શ્રીહરિ વરતાલ થી સુરત જવા નીસર્યા. હારે સુરાખાચર ને સહુ સંઘમાં સંતો-ભક્તો હતા.
Gujarati
નર્મદામાં હોડીની સફર અને સુરાબાપુનો ઠોંસો
શ્રીહરિ વરતાલ થી સુરત જવા નીસર્યા. હારે સુરાખાચર ને સહુ સંઘમાં સંતો-ભક્તો હતા. ભરુચ પહોંચતા નર્મદા નદી આવી એટલે સામે કાઠે જાવા સહુ ભાડાની હોડીમાં બેઠા. શ્રીહરિને સુરાબાપુ ની બાજુમાં એક અડબંગ વૈરાગી બાવો બેઠો હતો. પોતે પોતાની હોકલી મા ધતૂરી જગાવી ને ધૂમાડા ના ગોટે ગોટા કાઢીને પીવા માંડ્યો. શ્રીહરિ તો કશુ બોલ્યા નહી પણ સુરાબાપુ થી રેવાયુ નય તે લાલચોળ થય ગયા ને તરત કાઠીરંગમાં આવી ગયા ને બોલ્યા એલા ગધના બાવલીયા..! આ ધતૂડી ના ગોટે ગોટા કાઢછ તે જરાક આઘેરો જઇને બેહ ને નયા તમતારે ગોટેગોટા કાઢ્ય..! આ તારો પૃસાદી નો હંધોય ધૂવાડો મારા શ્રીજીમહારાજ ઉપર આવે છ..! એટલે જરાક આઘો બેહ..!
બાવો તો જાણે કશુ સાંભળ્યો નો હોય એમ સુરાબાપુને ગણકાર્યા નય એટલે સુરાબાપુને જરાક ગુસ્સો આવ્યો પણ શ્રીહરિ હારે હતા એટલે ધોલ-ધપાટ કરી ન શક્યા. સુરાબાપુ પડખે બેઠા બેઠા જ જરાક હાથનો ઠોંસો બાવા ને માર્યો તે બાવો તો કૃોધ નો માર્યો બડ-બડ કરવા મંડ્યો.
આ સાંભળીને સુરાબાપુ કેય ભણે..! સાધુ માત્મા..! તમે કૃોધ કાણું કરતા છોવ….! જોવો મને કૃોધ આવ્યો પણ હુ કાણું કરતો છવ..! કૃોધ કરશો તો કલ્યાણ બગડશે…! શ્રીહરિ તો મુખ પર રુમાલ રાખતા થકા હસવા જ મંડ્યા ને બોલ્યા કે સુરાબાપુ તમે ઓલા ને હાથ નો ઠોંસો મારી ને હવે વળી કૃોધ નુ કયો છો..!
હોડી ચાલુ થઇ ને નદીના પૃવાહ મા ચાલુ થઇ. ઓલો બાવો તો પાછો અગડમ્-બગડમ્ કરતો કરતો પોતાની હોકલી મા ધતૂરી જગાવીને પીવા મંડ્યો ને વળી ધૂમાડો સુરાબાપુ ને શ્રીહરિ ઉપર આવ્યો એટલે સુરાબાપુએ એને પીવાની ના પાડી પણ બાવો માન્યો નહી. સુરાબાપુએ બાવાની પડખે બેઠા થકા એક કોણી મારી તે ઓલો બાવો તો બડ-બડ કરતો ઉભો થય ગયો ને આઘો જ વયો ને છેક હોડીના આઘા ખૂણે જઇને બેઠો. શ્રીહરિ તો ખડખડાટ હસી પડ્યા ને સુરાબાપુને બોલ્યા કે સુરાબાપુ, તમે ઓલા મહાત્મા ને ઉઠાડીને જ રયા..!
સુરાખાચર કહે કે હે મહારાજ..! ઇ ગોલકૂનો…! ધીરે ધીરે કીધે હમજતો નોતો તે એક કોણી દીધી તે ઠામુકો ઉભો થઇને જ આઘો વયો ગયો..! હવે નયા આઘેરો નિરાંતે બેઠો બેઠો ભલે ધૂમાડા કાઢતો.
- શ્રી હરિચરિત્રચિંતામણિ માંથી…
🙇🏻♂️🙏