એકવાર ગઢપુર સદગુરુ બૃહ્માનંદ સ્વામી માંદા હતા. શ્રીહરિ એમની તબિયત પુછવા સારુ આસને ગયા હતા.
Gujarati
બ્રહ્માનંદ સ્વામીના અબોલા અને મોટીબાની ટકોર
એકવાર ગઢપુર સદગુરુ બૃહ્માનંદ સ્વામી માંદા હતા. શ્રીહરિ એમની તબિયત પુછવા સારુ આસને ગયા ને દરબારગઢની ઓસરી પરત આવ્યા એટલે લાડુબાં-જીવુબાં વગેરે બાઇઓએ મહારાજ ને એમના ખબર અંતર કેમ છે એ પુછપરછ કરી. શ્રીહરિ કહે કે સ્વામીને શરીરે સારુ નથી ને એમનુ આયુષ્ય પણ પુરુ થયું છે તો આજે ધામમાં જાશે. આ સાંભળીને બાઇઓ દિલગીર થયા ને બોલ્યા કે એવડા મોટા સંત ધામમાં જશે તો સત્સંગ મા બવ મોટી ખોટ્ય પડશે. એ મોટા કવિ છે તો આપણ ને નવા કિરતનો સાંભળવા ની પણ મોટી ખોટ્ય પડશે. હે મહારાજ..! કાળ તો તમારે વશ વર્તે છે તો એમને આયુષ્ય આપી ને રોકો. એમને ધામમાં ન લઇ જશો. આ સાંભળી શ્રીહરિ કહે કે જ્યારે આવરદા ખૂટે ત્યારે તો સહુને એકદિવસ જાવા નુ જ છે, પણ જો તમો સહુ બાઇઓ થોડી થોડી આવરદા દ્યો તો સ્વામી વધારે જીવે. શ્રીહરિ ના કહેણે સર્વે બાઇઓએ થોડી થોડી આવરદા દીધી તો શ્રીહરિ કહે કે તમે બધાએ આવરદા દીધી તે હવે બૃહ્માનંદ સ્વામી ૧૭ વરહ વધુ જીવશે. પછે બ્રહ્માનંદ સ્વામી ધીરે ધીરે સાજા થયા.
થોડેસમય વિત્યે બૃહ્માનંદ સ્વામી શ્રીહરિ સાથે સારંગપુરમા પધાર્યા હતા. એ સમે સભામા સ્વામી આવ્યા તે શ્રીહરિને પગે લાગીને બેઠા પણ મુકતાનંદ સ્વામીને પગે ન લાગ્યા. આ જોઇને શ્રીહરિ બોલ્યા કે સ્વામી તમે મુકતાનંદ સ્વામી ને પગે કેમ ન લાગ્યા? ત્યારે નિર્વિકારાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ..! એમણે સ્વામી સાથે સાત દિવસ થી અબોલા લીધા છે. શ્રીહરિ તો આ સાંભળતા જ ચમક્યા ને જાણીને મુખ રતુંબડું થય ગયું ને તુરંત જ સ્વામી ને પુછયુ કે કેમ તમે અબોલા લીધા ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કશુંય જવાબ બોલ્યા નહી ને મૌન રહ્યા. નિર્વિકારાનંદ સ્વામી ફરીને બોલ્યા કે બ્રહ્માનંદ સ્વામીને લહીયા વાસુદેવાનંદ મુનિ હારે અણબનાવ બન્યો તે એ એકડમલ થઇને સત્સંગ છોડીને જતા હતા તે સમયે સત્સંગ મુકતાનંદ સ્વામી ને ખબર પડી ને થયું કે એકડમલ થઇ જાહે તો આવડા મોટા બ્રહ્માનંદ સ્વામી નો યોગ જાહે એટલે એમણે એને સ્વામીનો મહિમા કહ્યો પણ વાસુદેવાનંદ મુનિ માન્યા નહી તે મુકતાનંદ સ્વામી એ એમને પોતાના મંડળ મા રાખ્યા. એ જાણીને સ્વામી ખીજવાયા ને અબોલા લીધા છે. શ્રીહરિ કહે કે.. બૃહ્માનંદ સ્વામી..! તમે તો મોટા સદગુરુ છો, આ સત્સંગ ને સંતોના સંગ સારુ તો તમે મોટા મોટા રાજાઓની મહોબત છોડી, કન્યા ઓના માગા છોડ્યા, રાજ-વૈભવ ને સુખ સાહ્યબી છોડ્યા, મણ મણ સોના ના ઘરેણા ને રસાલાઓ છોડ્યા ને એક ચેલા ને જતો અટકાવવા ભગવાન જેવા મુકતાનંદ સ્વામી જેવા સંત સાથે અબોલા લીધા..! બાઇઓની સભામાંથી પુર્વે બ્રહ્માનંદ સ્વામી ને વૈરાગ્ય જગાડનારા મોટીબાં બોલ્યા કે સાધુઓને પણ ચેલામા આવું મમત્વ હોય ? કે સદગુરુ મુકતાનંદ સ્વામી જેવા સંતનો અવગુણ આવે ? તો તો એને સાધુ કેવાય જ શાના ? મોટીબાની આ વાત્ય સાંભળતા જ વિચક્ષણ બુદ્ધિવાળા બ્રહ્માનંદ સ્વામી ચમકી ગયા ને હાજરજવાબીપણે તુરંત જ બોલ્યા કે હે મહારાજ..! એમા મારો કશો વાંક જ નથી, હમણાં થોડેસમય પેલા હુ માંદો પડ્યો ત્યારે તમે મને આયુષ્ય દેવરાવીને જીવાડયો એ વખતે કોઇ વઢકણી બાઇની સાત દિવસ ની આવરદા આવી હશે એના લીધે મારે અબોલા થયા ને મારી સાધુતા લજવાણી. આ સાંભળીને સભામા સહુ બહુ હસ્યા.
પછે બોલ્યા બૃહ્મમુનિ વાણી, કહુ સાંભળો સારંગપાણી..! નથી એમા મારો કાઇ વાંક, હુ તો છવ સત્સંગ મા રાંક..!! પણ માંદો થયો હતો જ્યારે, સૌએ આપી આવરદા ત્યારે..! ખરી હશે કોઇ બાઇ વઢાકારી, ખરી હોય જેવી બલાખારી..!! એની આયુષ્ય ના દિન સાત, આ મેતો ભોગવીયા નરભૃાત..! થયો બુદ્ધિમાં તેથી બગાડ, ઉપજયુ ઇર્ષાતણુ ઝાડ..!! એમ ઉચ્ચરી ને ઉભા થઇ, મુકતમુનિને આગળે જઇ..! કર્યો પૃેમેથી દંડ પૃણામ, વળી વિનંતી કરી એહ ઠામ..!!
બૃહ્માનંદ સ્વામી તુરંત જ ઉભા થયા ને સદગુરુ મુકતાનંદ સ્વામી ને આંખ્ય મા આંસુ સાથે દંડવત કર્યા ને માફી માંગતા થકા રડી પડ્યા. સદગુરુ મુકતાનંદ સ્વામી પણ સ્વામીને બાથમાં લઇને ભેટી પડ્યા.
- ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી… 🙇🏻♂️🙏