લોજ માં ગુરુદેવ રામાનંદ સ્વામીના આશ્રમમાં સદગુરુ મુકતાનંદ સ્વામી એ નિલકંઠ વર્ણીને પાર્ષદ દીક્ષા આપીને સરજુદાસ નામ પાડ્યું.

Gujarati

માંગરોળમાં નિલકંઠ વર્ણી અને સદાવ્રત લીલા

લોજ માં ગુરુદેવ રામાનંદ સ્વામીના આશ્રમમાં સદગુરુ મુકતાનંદ સ્વામી એ નિલકંઠ વર્ણીને પાર્ષદ દીક્ષા આપીને સરજુદાસ નામ પાડ્યું. સરજુદાસ પણ મુકતાનંદ સ્વામીની એક એક આજ્ઞા પાળતા ને શીષ્યભાવે આશ્રમની બધીજ નાની મોટી સેવા કરતા. એકદિવસ મુકતાનંદ સ્વામીએ સરજુદાસ ને બીજા ચાર સાધુઓને માંગરોળ મા આત્માનંદ નામે વૈરાગી સાધુ પોતાના આશ્રમે સદાવ્રત આપતા ત્યાં તેને સહાય કરવા મોકલ્યા. ત્યાં રહીને વર્ણી સૌને સેવામાં સહાય કરતા. બરાબર વર્ણી માંગરોળ આવ્યા એ જ સમયે અન્નકુટ નો ઉત્સવ આવ્યો તે સહુ સાધુઓએ ભેગા થઇને ઠાકોરજીને વિવિધ પકવાન ધરાવ્યા. એ સમયે અન્નકુટ ઘરાવતી વખતે આત્માનંદ વૈરાગીએ સરજુદાસ ને આજ્ઞા કરી કે સુખડી કે મીઠાઇ વગેરે જે કોરા કોરા પકવાન છે એ પૃસાદ રાખી મુકજો અને બીજા પદાર્થો ભીક્ષુકો ને પૃસાદ તરીકે જમાડી દેજો. એમ કહીને વૈરાગી તો ગામમાં પૃસાદી આપવા ગયા. આત્માનંદ વૈરાગી પાછા ફર્યા એટલી વાર મા તો દયાળુ સ્વભાવના વર્ણીએ સૌ ભિક્ષુકો ને જે કાઇ ચોક્ખા પકવાન હતા એ જમાડી દીધાને નવરા થઇને બેસી ગયા. આત્માનંદ વૈરાગી આવ્યા ને રહોડા મા જઇને જોયું ત્યારે જાણ થઇને બધીય હકિકત જાણી ને ગુસ્સે થયાને વઢતા થકા કોપાયમાન સ્વરે વર્ણી ઉપર તાડૂક્યા ને બોલ્યા કે આવું અવળું કામ કેમ કર્યું ? એમ કહીને આશ્રમમાં થી કાઢી મુકયા. વર્ણી તો જાણે કશુંય બન્યું જ ન હોય એમ વાવ ઉપર આવી ને ધ્યાનગૃસ્ત મુદ્રા મા બેઠા. મોડેક થી એકાંતિક ભક્ત ગોવર્ધનભાઇ ને બોલાવી ને સઘળી હકિકત કહીને આત્માનંદ વૈરાગી ના આશ્રમ ના સામેજ માંડવો કરાવીને સદાવૃત આપવા ની શરુઆત કરી. આ જોઇને આત્માનંદ વૈરાગીને ખીજ ચડી તે એના સદાવૃત મા આવતા ભિક્ષુકોને પણ સરજુદાસે શરુ કરેલ સદાવૃત મા મોકલવા મંડયા. સરજુદાસ વેષે શ્રીહરિ તો સૌને જેટલું જોઇએ એટલું સદાવૃત વહેંચવા મંડયા તે ત્યાં ના લોકો મા તો સરજુદાસ ની જય બોલાવા લાગી. એ વખતે એકદિવસ માંગરોળ શહેરના બૃાહ્મણો એ આત્માનંદ વૈરાગી પાસે જઇને ચોરાસી કરાવવાની અરજ કરી પણ આ વૈરાગીએ અસૂયાના ભાવથી વર્ણીના સદાવૃત મા મોકલ્યા. નિલકંઠ વર્ણી તો હોંશે હોંશે બધાને આવકારતા ને સીધું આપતા. બધીય જોઇતી વસ્તુઓની વ્યવસ્થા મહામુકત એવા ગોવર્ધનભાઇ શેઠ ની પાસે કરાવતા. વધારે વસ્તુઓની જરુરિયાત જોતા ભકતરાજ ગોવર્ધનભાઇ મુંજાણા ત્યારે વર્ણી હસીને કહે કે ટીપે ટીપે સરોવર ભરાય એમ આપડુ કામ પણ થઇ જશે જ..! સૌ થોડો થોડો સામાન લાવવા મંડયા ત્યારે વર્ણી એ સામી બાજુ ચૂલો ગળાવી ને રસોઇ કરાવી. આત્માનંદ વૈરાગી તો મનમા બળતરા કરતા વિચારવા લાગ્યા કે આણે એકાએક વસ્તુઓ ક્યાંથી કાઢી ને રસોઇ પણ કરાવી દીધી. પોતે ઇર્ષાભાવે વિચારવા લાગ્યા કે હવે વર્ણીને કાંક અડચણ થાય એવું કરાવુ એમ વિચારીને આગેવાન બૃાહ્મણો ને કહ્યું કે તમે બધા ચોરાસી મા જમવા તો આવ્યા પણ કોઇએ જાણ્યું કે આ વર્ણી નુ દૂધ કયુ છે? ક્યાંથી આવ્યા છે? કોણ છે? ચોરાસી મા આવેલા બૃાહ્મણો એ આવી ને આ વાત્ય વર્ણી ને પુછી તો એ સમયે વરણીની મુર્તી મા અનેક સુર્યો ના તેજ સમો પૃકાશ નીસરતો દેખ્યો અને સહુને દિવ્ય સ્વરુપમા જગતકર્તા પરમપિતાના સ્વરુપે સુવર્ણ સીહાસન બેઠેલા દર્શન થયા. સૌને અનંતમુકતો સીહાસન ના ફરતે શ્રીહરિની સેવા કરતા દર્શન થયા. સૌને ભગવાનપણા નો નિશ્ચય થયો. સૌ દર્શન કરીને આત્માનંદ વૈરાગીને બોલ્યા કે તમે તો એનું ભૂંડું કરવા ઇચ્છતા હતા પણ એતો સાક્ષાત પરમેશ્વર છે. એ વરણીની આગળ તો કોઇનુ કશુંય ચાલે એમ નથી. સૌ બૃાહ્મણો તયારબાદ ચોરાસી મા ભરપેટ જમ્યા ને સૌને દક્ષિણા મળતા સૌ સૌને ઘેર ગયા. વધેલા સીધાની સામગ્રી ગોવર્ધન શેઠે વેચી તો એમા પણ પૈસા વધ્યા તે નિલકંઠ વર્ણીએ સૂચન કરતા ત્યાં વાવ ઉપર એક ઓરડી કરાવી.

આ વાત્ય ની સદગુરુ મુકતાનંદ સ્વામી ને જાણ થતા એમને વરણીની એમને ચિંતા થઇ તો પરત લોજ તેડાવી લીધા.

  • સદગુરુ શ્રીઅદભૂતાનંદ સ્વામીની વાતોમાંથી… 🙇🏻‍♂️🙏