સદગુરુ મુકતાનંદ સ્વામી વડોદરાની સભા જીત્યા ને શ્રીહરિ ને સયાજીરાવ ગાયકવાડે માન-સન્માન સાથે હાથીની સવારી મા સુવર્ણ અંબાડીએ પધરાવી ને ધામધૂમ થી રાજમા પધરાવ્યા.

Gujarati

વડોદરામાં રણછોડ ભાવસારના પત્ની અને બૂઢા ફકિર પર કૃપા

સદગુરુ મુકતાનંદ સ્વામી વડોદરાની સભા જીત્યા ને શ્રીહરિ ને સયાજીરાવ ગાયકવાડે માન-સન્માન સાથે હાથીની સવારી મા સુવર્ણ અંબાડીએ પધરાવી ને ધામધૂમ થી રાજમા પધરાવ્યા. એ સમે સદગુરુ પૃેમાનંદ સ્વામીએ આ સવારી ના વર્ણનનાં અદભૂત આઠ પદ બનાવ્યા. સાતમાં પદમાં પંકિત લખી કે… પુરુષ યહ પૂરન અવતારી, પુરુષ યહ પૂરન અવતારી..! ઘર બેઠે ચલી આયે મૂરત લેહો ઉર ધારી..!!

એ પંકિત અનુસાર એ વખતે સત્સંગી રણછોડ ભાવસારે એના પત્નીને કહ્યું કે સાંભળ.. છો, જો શ્રીજીમહારાજ હાથી ની સવારીએ બીરાજમાન છે, દર્શન કરી લે..! આ મોકો હવે તને ઝીંદગી મા ફરીને મળે નો મળે..! આ સાંભળીને એના પત્નિ બોલ્યા કે તમારે આંખો છે, હુ તો હાવ આંધળી છવ તે કેમ દર્શન કંરુ? કેમ કરીને એ મુર્તિ ને ધારું? ભગવાન જો સાચા હોય તો મને દર્શન દેય ને..! બાઇને આંખ્ય માથી અફસોસ ની આંસુની ધારા વહી..! પણ એજ ક્ષણે વીંહ વીંહ વરહથી જે આંખો મા છારી વળી ગઇ હતીને કાય સુઝતુ ન હતું એ દુર થયું ને રણછોડ ભાવસારના પત્નીને શ્રીજી મહારાજની સવારીના દિવ્ય દર્શન થયા. બાઇ દેખતા થયા ને શ્રીહરિને સુવર્ણ અંબાડીએ મંદ મંદ હાસ્ય કરતાને હાથમા ફૂલદડો ઉછાળતા દર્શન થયા. સર્વ સંતો ભક્તોના દર્શન થયા. તે હરખઘેલા થતા થકા એમના પતિ રણછોડ ભાવસારને બોલ્યા કે હુ તો દેખતી થઇ ગઇ..! આ સાંભળી ને પરમ સત્સંગી એવા રણછોડ ભાવસાર બોલ્યા કે જો હવે બીજુ કાય જોઇશ નહી, જોવા જેવા તો એક ભગવાન જ છે, બાકી બધુ તો મિથ્યા છે. શ્રીજીમહારાજે તને એમનુ દર્શન દેવા સારુ જ દેખતી કરી છે, માટે હવે બસ એમની મુરતનુ જ દર્શન જીવ્ય નયા લગણ રાખજે.

શ્રીહરિની એ શાહી સવારી વડોદરાના રાજમાર્ગ ઉપર ધામધૂમ થી ચાલતી જતી હતી, ચોરે-ચૌટે, મહોલ્લાના સૌ આબાલ-વૃદ્ધ એ દર્શન કરતા હતા એ વખતે રસ્તામા પ૦૦ વરહ જુની સાત કબરો છે એના છાપરામાંથી એક દિગંબર બૂઢો ફકિર બેઠો હતો એ શ્રીજીમહારાજના દર્શન કરવા બહાર નીકળ્યો. શ્રીજીમહારાજની અમીનજર એ ફકિર ઉપર પડતા જ શ્રીહરિએ એના ઉપર હાથમા ધારેલા સફેદ પુષ્પો હતા એ ફકિર ઉપર ફેંકયા. જેવા એ સફેદ પુષ્ષો એ ફકિર ઉપર પડ્યા કે તુરંત જ સફેદ જગન્નાથી કાપડની અલફી બની ગઇ અને ફકીરના શરીર ને પગની પાની સુધી ઢાંકી દીધું. ફકીર તો આ દિવ્યતા અનુભવતા જ ધન્ય ધન્ય થઇ ગયો હોય એમ અંતરમા થી પોકાર કરીને બોલ્યો કે યા અલ્લાહ..! યા ખૂદા..! યા સ્વામિનારાયણ..! તુમને મેરે જૈસે નાચીજ કો ભી રહેમત મે રખા..! પરવરદિગાર તુમહારે રહેમ કી કોઇ કમીં નહી હૈ…! એમ બોલતો બોલતો નાચગાન કરતો કરતો શ્રીજીમહારાજની સવારી પાછળ દોડતો દોડતો શ્રીહરિના ઉતારા સુધી પણ આવ્યો. બસ એજ ઘડીથી એ ફકિર જીવ્યા ત્યાં લગી યા અલ્લાહ..! યા ખૂદા..! યા સ્વામિનારાયણ.. મેરે પરવરદિગાર..! એમ ભજન કર્યા કર્યું. જીવનના અંતસમયે પણ આમજ નામસ્મરણ કરીને દેહ છોડ્યો.

  • ભગવાન શ્રી સ્વામીનારાયણ માંથી… 🙇🏻‍♂️🙏