એકવખત ચોમાસાના સમયે શ્રીહરિ કરીયાણા ગામે દેહાખાચર ના દરબાર મા પધાર્યા. બહાર મુશળધાર વરસાદ વરહતો હતો.

Gujarati

કરીયાણાના મીણબાઇ અને શ્રીજી મહારાજનું જમણ

એકવખત ચોમાસાના સમયે શ્રીહરિ કરીયાણા ગામે દેહાખાચર ના દરબાર મા પધાર્યા. બહાર મુશળધાર વરસાદ વરહતો તે ભીને કપડે મીણબાઇ ના ઘરે ઓસરી મા ઉભા રહ્યા. શ્રીહરિને આખાયે પલળેલા જોઇ ને મીણબાઇ વિચાર મા પડ્યા કે કપડા બદલી ને પહેરવા શુ આપુ…! એટલા મા મુળજી બૃહ્મચારી આવ્યા તે બોલ્યા કે મહારાજ, ઘડીક એમનમ જ ઉભા રહો, એમ ભીને લૂગડે ઢોલીયે ન બેસાય હો..! શ્રીહરિ મંદ મંદ હસ્યા. મુળજી બૃહમચારી તો માટલી મા શ્રીહરિ સારુ કોરા વસ્ત્રો લાવેલા તે એ કાઢીને દીધા એટલે શ્રીહરિએ પહેર્યા. મીણબાઇએ ઓસરી મા ઢોલીયો ઢાળી દીધો હતો તે ઉપર બેઠા. મુળજી બૃહ્મચારીજી ભીના કપડા ધોવા નદીએ ગયા. શ્રીહરિ કહે કે મીણબાઇ બહુ ભુખ લાગી છે કાંઇક જમવાનુ તૈયાર હોય તો લાવો. મીણબાઇ કહે કે હે મહારાજ..! હમણાં તો વરસાદ અનરાધાર વરહે છે તો રહોડા મા ચુલાની આગમૂણ મા જ પાણી ભરાઇ ગયું છે. થોડીવાર ખમો તો એકાદ પાણીનું કોરું માટલું ભાંગીને ચુલો બનાવી ને તમારો થાળ તુરંત બનાવું. શ્રીહરિ વાટે બેઠા એટલી વાર માં તો મીણબાઇ એક મોટું કોરું માટલું લઇ આવ્યા ને એને ભાંગીને હેઠલા ભાગ મા રાખ ભરીને નીચે છાણા મુકી કરગઠીયા ને સુકી આવળ ના બળતણ ને ચકમક થી જગાવી તાપ કરીને ત્રણ ચાર બાજરી ના રોટલા તાવડી મુકી ને બનાવ્યા. ઝરમર ની થાળી મા રોટલા, તાજા માખણ નો પીંડો ને ગોળ ને આથેલા મરચા હારે તાંહળી ભરીને દૂધ તૈયાર કરીને ઓસરી મા જ શ્રીહરિને જમવા બેસારયા. એટલી વાર માતો બૃહમચારી કપડા ધોઇને નદીએથી આવી ગયા એટલે એમણે પોતાના ખલીચા માંથી મારગ માં જમવા રાખેલી સુખડી કાઢીને શ્રીહરિને પીરસી. બૃહ્મચારીજી શ્રીહરિ ને પોતાના અબોટિયા થી પવન નાંખતા જાય ને શ્રીહરિ ને જમાડતા જાય. જમતા જમતા શ્રીહરિ બોલ્યા કે બૃહ્મચારી તમારે આ ભીના લૂગડાં બદલવા નથી ? ત્યારે બૃહ્મચારી મર્મ મા બોલ્યા કે હે મહારાજ..! તમે હારે વધારે લૂગડાં રાખવા જ કયા દીધા છે તે બદલવા પડે..! અમારે તો બસ આમનમ જ નભ્યે જાય છે. મીણબાઇ આ વાત સાંભળતા જ ઓરડાના ઉંબરાની માલીકોર બેઠા થકા હસી પડ્યા.

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી… 🙇🏻‍♂️🙏