ગામ સળકી અમદાવાદથી અંતર ૪૮ કિમિ દૂર દહેગામથી નજીક આવેલું છે. શ્રીજીમહારાજ સમા ના ભકતરાજ દયાળજીભાઈ કોળી ઠાકોર આ ગામના હતા.

Gujarati

સળકીના દયાળજી પગી અને ખારી નદીમાં જળનો પરચો

ગામ સળકી અમદાવાદથી અંતર ૪૮ કિમિ દૂર દહેગામથી નજીક આવેલું છે. શ્રીજીમહારાજ સમા ના ભકતરાજ દયાળજીભાઈ કોળી ઠાકોર આ ગામના હતા.

પુર્વે આ દયાળજીભાઈ ગામ આદ્રજના રતુ ખાંટના મિત્ર અને લૂંટફાટના ધંધાના સાગરીત હતા, પરંતુ આદ્રજના રતુ ખાંટ સંતોના યોગથી સત્સંગી થયા, આથી દયાળજીભાઈ પણ સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ સત્સંગી થયા. શ્રીજીમહારાજ જ્યારે જયારે દંઢાવ્ય દેશમાં સંતો ભક્તો સાથે વિચરણ કરતા પધારતા હતા ત્યારે રતુભાઇ ખાંટ ની જેમ સંઘ સાથે રહીને દયાળજીભાઈ પણ મહારાજની સેવામાં રહેતા, રાત્રે સંઘની ચોકી કરે, દિવસે ખુબ સ્નેહથી સંતો દ્વારા થતી શ્રીજીમહારાજના મહિમાના ચરિત્રોની વાતો ધ્યાનથી સાંભળે, સંઘની નાની મોટી દરેક સેવા કરે, આથી મહારાજ તેમના ઉપર ખુબ રાજી થયા. તેમની નિષ્ઠાપૂર્વકની સેવાથી રાજી થઈને મહારાજે દયાળજીભાઈને સન્માન કરીને પાઘ બંધાવી, પોતાના થાળની પ્રસાદી આપી, જે જોઈએ તે માગવા કહ્યું, ત્યારે દયાળજીભાઈએ હાથ જોડીને કહ્યું કે અમે તો તમને રાજી કરવા જ આ સેવા કરીએ છીએ, અમારે બીજી કોઈ આશા નથી, પણ એવું માગીએ છીએ કે એકવાર દયા કરીને અમારે ગામ પધારો, સૌને આપના દર્શનનું સુખ આપો, આવું નિસ્પૃહિપણું જોઈને મહારાજ તેમની ઉપર ખુબ રાજી થયા હતા. ખોખરામાં જ્યારે મહારાજને મારવા માટે જે ખાખીની જમાત આવેલ અને પાર્ષદોએ તેઓને મારીને ભગાડ્યા ત્યારે દયાળજી પગી ત્યાં પણ મહારાજને સંતોની રક્ષામાં હથિયાર લઈને હાજર હતા.

શ્રીજીમહારાજ વેલાલ ગામથી સળકી પધાર્યા, દયાળજી પગીના ઘરે ઉતર્યા, તે વખતે મહારાજે દયાળજીભાઈને કહ્યું કે અમારે આ પ્રદેશના બ્રાહ્મણોને ચોરાશી કરીને જમાડવા છે એવો પોતાનો સંકલ્પ કહ્યો, શ્રીહરિના આ સંકલ્પ ને આજ્ઞા માનીને દયાળજી પગીએ ચોરાશીમાં બ્રાહ્મણોને જમાડવા માટેનો સીધું સામાન ભેગો કર્યો, આ પ્રદેશના બ્રાહ્મણોને જમવા માટે નોતરા મોકલ્યા પરંતુ સત્સંગ પ્રત્યે દ્વેષી લોકોની ચડામણીથી આ પ્રદેશના બ્રાહ્મણો સ્વામિનારાયણ ભગવાનની ચોરાશીના ભોજન જમવા માટે ન આવ્યા, એટલે મહારાજે તે બ્રાહ્મણોની ચોરાશી માટે તૈયાર કરેલું સીધું સળકી વિસ્તારના સ્વામિનારાયણ ભગવાનના ભક્તો એવા કોળી અને ઠાકોરો ને ખુબ રાજી થઈને જમાડ્યા, સર્વે ભક્તો પણ ખુબ રાજી થયા. આવી સરળતા જોઈને મહારાજનો આ પ્રદેશના ભક્તો ઉપર ખૂબ રાજીપો વરસ્યો આમ મહારાજનો રાજીપો થવાથી આ પ્રદેશના આવા સરળ લોકોમાં આજે પણ તે પ્રદેશમાં સારો સત્સંગ છે!

દયાળજી પગીને સાથે લઈને મહારાજ અને સંતો તે વિસ્તારની ખારી નામની નદીએ નહાવા પધાર્યા, ત્યારે દયાળજી ભાઈએ પ્રાર્થના કરી કે આ નદીમાં પાણી રહેતું નથી, માટે આપ કૃપા કરીને તેમાં પાણી રહે તેવી દયા કરો ! આવા પ્રેમી ભક્તની પ્રાર્થના સાંભળીને મહારાજે કહ્યું કે હવે આ ખારી નદીમાં સદાય પાણી રહેશે, જે અત્યારે પણ ખારી નદીમાં મહારાજે દર્શાવેલ તેટલા વિસ્તારમાં જ તે જગ્યાએ પાણી સદાય રહે છે. (હરિલીલામૃત કળશ ૭ વિશ્રામ ૫ કડી ૨ થી ૧૦.)

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભકતચિતામણી ના ૧૨૦મા પૃકરણ ની ૩૪મી કડી મા યાદ કરતા એમને લખ્યા છે કે…. કોળી ભક્ત દયાળજી ધનોજી, છલોજી સારજીને પનોજી..! બનોજી બાઇ અવલ ફુલ, ગામ સલકીયે ભક્ત અમુલ..!!

  • શ્રીભકતચિંતામણી ના મુક્તો ના ચિંતન માંથી…

🙇🏻‍♂️🙏