એકવખત શ્રીહરિ સંતો ભક્તો સાથે ગુજરાત મા વડનગર ગામે પધાર્યા. હરિભક્તો એ સામૈયું કરીને શ્રીહરિને શહેર મધ્યે પધારાવ્યા.

Gujarati

વડનગરમાં ગાંધર્વ સદારામ અને મુખથી ઘૂઘરાનો તાલ

એકવખત શ્રીહરિ સંતો ભક્તો સાથે ગુજરાત મા વડનગર ગામે પધાર્યા. હરિભક્તો એ સામૈયું કરીને શ્રીહરિને શહેર મધ્યે પધારાવ્યા. સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી અને વૈષ્ણવાનંદ સ્વામી સાથે હતા એટલે એમણે થાળ કર્યો એટલે શ્રીહરિ જમ્યા. પછે સર્વ સંતો ભક્તો ને પીરસી ને જમાડ્યા. શ્રીહરિ જમી પરવારીને બીરાજયા એટલે સૌ ગામના ભક્તો એ ચંદન પુષ્પોથી પુજન કર્યું ને ગામ બહાર તળાવને કાઠે સંઘે ઉતારો કર્યો એટલે આથમણી કોરે એક મહાદેવ નુ મંદિર હતું ત્યાં સભા થઇ. થોડીવાર મા ત્યાથી થોડાક કળાવંત ગાંધર્વો વાંજા પેટી લઇને પસાર થયા એમા નો એક ગાંધર્વ સદારામ નામે હતો એ ડાહ્યો ને ગાવા વગાડવા મા કુશળ હતો ને મુમુક્ષુ હતો, એને શ્રીહરિ ની મુરત ના દર્શન થતા જ પોતાની કળા શ્રીહરિ સમક્ષ રજુ કરવા નો ભાવ થયો એટલે એણે બીજા ગાંધર્વો ને કહ્યું કે આપડા પેટ ને કુટુંબ સારુ તો કાયમ ગાઇએ વગાડીએ છીએ, આજ તો લોકો જેને પૃગટ ભગવાન કહે છે એ આ પૃગટ ભગવાન પાસે આપડી કળા રજુ કરવાનો મોકો મળ્યો છે તો આપડે સહુ આ દુર્લભ લાભ લઇએ. એમ કહીને સહુ ગાંધર્વો શ્રીહરિ પાસે આવ્યા ને પગે લાગ્યા એટલે ઝાઝમ ઉપર શ્રીહરિએ બેસારયા. સૌ ગાંધર્વો તો તુરંત જ વાંજા, દૂકડ, સરોદા આદિ લઇને ગાવવા મંડયા. એ સમયે શ્રીહરિ એ સાન કરીને સભા મા બેઠેલા શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાશ્રીને સંકેત કરીને મુખથી ઘૂઘરા વગાડવા નુ કહ્યું એટલે એ ઘૂઘરા વગાડવા મંડયા. ગાંધર્વો તો ઘૂઘરા નો અદભૂત તાલબદ્ધ છમછમાટ સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયા. બધા ઉચા નીચા થઇને જુએ કે આ ઘૂઘરા કોણ વગાડે છે ? કોઇ ના હાથે-પગે ઘૂઘરા બાંધેલા નહી પણ તાલબદ્ધ ઘૂઘરા કોણ વગાડે છે શોધવા લાગ્યા. ગાંધર્વ સદારામે શ્રીહરિ ને પુછયુ કે આ ઘૂઘરા કોણ વગાડે છે ? ત્યારે શ્રીહરિ કહે કે એ શાસ્ત્રી લક્ષમીરામ વગાડે છે. શ્રીહરિ રાજી થયા ને શાસ્ત્રી લક્ષમીરામ ને હાર પહેરાવ્યો ને માથે હાથ મેલ્યો. ગાંધર્વો ને લક્ષમીરામ કહે કે મને તો કાય આવડતું નથી, શ્રીહરિની કૃપાએ હુ ઘૂઘરા વગાડતો હતો બાકી મને તો કાય સંગીતના રાગ આવડતા નથી ને તમારા સાથે વગાડી શકુ એવી આવડત પણ નથી. આ બેઠા એ અનંતકોટી ભૂવન ના નાથ છે ને હુ તો એક તુચ્છ જીવ છુ.

ગાંધર્વો ને તો આ સાંભળીને ઘણો ગુણ આવ્યો ને બોલ્યા કે અમને તો તમારા મુકતાનંદ સ્વામી વગેરે સંતો પાસે ચોતાલ સાંભળવાની ઇચ્છા છે, તમે કૃપા કરો તો અમને એ દર્શન થાય. શ્રીહરિએ સંમતિ આપતા સદગુરુ મુકતાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી વગેરે એ ઘણાવખત સુધી કિરતનો ગાયા ને શાસ્ત્રી લક્ષ્મીરામે ફરીને મુખથી ઘૂઘરા વગાડ્યા ને સૌને રાજી કર્યા.

  • શાસ્ત્રી લક્ષ્મીરામકૃત લીલાચિંતામણીમાંથી…. 🙇🏻‍♂️🙏