એકવાર શ્રીહરિ ગોંડલ પધાર્યા હતા ને સંગે સદગુરુ મુકતાનંદ સ્વામી તથા સંતોભકતો હતા. શહેર થી ઉગમણી તરફ ફુલવાડી મા શ્રીહરિનો ઉતારો હતો.

Gujarati

ગોંડલના વૈરાગી અને શ્રીજી મહારાજની ભવિષ્યવાણી

એકવાર શ્રીહરિ ગોંડલ પધાર્યા હતા ને સંગે સદગુરુ મુકતાનંદ સ્વામી તથા સંતોભકતો હતા. શહેર થી ઉગમણી તરફ ફુલવાડી મા શ્રીહરિનો ઉતારો હતો. મોટા વૃક્ષના છાયડે રત્ના ભગત ને ગામના બધા ભક્તો શ્રીહરિ પાસે સભામા બેઠા હતા. એ વખતે એક દેવમુકત વૈરાગી ગામના કેટલાક શેઠિયાઓ ને લઇને શ્રીહરિની સન્મુખ આવ્યો. આ વૈરાગી અભિમાની ને ઉદંડ હોઇ દ્વેષનો માર્યો આવીને અવળી અવળી વાતો કરીને તોછડાઇ કરવા વાગ્યો. શ્રીહરિ વાતો કરતા બંધ થય ગયા. થોડીવાર પછી શ્રીજીમહારાજે મુકતાનંદ સ્વામીને સંકેત કર્યો એટલે સ્વામી સાનમાં સમજીને સત્સંગની વાતો કરવા લાગ્યા. આ વાતો થોડીવાર સાંભળીને પેલો વૈરાગી કહે કે આ સાધુ મુકતાનંદ ની વાત્યુ સીધે સીધી સમજાય છે પણ આ સ્વામિનારાયણની વાતો સમજાતી નથી. તયારે મુકતાનંદ સ્વામી કહે કે એ સ્વામિનારાયણ ભગવાનની વાતો એમ ઘડીકમા સમજાય એવી નથી, અમે બધાય આ ઘરબાર સંસાર મુકીને બેઠા છઇ તોય અમને એમની વાતો સમજાતી નથી, નિગમ જેને નેતિ નેતિ કહે છે. ચાર વેદો જેનો પાર પામી શકતા નથી, તો આપણી જેવા પામર તો એની વાતોને શેના સમજીએ…! એ દેવમુકત વૈરાગીએ મુકતાનંદ સ્વામીને પૃશ્નો પુછયા સ્વામીએ તો રાજી થતા થકા એના મનના સંકલ્પો પૃમાણે જવાબ દીધા પણ જેવા સ્વામીએ પૃશ્નો પુછયા તો એ ગલ્લા તલ્લા કરવા મંડ્યો ને જવાબ દીધા નહી ને ઉલટાનો બકવા મંડ્યો કે આ તમારું બધુય પાખંડ છેને ઢોંગને આડંબર છે. તમે જગતને છેતરો છો. શ્રીજીમહારાજ મંદ મંદ હસ્યા ને કહે કે જીવની અવળાઇનો પાર નથી. અમારુ પાખંડ છે કે તમારું એ તો છ મહીના મા જ સમય આવ્યે સૌને ખબર પડશે. પેલો દેવમુકત વૈરાગી ને એના ચેલા તો શ્રીહરિના વચન સાંભળતા જ પોતાનું માન ઘવાયું જાણીને ચાલતી પકડી. શ્રીહરિને મુકતાનંદ સ્વામી વગેરે તો બીજેદિવસે ત્યાં થી મોકાખાચર ના વાકીયા થઇને ગઢપુર જાવા સંઘમાં સહુ ચાલી નીકળ્યા. છ એક મહીના વિત્યે એ વૈરાગી બાવો ગામમાં એક ઘરફોડ ચોરીના વાંકમા આવ્યો ને રાજના માણસો એ પકડીને પંચાયત મા રજુ કરતા દિવાને એને જેલ મા નાંખ્યો, પોતાના કાળા કરતૂતો ને પાખંડ ની લોકોને ખબર પડી. શ્રીહરિ સમા કરેલ દ્રોહનું ફળ ભોગવતો થકો જેલમાંજ મરણને શરણ થયો.

  • શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી…

🙇🏻‍♂️🙏