શ્રીહરિ સભા મા કાયમ કથા વંચાવતા, એક પુરુષોત્તમ ભટ્ટ નામે વિપૃ કથા વાંચવા આવતા.

Gujarati

પ્રાગજી પુરાણી અને શ્રીજી મહારાજની કૃપા

શ્રીહરિ સભા મા કાયમ કથા વંચાવતા, એક પુરુષોત્તમ ભટ્ટ નામે વિપૃ કથા વાંચવા આવતા. એ પુરુષોતમ ભટ્ટ ને એના જ્ઞાનનું બવ અભિમાન હતું ને મનમાં હતું કે આ બધાય શ્રીહરિની હારે ફરનારા સાધુઓતો સાવ ભોટ ને અજ્ઞાની છે એમ ધારી વારે ઘડીએ કહ્યા કરતા કે કાય ન સમજાય તો પુછજો..!

સંતો ને તો એમની કથા કરતા પણ શ્રીહરિની પૃગટ મૂરતનુ તાન વધારે હતું એટલે બધા તો એ માણીગર મૂરતમાં રમમાણ રહેતા. શ્રીહરિ એને કહે કે એ બધા સમજે જ છે તમે બસ કથા કહો, જ્યારે જરુર હશે ત્યારે પુછી લેશે. પણ એ વિપૃ ને તો પોતે બહુ જ્ઞાની હોવાનો ગર્વ ચડી ગયો.

એકદિવસ એ પુરુષોત્તમ ભટ્ટ નો ગર્વ ઉતારવા ગર્વગંજન શ્રીહરિએ સભામા અટપટા પૃશ્નો પુછયા એટલે એ જવાબ મા આમતેમ શાસ્ત્રના જવાબો આપી ને ગલ્લા-તલ્લા કરી વાળ્યા. એ બધા જવાબો ને શ્રીહરિએ તર્ક કરીને ખોટા કર્યા, પોતે જવાબ આપી ન શક્યો ને દિગમૂઢ થઇ ગયો.

આ સાંભળી હારે દરબારો સભામાં હતા એમને તો ખરો લાગ મળી ગયો તે બોલ્યા કે ભટ્ટડા..! કયારનો મંડાણો હતો ને કે પૃશ્ન પુછો ? લે હવે તારા બાપે પૃશ્ન પુછયો તે આપ જવાબ..! કે દિવસ થી કે તો તો કે પૃશ્ન પુછો !

બીજા દરબાર કહે કે ભટ્ટડો તો ભોટ છે એ શુ શ્રીહરિ ને જવાબ દેશે, એ તો સંતોના વિવેક ને પણ જાણી ન શક્યો !

આમ ટોંણા સાંભળીને પુરુષોતમ ભટ્ટ તો રીંહ ના માર્યા પોથી વીંટીને હાલતા થયા.

આમ શ્રીહરિએ એનો જ્ઞાનનો ગર્વ ઉતાર્યો ને નંદસંતો નો ઉપહાસ કરતા અટકાવ્યા.

આ સભા મા પૃાગજી દવે ના માં બેઠા હતા એટલે શ્રીહરિ એ એના પાસે જઇને કહ્યું કે બાં તમારો પૃાગજી કથા કરશે કે? ત્યારે માં બોલ્યા કે હે પૃભુ..! પૃાગજી તો હજુ સારસ્વત્ ભણી રહ્યો છે એને પુરાણ કે ભાગવત નો અભ્યાસ નથી, એ તમ જેવા ને આ બધા સંતો સામે કેમ કથા કરશે..!

એ સાંભળી ને શ્રીહરિ કહે કે બા, તમે નચિંત રહો એ બધુ કરી શકશે..! કોઇ પૃાગજીને બોલાવી લાવ્યા એટલે એ શ્રીહરિને પગે લાગીને બેઠા.

પૃાગજી દવે ને શ્રીહરિ બોલ્યા કે અમારી ઇચ્છા છે કે હવે તમે કાયમ કથા કરો ને અમારી કૃપાએ તમને બધુ જ આવડશે, એટલે બધીય વાતે નચિંત રહેજો.

એ દિવસ થીજ પૃાગજી દવે સત્સંગ ના પૃાગજી પુરાણી થયા ને કાયમ ગંગાના પ્રવાહની જેમ અસ્ખલિત કથા કરતા. અઘરા એવા શ્લોકો નુ ઉચ્ચારણ ને અર્થ પણ એમને શ્રીહરિ ની કૃપાએ સહેજે આવડતા. ગમે એવો પુરાણી હોય તો પણ એમને સંસ્કૃત ના શ્લોકો ના ઉચ્ચારણ ને અલંકાર નો અર્થ જાણવો પડે પણ પૃાગજી પુરાણી ને વગર વાંચ્યે જ પૃથમ નજરે એ સુગમ થતું.

મૂકંમ્ કરોતી વાચાલમ્ પંગુમ્ લંઘયતે ગીરીમ્…! યત્કૃપાતમહંવંદે પરમાનંદ માધવમ્..!

આ શ્લોક પૃમાણે એજ દિવસ થી પૃાગજી પુરાણીને જાણે વાચા ફૂટી હોય એમ એકધારી કથા કરતા. શ્રીહરિએ પૃાગજી પુરાણી પાસે એકવખત સાતવખત એકધારી શ્રીમદ્ ભાગવત ની કથા વંચાવી હતી, નિયમચેષ્ટાના પદ મા સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ લખ્યા મુજબ જ્યારે જ્યારે કોઇ ગૂઢ મર્મની વાત આવે ત્યારે ખુદ શ્રીહરિ પણ પોતે ઢોલિયે બેસતા થકા ડોલી ઉઠતા.

ઘણીયવાર તો કથામા અધ્યાય પુરો થાયને પુર્ણાહૂતીની શ્રીહરિ સંમતિ ન આપે તો બીજા અધ્યાયની કથા શરુ રાખતા ત્યારે સુરાખાચર વગેરે અકળાઇ ને ટીખળ કરતા કેતા કે ભટ્ટડા..! જો પાછો લાલ લીટો ઠેકી ગયો.., હવે પુરુ કર્ય, નકર સભા પછી તને મોરલાની હાલ્ય હંકાવશુ..!

શ્રીહરિ પણ આ સાંભળી ને બહુ હસતા.

  • સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી.. 🙇🏻‍♂️🙏