સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સત્સંગ વિચરણ મા ફરતા ફરતા ગોંડલ મંદિરે પધાર્યા. ગામની બાજુ મા લવજી દરજી ની દુકાન તે સંતોના યોગ મા આવેલા.
Gujarati
ગોંડલના લવજી દરજી અને ગુણાતિતાનંદ સ્વામીની ટકોર
સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સત્સંગ વિચરણ મા ફરતા ફરતા ગોંડલ મંદિરે પધાર્યા. ગામની બાજુ મા લવજી દરજી ની દુકાન તે સંતોના યોગ મા આવેલા. પોતાનુ દરજીકામ કરીને ગુજરાન ચલાવે ને બાજુમાં મંદિર તે રોજ સાંજ સવાર દર્શન કરે ને મંદિર ના સંજવારી વાળે. લવજી ને કોઇ ગામની રુપાળી સ્ત્રી મા આસકિત હતી તે રોજ મનમા એમ વિચારે જે આ બાઇનો ધણી મરે તો હુ એના હારે ઘર માંડું ને એને પરણું. પોતે મંદિરે પણ આ ભાવથી સેવા કરે કે મારુ આ સ્ત્રી હારે ઘર મંડાય.
સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી મોટા સંત છે એ વચનસીધ્ધ સમર્થપુરુષ એમ જાણીને લવજી રોજ મંદિરે દોડી દોડીને સેવા કરે, ગુણાતિતાનંદ સ્વામી અંતર્યામીપણે એના મનનો સંકલ્પ જાણી ગયા ને એકદિવસ એને બોલ્યા કે એલા લવજી..! તુ આ સેવા કરે છે પણ સારા ભાવથી કરજે હો..! એમ ટકોર કરી ને સ્વામી થોડા દિવસે વિચરણ મા જતા રહ્યા. લવજી ને જે બાઇ મા આસકિત હતી એ બાઇનો ધણી સંજોગવશાત્ છ-આઠ મહીના મા મરી ગયો ને લવજી એ બાઇ હારે નાતરું કરીને ઘરસંસાર માંડીને બેઠો. સંસાર શરુ થતા જ લવજી તો ધીમે ધીમે સત્સંગ માંથી ઓછો થઇ ગયો ને બાજુમાં જ મંદિર હોવા છતા મંદિરે દર્શને આવતો પણ બંધ થય ગયો. સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી વરહ વળોટ ફરીને સત્સંગ વિચરણ કરતા કરતા ગોંડલ મંદિરે પધાર્યા. સાંજની આરતિ વગેરે થય ને કથા વાર્તા પુરી થઇ પણ આખાયે દિવસ મા લવજી ને જોયો નહી એટલે સ્વામી એ હરિભક્તો ને પુછયુ કે લવજી મંદિરે આવતો એ કેમ નથી આવતો હવે? ત્યારે બીજી હરિભક્તોએ વિગતે વાત્ય કરી એટલે એ જાણી ને ગુણાતિતાનંદ સ્વામી બોલ્યા કે જીવનો સંકલ્પસીદ્ધ થયો તે હવે તો મંદિર શેનો વાળે..! આ જીવને ભગવાન સન્મુખ ચાલવા મા આડા ગઢ છે એની વિકતી જે.., આ લોક મા નાતિલા, કુટુંબી, મા-બાપ, સ્ત્રી, દ્રવ્ય, ઇન્દ્રીયું ને અંત:કરણ એ ગઢ છે. અને બે પૃકારના માણહ મંદિર મા ને મંડળ મા છે, તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને બીજો એકતો બીજાને રાખવો પડે એમ હોય..! એ બે માથી પોતાનું તપાસવું.
- સદગુરુ અક્ષરાનંદ સ્વામી ની સ્વામીની વાતો માંથી..
🙇🏻♂️🙏