શ્રીજી મહારાજ વડતાલમા બીરાજતા હતા. રોજ દેશોદેશના સંઘમાં બાઇ-ભાઇ આવીને દર્શન કરીને જીવનનો અલભ્ય લાભ લેતા હતા.

Gujarati

ઝલાવાડનો સંઘ અને ડોશીનો ઠપકો

શ્રીજી મહારાજ વડતાલમા બીરાજતા હતા. રોજ દેશોદેશના સંઘમાં બાઇ-ભાઇ આવીને દર્શન કરીને જીવનનો અલભ્ય લાભ લેતા હતા. એક દિવસ આંબલા નીચે સભા કરીને શ્રીહરિ બેઠા હતા ત્યાં સમાચાર આવ્યા કે ઝાલાવાડ દેશનો સંઘ હાલ ગામ નડીયાદ પહોંચ્યો છે. શ્રીહરિએ સુરાખાચર ને કહ્યું કે તમે તુરંત એક ઘોડેસવાર ને મોકલીને સંઘને સમાચાર મોકલાવો કે રસ્તા મા અહૂર ટાણુ થશે ને લૂંટારુનો ભય છે. તો ત્યાંજ રાત્ય રોકાય જાય ને સૌ સવારે વડતાલ આવવા નીસરે..! સુરાખાચર કેય ભલે મહારાજ..! હમણાં જ એકાદ માણહને તમારો સંદેશો લઇને તાત્કાલિક મોકલું. થોડીવાર મા શ્રીહરિ ફરીને બોલ્યા કે સુરાબાપુ, સંઘને કહેણ સારુ નડીયાદ કોઇક ને મોકલો કે ભલે આવી જતા..! સૌ સથવારે ચાલતા પહોંચી જાહે વાંઘો નય આવે..! સુરાખાચર કહે ભલે મહારાજ..! એમ કહી બીજો માણસ રવાના કર્યો. હજુ તો અર્ધી ઘડી સમય પણ નય થયો હોય ત્યાં શ્રીહરિ ફરીને બોલ્યા કે સુરાખાચર..! સંઘ ભલે ને નડીયાદ રોકાતો હોય, સૌ થાક્યા હશે ને રસ્તા મા આમેય થોડોક અસૂરના ભય જેવુ છે તો સૌ રાતવાસો કરીને સવારે નાહી-ધોઇને જ ભલે આવતા. સુરાખાચરે તો કોઇ વિચાર વગર ફરીને ત્રીજો માણસ સંઘને ચાલવાની ના કહેવડાવવા સારુ મોકલ્યો.

ઝાલાવાડનો એ સંઘ સવારે થોડેક દિવસ ચડતા તો નડિયાદથી વડતાલ પહોંચી ગયો. સૌએ આવીને શ્રીહરિ ને સંતો-ભક્તોના દર્શન કર્યા, શ્રીહરિએ સૌને કુશળ સમાચાર પુછ્યા ને રસ્તા મા કાય અગવડતા પડી નથી ને..! એમ પુછપરછ કરતા થકા પ્રસન્નતા વ્યક્ત કરી. એ સમે સંઘમાં એક ડોશી હતા એ જરા સ્વભાવે આકરા હતા તે શ્રીજીમહારાજને ઠપકો આપવા માંડ્યા ને સૌ વચાળે સભા મા બોલ્યા કે, કાલે તો તમે અમને હેરાન હેરાન કરી નાંખ્યા…! પેલા માણહ મોકલ્યો તે અમે વેલડા છોડાવ્યા, વળી બીજો આવ્યો તે ફરી વેલડા ને જોડાવ્યા ને જરાક હાલતા થયા ત્યાં પાછો ત્રીજો મોકલ્યો તે વળી છોડાવ્યા. માણહ કેય કે મહારાજે કીધુ છે કે રસ્તા મા બીક છે તો રોકાવ..! તે બીક કોની લગાડી લાગવાની છે..! તમારા સીવાય કોણ અમને આંગળીય અડાડવાને સમર્થ છે. બધુય તમારું કર્યું તો થાય છે..! પાછા ઉપરથી કેવરાવો છો કે રસ્તા મા લૂંટારા છે. કાલ્યની તમારા ઉપર એવી તો રીંહ ચડી છે કે બીજો કોઇ જો નાનો-મોટો ભગવાન હોય તો નયા વયા જાઇ ને રાવ(ફરિયાદ) કરિએ. પણ અમારે ભાગ્યે કઠણાય તે તમે જ લખ્યા છો તો હવે કયા જાઇએ..! શ્રીહરિ તો ડોશીમાની આ ફરિયાદ સાંભળતા જ મુખ ઉપર રૂમાલ રાખીને હસવા જ મંડ્યા. મહારાજ સૌ ઉપર બહુ રાજી થયા ને થોડીવાર સુધી તો સભામા સૌ સાથે હસ્યા ને મર્મ મા બોલ્યા કે સોનામહોરનો થાળ લઇને કાશી સુધી જઇ શકો એવી વ્યવસ્થા કરે એવો રાજા હમણાં જ આવે છે.

  • શ્રીજીમહારાજ પ્રગટ ની વાતો માથી…. 🙇🏻‍♂️🙏