કાનમ દેશના કરજણ પાસેના ગામ રૂવાંદ થી બૃાહ્મણ બંધુઓ રામચંદ્ર ને રતનેશ્વર એમના ઘરડા માં સાથે શ્રીહરિના દર્શન ને સમાગમ કરવા ચાલીને ગઢપુર આવ્યા.

Gujarati

રૂવાંદના રામચંદ્ર અને રતનેશ્વરની ત્યાગ દીક્ષા

કાનમ દેશના કરજણ પાસેના ગામ રૂવાંદ થી બૃાહ્મણ બંધુઓ રામચંદ્ર ને રતનેશ્વર એમના ઘરડા માં સાથે શ્રીહરિના દર્શન ને સમાગમ કરવા ચાલીને ગઢપુર આવ્યા. ગઢપુર આવીને થોડાક દિવસ રોકાયા ને શ્રીજી મહારાજ ને સહુ મોટા મોટા નંદસંતોના દર્શન કર્યા. એ સમયે ગઢપુર મા હસનભાઇ રહેતા જે મંદિર નુ કામકાજ કરતા ને સાથે સાથે તમાકુ નો વેપાર પણ કરતા હતા. એમણે તમાકુ ને રાજકોટ ઉચા ભાવે વેચવા નો વિચાર કર્યો પણ ધંધા મા ખોટ્ય જાય તો એ વિચારે ગામ રૂવાંદ થી આવેલા રામચંદ્રભાઇ ને ધંધામાં ચાલાકીથી ભાગીદાર કર્યા. એકદિવસ હસનભાઇ ચાલાકીથી રામચંદ્રભાઇ ને બોલ્યા કે તમારે સરધાર જઇને તમાકુ વેચવાની..! એ વખતે મનના ભોળા એવા રામચંદ્રભાઇ એમની આંટીઘૂંટી મા આવી ગયા ને વળતે દિવસે વેલા ઉઠીને સરધાર જવા સારુ નીકળી ગયા. બીજે દિવસ રામચંદ્રભાઇ રોજની જેમ વિષ્ણુસહસ્રનામ નો પાઠ ને પુજન કરવા ન આવ્યા એટલે અંતર્યામી એવા ભક્તવત્સલશ્રીહરિએ એમના જીવના કલ્યાણ સારું નાનાભાઇ રતનેશ્વર ને બોલાવી ને બધીય વિગત જાણી. શ્રીહરિ ઘણા અકળાયા ને તુરતંજ બે પાર્ષદ ઘોડેસ્વાર ને પાછળ પગેરું ગોતીને બોલાવવા મોકલ્યા. પાર્ષદો તો તુરંત જ ગયા ને એમને સરધાર ના રસ્તે જાતા ગોતી ને પાછા બોલાવી લાવ્યા. રામચંદ્રભાઇ ને પોતાની ભૂલ્ય નુ ભાન થયું ને આવી ને શ્રીહરિએ પગે લાગીને માફી માંગી. શ્રીજીમહારાજ કહે તમે અમને પુછયા વગર હસન સાથે કેમ નીકળી ગયા? ભજન કરવાનુ મુકી ને એના ફંદામાં કયા પડ્યા..! શ્રીજીમહારાજે ફરીને નાના રતનેશ્વરભાઇ ને પણ બોલાવ્યા ને એમના માં પાસે લઇ ગયા ને શ્રીહરિ એમના માં ને બોલ્યા કે આ તમારા બંને દિકરાવ રામચંદ્ર ને રતનેશ્વર ને અમે ત્યાગી કરીને બૃહ્મચારી બનાવીએ તો તમે રાજી કે નહી? ત્યારે એમના ઘરડા માતુશ્રી ને તો હરખના આંસુ આવી ગયા ને તુરતંજ રાજી થઇને હા કહી ને બોલ્યા કે હે મહારાજ..! આપ પૃગટ ભગવાન મળ્યા ને મારા દિકરાવ ને તમે સામેથી માંગો છો એનાથી વિશેષ શુ ? ભલે બેઉ બૃહમચારી થાય હુ તો સાકર વહેંચીશ. શ્રીહરિ તુરંત જ બનેને દિક્ષા દીધીને મોટાભાઇ રામચંદ્રભાઇ ને પુરુષોત્તમાનંદ બૃહ્મચારી ને નાનાભાઇ રતનેશ્વર ને ગોવિંદાનંદ બૃહ્મચારી નામ પાડ્યા. બંને ભાઇઓ એ દિવસથી શ્રીહરિના ચરણે સમર્પિત થયા.

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી… 🙇🏻‍♂️🙏