ગઢપુરમાં માણકી ઘોડીનો વછેરો બહુ દેખાવડો હતો. નાનપણથી એ બહુ રુપાળો હતો તે સહુને એના ઉપર બહુ હેત હતું.
Gujarati
ગઢપુરમાં માણકીનો વછેરો અને કામી બાવાજીનો મોક્ષ
ગઢપુરમાં માણકી ઘોડીનો વછેરો બહુ દેખાવડો હતો. નાનપણથી એ બહુ રુપાળો હતો તે સહુને એના ઉપર બહુ હેત હતું. શ્રીજી મહારાજે પણ એને સારી પેઠે ખવરાવવાની આજ્ઞા કરેલી તે સહુ એને સારી પેઠે સાચવતા. એકદિવસ નાજા જોગીયા એને માથે પલાણ મુકીને તૈયાર કરીને દરબારગઢ માં લાવ્યા ને ચાબખે ફેરવીને રેવાળ ચાલ શીખવી. બરાબર એજ વખતે ગઢપુર મા ઘોડા ખરીદવાવાળો કોઇ સોદાગર આવ્યો. એને કોઇએ આ વછેરાની વાત્ય કરી તે દરબારગઢમા આવ્યો ને વછેરો જોઇને સતરસો રુપીયા નો રોકડે વેચાતો માંગ્યો. શ્રીહરિએ વેચવાની ના કહી.
શ્રીહરિએ વછેરાને ઓતરાદા બારની ઓસરી પાસે લાવીને શંખલાદી પલાણ નંખાવયો ને પોતે કેડ્ય બાંધીને અસવાર થયા. માણીગર અસવાર એ વછેરા ઉપર બેસતા જ અદભૂત શોભા બનતી હતી. શ્રીહરિએ વછેરાને લીંબતરુ ના ફરતે રેવાળ ચાલે ખુબ ફેરવ્યો. થોડીવારમા તો વછેરો અને શ્રીહરિ બંને પરસેવે રેબ-ઝેબ થય ગયા. પરસેવાના બિંદુઓ શ્રીહરિના ગૌર કપોળ ઉપર સુર્યકિરણ પડતા ચમકતા હતા. સર્વ સંતો-ભક્તો ને કાઠી દરબારો આ દિવ્ય દર્શન નિહાળતા થકા ફળીયા મા ઉભા હતા. એ વખતે એક કાઠી દરબારનો ગઢવી પણ ત્યાં જ ઘોડાઓના સોદાગરો પાસે જ ઉભો હતો. શ્રીહરિતો કૂદકો મારીને વછેરા ઉપર થી ઉતર્યા ને હાથમાં ચોકડું ઝાલતા થકા વછેરાને એની પાસે દોરી ગયા ને ૐ શ્રી નિસ્પૃહાય નમ: એવા શ્રીહરિએ એમને દાનમા આપી દીધો, સૌ કાઠી દરબારો તો આ પૃસંગ ને ફાટી આંખે જોઇ જ રયા, પણ શ્રીહરિ સામે તો આટલો કિમતી વછેરો આપવા છતા કોઇ કાય બોલી શકે એમ ન હતું. આખાયે દરબારગઢ મા સૌ જાણે મૌન થય ગયા.
રોંઢો ઢળતા લીંબતરુ તળે સભા થઇ ને ઢોલીયે મશરુંના ગાદલા ને ઓશીકા ઉપર શ્રીહરિ બેઠા હતા, સૌ મુકતાનંદ સ્વામી વગેરે મોટામોટા સંતોને સુરાબાપુ, સોમલોખાચર, દાદા ખાચર વગેરે કાઠી-દરબારો પણ બેઠા હતા ને થોડેદૂર લાડુબા-જીવુબા વગેરે સાંખ્યયોગના બાઇઓ બેઠા હતા. સભામાં જાણે શુન્યવત શાંતિ હતી, કિંમતી વછેરો આપી દેતા એ વિચારે કોઇ એક શબ્દ પણ બોલતું ન હતું.
શ્રીહરિ અંતર્યામીપણે સૌના મૌન ને જાણી ને પાર્ષદ ભગૂજીને ઇશારો કર્યો એટલે ભગૂજી બોલ્યા કે હું ને મહારાજ એકવખત એકગામમાં ગયાને બાવાજીના આશ્રમમા ઝાડના છાંયડે ઉતર્યા હતા. એ વખતે બાવાજીએ શ્રીજીમહારાજને જમવાનો આગૃહ કર્યો પણ મહારાજે જમવાની ના કહી એટલે અમે બંને ત્યાથી ચાલી નીકળ્યા. બાવાજી તો શ્રીહરિની પાછળ જમાડવા સારુ વિનંતી કરતા કરતા રસ્તે અમારા પાછળ દોડ્યા ને રડવા લાગ્યા ને બોલ્યા કે આજ મારા જીવતર ના ફળ સ્વરુપ શ્રીસ્વામિનારાયણ મહાપૃભુ મારા નાના એવા આશ્રમ મા એકવખત પધાર્યા, મને આજ મનમાં એક મનોરથ હતો કે મારા હાથે રસોઇ કરીને ભગવાનને જમાડુ પણ મારા હાથની રસોઇ જમવા પણ રોકાયા નહી. હુ કેવો અભાગીયો કે પૃભુને આ જીવતરે જમાડી પણ ન શક્યો..! એમ ઘણો ઘણો અફસોસ કરતા કરતા સાચા ભાવે એ બાવાજી રડ્યા.
અમે બંને રસ્તા ચાલતા જતા હતા ત્યારે મહારાજ ને મે એ બાવાજીનો ભાવ છતા જમવા કેમ ન રોકાયા એ પુછયુ ત્યારે મને શ્રીહરિ કહે કે આ બાવાજી ત્યાગી હોવા છતા બહુ કામી હતા, એટલે અમે એના હાથનુ જમ્યા નહી. એ બાવાજીનો દેહ પડી જતા હવે એ માણકી ઘોડી થકી જન્મ પામીને વછેરાનો દેહ પામ્યા છે. આ ગઢવી એને વાળી કરશે ને આ ઘોડાના દેહે એ દેશ દેશાવર ની ઘોડીઓ કામભાવે ભોગવશે એટલે એનો કામભાવ ની વાસના નિર્મૂળ થશે ને મરીને સત્સંગ મા જન્મ પામશે ને પછી નિરવાસનિક થઇને પોતાના આત્માનો મોક્ષ કરશે ને અંતે અક્ષરધામના અધિકારી થશે. તમે બધા આ વાતને જાણ્યા વિના જ ખાલી ખાલી વછેરાને દાનમાં ગઢવીને આપી દીધા નો શોક કરો છો.
આ વાત્ય ને જાણીને સહુ બધાને શોક ટળી ગયો ને સભામાં સુરાબાપુ વગેરે કાઠી-દરબારો પુર્વવત્ રાજી થયા.
- સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો માંથી…
🙇🏻♂️🙏