ગામ ઉમરેઠના દયારામભાઈ શુક્લ શ્રીજીમહારાજના અનન્ય નિષ્ઠાવાળા પરમભક્ત હતા. તેઓ ઉમરેઠના જાણીતા ભક્ત રૂપરામ ઠાકર અને નરભેરામ દવેના સાથીદાર હતા.
Gujarati
ઉમરેઠના દયારામ શુક્લની અનન્ય નિષ્ઠા અને અયોધ્યાવાસીની દ્વારકા યાત્રા
ગામ ઉમરેઠના દયારામભાઈ શુક્લ શ્રીજીમહારાજના અનન્ય નિષ્ઠાવાળા પરમભક્ત હતા. તેઓ ઉમરેઠના જાણીતા ભક્ત રૂપરામ ઠાકર અને નરભેરામ દવેના પરમ સાથીદાર હતા. આ ત્રણેય ભક્તોએ અમદાવાદમાં બિરાજમાન શ્રીહરિની સભામાં જઈ પ્રભુના હાથે સત્સંગના વર્તમાન ધારણ કર્યા હતા.
દયારામ શુક્લ ખૂબ સુખી, પ્રતિષ્ઠિત અને મોટો સામાજિક વ્યવહાર ધરાવતા હોવા છતાં શ્રીજીમહારાજની પ્રત્યેક આજ્ઞા પાળવા સદાય તત્પર રહેતા. શ્રીહરિ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામી વારંવાર ઉમરેઠ પધારતા અને આ ભક્તોના ભાવભર્યા આતિથ્યનો સ્વીકાર કરતા.
એક વખત ગઢડાથી શ્રીજીમહારાજે અયોધ્યાથી આવેલા પોતાના સ્વજનો (અયોધ્યાવાસી ધર્મકુળ)ને શ્રી દ્વારિકાધીશના દર્શને મોકલવાનું નક્કી કર્યું. આ યાત્રાનું સમગ્ર નાણાકીય આયોજન, માર્ગની સુરક્ષા અને સર્વે સગવડ સાચવવાની અતિ મહત્ત્વની જવાબદારી મહારાજે દયારામ શુક્લને સોંપી. દયારામભાઈએ પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરી અયોધ્યાવાસીઓ સાથે દ્વારકા યાત્રા સુપેરે સંપન્ન કરાવી સર્વેને સંતોષ આપ્યો.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણી ગ્રંથના પ્રકરણ ૧૨૧, કડી ૩૯ થી ૪૧માં ઉમરેઠના આ ભક્તોની સ્તુતિ કરતાં લખ્યું છે:
ભક્ત ઉંમરેઠે અતિ સારા, પ્રેમીજન પ્રભુજી ને પ્યારા..!
દ્વિજ રૂપરામ નરભેરામ, નંદુ નંદલાલ દોય નામ..!!
દયારામ શુક્લના સુપુત્ર નાથાજીભાઈ શુક્લ તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના સ્તંભ સમાન ભક્ત બન્યા. તેમણે સ્થાપેલું સત્સંગ મંડળ આજે પણ સંપ્રદાયમાં અતિ પ્રતિષ્ઠિત અને દ્રઢ આશ્રિત મંડળ ગણાય છે. આ ત્રણેય ભક્તોના વંશજોમાં આજે પણ અખંડ સત્સંગની પરંપરા જીવંત છે.
- શ્રીભક્તચિંતામણિના મુક્તોના ચિંતનમાંથી… 🙇🏻♂️🙏
Hindi
उमरेठ के दयाराम शुक्ल की अनन्य निष्ठा और अयोध्यावासियों की द्वारका यात्रा
उमरेठ गाँव के दयारामभाई शुक्ल भगवान स्वामीनारायण के अनन्य और समर्पित भक्त थे। वे उमरेठ के प्रसिद्ध सत्संगी रूपराम ठाकर और नरभेराम दवे के घनिष्ठ सहयोगी थे। इन तीनों श्रेष्ठ भक्तों ने अहमदाबाद में श्रीहरि के श्रीमुख से वचनामृत सुनकर प्रभु के करकमलों से पंचवर्तमान ग्रहण किए थे।
दयाराम शुक्ल अत्यंत संपन्न, कुलीन और सामाजिक प्रभाव वाले महाजन थे, फिर भी वे प्रभु की प्रत्येक आज्ञा पर सर्वस्व समर्पित करने को तत्पर रहते थे। श्रीजी महाराज और सद्गुरु गोपालानंद स्वामी बारंबार उमरेठ पधारकर इन भक्तों के निष्काम प्रेम को स्वीकार करते थे।
एक बार गढ़डा से श्रीजी महाराज ने अयोध्या से पधारे अपने पारिवारिक स्वजनों (धर्मकुल) को द्वारकाधीश के दर्शनार्थ भेजने का निश्चय किया। इस सुदीर्घ यात्रा का संपूर्ण वित्तीय प्रबंधन, सुरक्षा और सुख-सुविधाओं की भारी ज़िम्मेदारी महाराज ने दयाराम शुक्ल को सौंपी। दयारामजी ने प्रभु की आज्ञा को शिरोधार्य कर अयोध्यावासियों को द्वारका की यात्रा अत्यंत कुशलता और निष्ठा से संपन्न कराई।
सद्गुरु निष्कुलानंद स्वामी ने भक्तचिंतामणि ग्रंथ (प्रकरण 121, कड़ी 39-41) में उमरेठ के इन प्रेमी भक्तों का गुणगान किया है:
भक्त उंमरेठे अति सारा, प्रेमीजन प्रभुजी ने प्यारा..!
द्विज रूपराम नरभेराम, नंदु नंदलाल दोय नाम..!!
दयाराम शुक्ल के सुपुत्र नाथाजीभाई शुक्ल वडताल लक्ष्मीनारायण देव पीठ के आधार स्तंभ बने। उनके द्वारा स्थापित सत्संग मंडल आज भी संप्रदाय में अत्यंत प्रतिष्ठित माना जाता है। इन निष्ठावान भक्तों के वंशज आज भी विशुद्ध सत्संग परंपरा का निर्वहन कर रहे हैं।
- श्रीभक्तचिंतामणि के मुक्तों के चिंतन से… 🙇🏻♂️🙏
English
Dayaram Shukla of Umreth: Devotion and Guiding the Dwarka Pilgrimage
Dayarambhai Shukla of Umreth was an ardent and resolute devotee of Bhagwan Swaminarayan. Alongside fellow disciples Rupram Thakar and Narbheram Dave, he received the spiritual vows directly from Shrihari during an assembly in Ahmedabad.
Despite belonging to an affluent, aristocratic Brahmin family of high social standing, Dayaram placed obedience to Shrihari above all worldly pride. Shriji Maharaj and Sadguru Gopalanand Swami frequently visited Umreth, relishing the selfless devotion of these steadfast disciples.
Once, Shriji Maharaj arranged for His relatives from Ayodhya (the holy Dharmakul) to embark on a sacred pilgrimage to the shrine of Dwarkadhish. Entrusting the entire financial administration, logistics, and security of this arduous journey to Dayaram Shukla, Maharaj commanded him to guide the party. Dayaram embraced the assignment with total devotion, ensuring every comfort for the Dharmakul throughout their pilgrimage to Dwarka.
Sadguru Nishkulanand Swami extolled these illustrious devotees of Umreth in the Bhaktachintamani (Chapter 121, Verses 39-41):
Bhakt Umrethe ati saara, premijan Prabhuji ne pyaara..!
Dwij Rupram Narbheram, Nandu Nandlal doy naam..!!
Dayaram Shukla’s son, Nathajibhai Shukla, grew to become an indispensable pillar of the Vadtal diocesan seat of Shri Laxminarayan Dev. The spiritual study group he established remains an esteemed fellowship in the region, and his lineage continues to embody staunch Satsang values to this day.
- From Bhaktachintamani: Meditations on the Muktas… 🙇🏻♂️🙏