी को उठाकर अपनी भुजाओं में भर लिया: “करणाभाई! आपके जैसे निष्कपट और मानकी के सच्चे रक्षक भक्त पर हम अत्यंत प्रसन्न हैं!”

  • श्रीभक्तचिंतामणि के मुक्तों के चिंतन से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Karna Gadhvi of Ramoldi: Fierce Devotion to Manki and Recognizing Shrihari

The village of Ramoldi lies twenty-four kilometers from Khambhat. Residing in Ramoldi was a valiant Charan devotee named Karna Gadhvi, who had once admired Bhagwan Swaminarayan’s magnificent mare, Manki, in Vadtal, indelibly etching her regal features in his memory.

On one occasion, Shrihari was riding Manki across Gujarat at breathtaking speed, outdistancing His entire escort of horsemen. Halting by an irrigation well on the outskirts of Ramoldi to water the thirsty mare, Maharaj dismounted. At that moment, Karna Gadhvi approached the well. He instantly recognized the distinctive build, gait, and markings of Manki! However, having never personally seen Bhagwan Swaminarayan in human form, he failed to recognize the radiant young rider. Assuming that an audacious horse thief had stolen Swaminarayan’s legendary steed, Karna’s warrior blood boiled with righteous fury!

Drawing his gleaming sword with lightning speed, Karna confronted the rider with blazing eyes: “Hey you! Where did you steal this mare from?” Shriji Maharaj replied with a calm smile: “Good sir, this is Our very own mare Manki.” Karna bellowed: “Do not lie to a Charan! My maternal home is in Narsanda, and I have seen this divine mare with my own eyes in Vadtal! This is the sacred mount of Bhagwan Swaminarayan! Speak the truth, or my blade will show you no mercy; you will not leave this well alive with her!”

Just as the altercation threatened to turn violent, the trailing Satsangi riders galloped up to the well. Witnessing the standoff, they cried out: “Karna Gadhvi! Sheathe your sword immediately! The rider you are threatening with your blade is none other than Bhagwan Swaminarayan Himself!” The sword slipped from Karna’s trembling hands. Gazing into Shrihari’s compassionate, divine eyes, he was overcome with profound remorse. Collapsing into full prostration at the Lord’s lotus feet, he burst into tears, reciting traditional Charani poetry in praise of the Lord. Shrihari broke into hearty, ringing laughter, embracing the loyal Charan warmly: “Karna Gadhvi! We are deeply pleased with your unhesitating loyalty and your fearless defense of Manki!”

  • From Bhaktachintamani: Meditations on the Muktas… 🙇🏻‍♂️🙏