એકવાર શ્રીહરિ ગઢપુરમાં વિરાજમાન હતા. તે વખતે મૂળી ગામના દરબાર પાતાલભાઈના બહેન રાજુબાંને છ મહિના સુધી મહારાજનાં દર્શન ન થતાં તેઓ મનોમન અત્યંત વ્યાકુળ થયાં.

Gujarati

મૂળીના રાજુબાંના દર્શનના ઉપવાસ, તાપણું અને ચંદનહારનું સમર્પણ

એકવાર શ્રીહરિ ગઢપુરમાં વિરાજમાન હતા. તે વખતે મૂળી ગામના દરબાર પાતાલભાઈના બહેન રાજુબાંને છ મહિના સુધી મહારાજનાં દર્શન ન થતાં તેઓ મનોમન અત્યંત વ્યાકુળ થયાં. રાજુબાંએ સંકલ્પ કર્યો કે, “જે જીવતરમાં પ્રગટ પ્રભુનાં દર્શન ન થાય, તેવું જીવન જીવવું વ્યર્થ છે!” તેમણે અન્ન-જળનો ત્યાગ કરી પ્રભુના ધ્યાનમાં બેસી ઉપવાસ શરૂ કર્યા.

ગઢપુરમાં અંતર્યામી શ્રીહરિએ પોતાના ભક્તનો આ આર્તનાદ સાંભળ્યો. પ્રભુએ સંતોને કહ્યું કે અમારે તાત્કાલિક લોયા જવું છે અને કોઈએ સાથે આવવું નહીં. શ્રીહરિ રોઝે ઘોડે સવાર થઈ લોયા પહોંચ્યા. સુરા ખાચરે પ્રેમથી થાળ જમાડ્યો. મહારાજે જમીને તરત ઘોડી પલાણી. સુરાબાપુએ રોકાવા આગ્રહ કર્યો તો મહારાજે કહ્યું, “સુરાબાપુ! અમારે મૂળીમાં એક મોટું કામ છે, રોકાય તેમ નથી!”

શ્રીજીમહારાજ પૂરપાટ ઘોડો દોડાવી મૂળીમાં સીધા પાતાલભાઈની ડેલીએ પહોંચ્યા. અચાનક પ્રભુને આંગણે ઊભેલા જોઈ રાજુબાંનો આનંદ સમાતો નહોતો! તેમણે પ્રભુને ગરમ જળથી સ્નાન કરાવી પ્રેમથી થાળ ધરાવ્યો. શ્રીહરિએ કહ્યું, “રાજુબાં! તમે ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા અમારા દર્શનની વાટ જોતા હતા, માટે પહેલાં તમે જમી લો; અમે તમને જમાડવા જ ગઢડેથી એકલા દોડી આવ્યા છીએ!” રાજુબાંએ પારણું કર્યું.

ત્યારબાદ શ્રીહરિએ રાજુબાંની ભક્તિની કસોટી આદરી. મહારાજ બોલ્યા, “બાં! અમને ખૂબ ટાઢ વાય છે, તાપણું કરો!” રાજુબાંએ ઘરનું તમામ બળતણ બાળી નાખ્યું. છતાં પ્રભુ બોલ્યા, “હજુ ઠંડી શમતી નથી!” રાજુબાંએ ઘરના લાકડાના બાજોઠ અને માંચીઓ સળગાવી દીધી. પ્રભુએ હજુય ઠંડીની ફરિયાદ કરી એટલે રાજુબાં પોતાનો સૂવાનો લાકડાનો ઢોલિયો તોડીને તાપણામાં નાખવા લાગ્યાં! ત્યારે શ્રીહરિએ દોડીને તેમનો હાથ પકડી લીધો: “બસ બાં, રહેવા દો! તમારી અનન્ય ભક્તિ જોઈ અમારી ટાઢ ઊડી ગઈ છે!”

પછી શ્રીહરિએ કહ્યું, “વડતાલમાં બ્રહ્માનંદ સ્વામી લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બનાવે છે, ત્યાં કડિયા-મજૂરોને ચૂકવવા નાણાંની જરૂર છે; તમારી પાસે બસો રૂપિયા હોય તો આપો.” રાજુબાંએ તરત પટારો ખોલી બસો રૂપિયા રોકડા અને પોતાનો પાંચસો રૂપિયાનો કિંમતી સોનાનો ‘ચંદનહાર’ શ્રીહરિના ચરણોમાં ધરી દીધો! શ્રીહરિએ બોટાદના ભગા દોશી પાસે તે હાર ગીરવે મૂકી સાતસો રૂપિયા વડતાલ મોકલ્યા. પાછળથી જ્યારે વડતાલમાં દાનની રકમ આવી, ત્યારે શ્રીહરિએ જાતે પાંચસો રૂપિયા ચૂકવી ચંદનહાર છોડાવી રાજુબાંને સન્માનપૂર્વક પાછો મોકલી આપ્યો!

  • સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામીની વાતોમાંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

मूली की राजुबां के दर्शन-उपवास, अलाव की परीक्षा और चंदनहार का समर्पण

एक बार श्रीजी महाराज गढ़पुर में विराजमान थे। उस समय मूली गाँव के जागीरदार पातालभाई की भगिनी राजुबां छह मास से प्रभु के दर्शन न होने के कारण विरह से अत्यंत व्याकुल हो उठीं। उन्होंने दृढ़ संकल्प किया, “जिस देह में प्रकट प्रभु के दर्शन न हों, ऐसे जीवन का क्या प्रयोजन!” उन्होंने अन्न-जल त्यागकर अनशन आरंभ कर दिया।

गढ़पुर में अंतर्यामी श्रीहरि ने अपनी अनन्य भक्त का आर्तनाद सुना। किसी को साथ लिए बिना महाराज तुरंत रोज़े घोड़े पर सवार होकर लोया पहुँचे। सूरा खाचर के घर थाल आरोगकर महाराज तुरंत घोड़े पर सवार होने लगे। सूरा खाचर ने रुकने का बहुत अनुनय किया, किंतु महाराज बोले, “सूराबापू! मूली में अति आवश्यक कार्य है, एक क्षण भी रुकना संभव नहीं!”

महाराज तीव्र गति से घोड़ा दौड़ाते हुए सीधे मूली में पातालभाई की ड्योढ़ी पर पहुँचे। साक्षात् इष्टदेव को सम्मुख देखकर राजुबां की प्रसन्नता की सीमा न रही। उन्होंने उष्ण जल से प्रभु को स्नान कराकर प्रेमपूर्वक थाल परोसा। श्रीहरि बोले, “राजुबां! आप तीन दिन से भूखी-प्यासी हमारे ध्यान में बैठी थीं; पहले आप भोजन कीजिए, हम केवल आपको भोजन कराने ही गढ़डा से अकेले दौड़े आए हैं!” राजुबां ने महाप्रसाद पाकर व्रत खोला।

तत्पश्चात श्रीहरि ने उनकी निष्ठा की अलौकिक परीक्षा ली। महाराज बोले, “बां! हमें बहुत शीत (ठंड) लग रही है, अलाव जलाइए।” राजुबां ने घर की सारी लकड़ियाँ जला दीं। फिर भी महाराज बोले, “शीत शांत नहीं हो रही!” राजुबां ने घर के काष्ठ के पाट (बाजोठ) और चौकियाँ तोड़कर अलाव में झोंक दीं। जब महाराज ने पुनः ठंड लगने की बात कही, तो राजुबां अपना सोने का पलंग तोड़कर जलाने लगीं! तब श्रीजी महाराज ने तुरंत उनका हाथ पकड़ लिया, “बस बां, रुक जाइए! आपके अगाध प्रेम ने हमारी संपूर्ण ठंड हर ली है!”

इसके बाद महाराज बोले, “वडताल में ब्रह्मानंद स्वामी मंदिर बना रहे हैं और कारीगरों के वेतन हेतु धन की आवश्यकता है; यदि आपके पास दो सौ रुपये हों तो दीजिए।” राजुबां ने तुरंत संदूक से दो सौ रुपये नकद और अपना पाँच सौ रुपये का बहुमूल्य ‘चंदनहार’ (स्वर्ण हार) प्रभु के चरणों में समर्पित कर दिया। महाराज ने बोटाद के भगा दोशी के पास वह हार रखकर कुल सात सौ रुपये वडताल भिजवाए। बाद में जब मंदिर में दान आया, तो श्रीहरि ने स्वयं ऋण चुकाकर वह चंदनहार छुड़वाया और मूली में राजुबां को ससम्मान वापस भिजवा दिया!

  • सद्गुरु श्री तद्रूपानंद स्वामी की बातों से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Rajuba of Muli: Fasting for Darshan, Divine Warmth, and the Chandanhar

While Bhagwan Swaminarayan was gracing Gadhpur, a devout woman disciple named Rajuba—sister of Darbar Patalbhai of Muli—was consumed by intense spiritual yearning after six months without Shrihari’s darshan. Despondent, she resolved: “What purpose is served by drawing breath in this mortal body if one cannot behold the manifest Lord?” Renouncing both food and water, she entered an unbroken fast unto death.

In Gadhpur, the omniscient Lord heard her silent prayers. Announcing that He had urgent business and forbidding anyone from accompanying Him, Maharaj mounted His Rozo stallion and galloped toward Loya. Halting briefly at Sura Khachar’s home to dine, Maharaj prepared to depart immediately. When Sura pleaded with Him to extend His stay, Maharaj replied, “Sura Bapu, a matter of paramount urgency calls Me to Muli; I cannot delay for a heartbeat!”

Spurring His horse across the rugged plains, Shrihari rode directly into the courtyard of Darbar Patalbhai in Muli. Beholding her beloved Lord standing before her, Rajuba wept tears of transcendental ecstasy. She lovingly prepared warm water for His bath and offered a consecrated feast. Maharaj insisted gently: “Rajuba! You have fasted for three agonizing days in prayer; dine first, for We have ridden alone all the way from Gadhpur solely to break your fast!” Joyfully, Rajuba took the sanctified meal.

Thereafter, Shrihari orchestrated a testing leela of supreme devotion. Feigning shivering, He said, “Rajuba! An icy chill has gripped My bones; kindle a fire to warm Me!” Rajuba burned all the household firewood, yet Maharaj claimed the cold was unabated. Unhesitatingly, she threw carved wooden pedestals, stools, and furniture onto the hearth. When the Lord still complained of biting chill, Rajuba began splintering her own bedstead to feed the flames! Deeply touched, Shrihari caught her arm: “Stop, Mother! Your pure, unreserved devotion has warmed My heart completely!”

Maharaj then mentioned: “Sadguru Brahmanand Swami is constructing the grand temple in Vadtal and requires funds to pay the stonemasons; do you possess two hundred rupees to spare?” Without a second thought, Rajuba opened her heirloom chest, presenting two hundred silver coins in cash along with her most precious gold necklace—the famed Chandanhar, valued at over five hundred rupees! Shrihari temporarily pledged the necklace with devotee Bhaga Doshi of Botad to dispatch seven hundred silver rupees to Brahmanand Swami. Later, as festive donations arrived in Vadtal, Maharaj personally redeemed the gold Chandanhar and sent it safely back to Rajuba in Muli.

  • From Sadguru Shri Tadrupanand Swami ni Vato… 🙇🏻‍♂️🙏