શ્રીહરિ ગઢપુર બીરાજતા હતા એ વખતે દરબારગઢ મા દૂઝાણુ વહુક્યુ એટલે લાડુંબા શ્રીજીમહારાજ બેઠા હતા ત્યાં આવ્યા.
Gujarati
ગઢપુરના તેજા ઠક્કર અને ગીરની ભેંસનું દાન
શ્રીહરિ ગઢપુર બીરાજતા હતા એ વખતે દરબારગઢ મા દૂઝાણુ વહુક્યુ એટલે લાડુંબા શ્રીજીમહારાજ બેઠા હતા ત્યાં આવ્યા ને પંચાગ પ્રણામ કરીને બોલ્યા કે હે મહારાજ..! તમે કાલે સોરઠ બાજુ જાવ છો તો એક સારી ગીરની ભેંસ લેતા આવજો. ત્યારે શ્રીહરિ બોલ્યા કે બાં, ભેંસ સારુ ગીરમાં જાવાની કયા જરુર છે, કાલે જ તેજા ઠક્કર ગીરની ભેંસ લાવ્યા છે અમને એનું દુધ પાયું હતું, એ તો સાકર જેવુ મીઠું હતું. ત્યાં જ થોડીવાર મા તેજા ઠક્કર દરબારગઢ મા આવ્યા એટલે શ્રીહરિએ કહ્યું કે તેજા ઠક્કર, હમણાં દરબારગઢ મા દુઝાણુ નથી તે તમે લીધી છે એવી જ ગીરની એક ભેંસ લાડુંબા ને લાવી આપો ને ? ત્યારે તેજા ઠક્કર બોલ્યા કે હે મહારાજ…! એવી જ ભેંસ શા સારુ ? મારી છે એજ રાખો ને..! એ મે ગીરમાંથી જ લીધી છે. ત્યારે કરુણા વત્સલ શ્રીહરિ કહે કે એ અમથી ના લેવાય..! તમારા છોકરા છૈયા દૂધ વગરના રેય..! ત્યારે તેજા ઠક્કર કહે કે મહારાજ..! અમે તો બીજી લઇ લેશુ, તમ સારું એ ભેંસ હમણાં જ માણહ ને કઇ ને મોકલાવું છુ. શ્રીહરિ કહે તો એનું તમને શુ આપવાનું ? એ સાંભળી ને તેજા ઠક્કર બોલ્યા કે મહારાજ..! એના સાટે કાલે બપોરે તમારે મારા ઘેરે થાળ જમવા પધારવું પડશે..! હુ કાલે બપોરે બ્રાહ્મણ બેચર ભટ્ટ ને શાસ્ત્રી લખીરામ ને બોલાવી ને તમ સારુ રસોઇ કરાવીશ. શ્રીજીમહારાજ તો તેજા ઠક્કરની સમજણ જોઇ ને ઘણા રાજી થયા. બીજે દિવસે બપોરે શ્રીહરિ થાળ જમવા પધાર્યા. તેજા ઠક્કર ને એના ઘરના માણહે ભાવથી રસોઇ બનાવરાવી. મુળજી બ્રહ્મચારીએ શ્રીહરિ ને બાજોઠ ઢાળીને જમવા બેસાર્યા. પગ નીચે મુકવા ઢીંચણિયું દીધું, ને મોટા થાળમા લાડુ, ભજીયા ને શાક અથાણા પાપડ દહી-છાશ વગેરે વિવિધ વાનગીઓ પીરસી. બેઉ દંપતિ થોડે છેટે બેઠા થકા શ્રીહરિના થાળ જમતા દર્શન કરવા બેઠા. તેજા ઠક્કર કહે કે મહારાજ ! પ્રેમે જમજો હો..! શેર ઘીના લાડુ તમ સારુ જ બનાવ્યા છે તો કાઇ મણાં રાખશો માં..! શ્રીહરિ તો એ બેઉનો ભાવ જોઇને જમતા જમતા ફરીને ભેંસની કિંમત દેવા સારુ પુછયુ તો તેજા ઠક્કર ના ઘરના માણહ બોલ્યા કે હે મહારાજ..! હમણાં થોડે દી પહેલા અમારા પાડોશી આ ગોદડ લૂવારનુ ઘર સળગેલું ત્યારે તમે અમારી રક્ષા કરેલી ને અમારા પટારાય તમે એમનમ હેમખેમ રાખ્યા તા..! આપે અમારી હેમખેમ રક્ષા કરી તો અમે એટલી તમારી સેવા ન કરીએ..! શ્રીજીમહારાજ એ બેઉ ની સમજણ ઉપર બહુ રાજી થયા ને જમીને થાળની પ્રસાદી આપીને પોતે દરબારગઢ માં પધાર્યા. બપોર કેડ્યે તેજા ઠક્કરે ભેંસને દરબારગઢ મોકલાવીને શ્રીહરિને અર્પણ કરી, એ સમયે લાડુબા એ તેજા ઠક્કરને શ્રીહરિ પાસે સો રુપિયા રોકડા અપાવ્યા.
- ભગવાનશ્રી સ્વામિનારાયણ માંથી… 🙇🏻♂️🙏