જેતપુર ના જીવાજોષી શ્રીહરિના પરમએકાંતિક ભક્ત હતા. પોતે વહેવારે બહુ સામાન્ય હતા પણ શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા.
Gujarati
મોટા રામબાઇ (કડવીબાઇ) અને શ્રીજી મહારાજની બંગડીઓ
જેતપુર ના જીવાજોષી શ્રીહરિના પરમએકાંતિક ભક્ત હતા. પોતે વહેવારે બહુ સામાન્ય હતા પણ શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા, એટલે એમના બંને દિકરા નો જનોઇઉપવિત વીધી શ્રીહરિએ વાણીયાની દુકાને થી પાંચસો કોરી ઉધાર રખાવી ધામધૂમ થી કરાવેલો. એ કોરીની ચુકવણી શ્રીહરિ ફરેણી ગયા ત્યારે ત્યાં સભામા જાહેરાત કરતા પરમભકત હરિદાસના ઘરના માણહે પોતાની મરણમૂડીમાથી શ્રીહરિને ભાવથી અર્પણ કરીને ચુકવેલી.
જીવાજોષીને દિકરી નામે કડવીબાઇ (મોટા રામબાઇ) હતા જે સાસરે હતા પણ ત્યાં ઘણું દુખ હતું, સસરાપક્ષ ના કુસંગી હતા એટલે એમને વારે ઘડીએ હેરાન કર્યા કરતા. દુખ સહન કરતા થકા પણ કડવીબાઇ દ્રઢતાપુર્વક ભજન કરતા રહ્યા. તેઓ કહેતા કે મરી જઇશ પણ સત્સંગને મુકીશ નહી. એકવખત એ સીમમાં ચુલા ના બળતણ સારુ છાણા-અડાયા વીણવા ગયા. પોતે તો કિરતન ગાતા થકા શ્રીહરિ ને સંભારતા હતા એ સમે શ્રીહરિએ એમને દર્શન દીધા. બાઇ તો ભાવવિભોર થઇ ગયા. એ વખતે છાણા વીણતા વખતે બંગડીનો અવાજ આવતો હતો. શ્રીહરિ કહે કે જેમને ભગવાન ભજવા હોય એને આ તાલ શા કામના..! આટલું જ શ્રીહરિનું વચન સાંભળતા તો રામબાઇએ પોતાની બંગડીઓ કાઢીને ફેંકી દીધી. એ સમયે તો તુરતંજ શ્રીહરિએ બંગડીઓ લઇ લીધી ને ગઢપુર જીવુબાં ને આપી. શ્રીહરિ રામબાઇને દર્શન આપીને અદ્રશ્ય થય ગયા. રામબાઇ તો શ્રીહરિના દર્શન થતા રાજી રાજી થય ગયા. એમના પતિએ એમને ઘરે કંકાસ કરીને કીધુ કે તુ આજથી મારે માં-બેન સમાન છો, રામબાઇ પણ બોલ્યા કે તમે પણ આજ થી મારા માટે ભાઇ-બાપ સમાન છોવ એમ કહીને સૌભાગ્ય ના બધાય ચિહ્નો કાઢીને ફેંકી દીધા. એમના કૂટુંબી તો એમને મારવા આવ્યા પણ એ સમે જેતપુર ના દરબાર ઉનડવાળા એ ખુલ્લી તલવાર સાથે સત્સંગી જાણીને ભગવાન ના ભક્તનો પક્ષ રાખ્યો ને એમની રક્ષા કરી. શ્રીજીમહારાજે ફરીને દર્શન દીધું ને કહ્યું કે કાલે ભાદર નદી મા પુર આવશે ને એ વખતે તમે અમારી મુર્તિ પાછળ ચાલ્યા આવજો. તમારી અમે રક્ષા કરીશુ ને તમે ગઢપુર આવતા રહેજો. બીજે દિવસ શ્રીહરિની પૃેરણા પૃમાણે જ થયું ને પોતે ઘરબાર છોડીને ચાલી નીકળ્યા પાછળ એમનો પતિ વગેરે પાછળ આવ્યા પણ ભાદર નદી મા પુર આવેલ હોઇ કોઇ આ કાઠે આવી ન શક્યા. રામબાઇ ગઢપુર પહોંચ્યા ને જીવુબા પાસે રહ્યા. એકવખતે શ્રીહરિ લીંબવૃક્ષ નીચે સભા કરીને ઢોલીયે બેઠા હતા. સદગુરુ પૃેમાનંદ સ્વામીએ સિતાર સાથે કિરતન ગાયું કે…, ભલાજી મેરો કંગના નિકાઇ ગયો રે..! આ સાંભળી શ્રીહરિ બોલ્યા કે અમે આવું ક્યારે કર્યું તો તમે અમને બધાય વચાળે આક્ષેપ કરો છો..! અમને વગોવો ઓછો કેમ? એ વખતે મોટીબાં થોડે દૂર બાઇઓમાં બેઠા હતા એમણે મોટા રામબાઇની એ બંગડીઓ ને શ્રીહરિ તરફ દોડવી મૂકી ને બોલ્યા કે હે મહારાજ…! આ શુ છે ? આજ તો તમારા કામ બોલે છે કિરતન મા..! શ્રીહરિ પૃેમાનંદ સ્વામી સામું જોઇને મંદમંદ હસવા મંડયા ને બોલ્યા કે સ્વામી, મોટીબાએ અમને ઉઘાડા પાડ્યા આજતો..! સદગુરુ પૃેમાનંદ સ્વામીએ એ સમયે આ પૃસંગ ને અનુરૂપ બીજુ ચાર પદનું કિરતન બનાવ્યું કે..! બાલાપન મે વૈરાગણ કર દીની રે..!
- આદર્શ ભકતગાથામાંથી… 🙇🏻♂️🙏