શ્રીહરિ એકવખત સંતો ભક્તો ને સભા મા નિષ્ઠાના અંગ ની વાત્ય કરતા હતા તે બોલ્યા જે…..
Gujarati
જોબનપગી અને શીવો ગઢવીની સત્સંગ નિષ્ઠા
શ્રીહરિ એકવખત સંતો ભક્તો ને સભા મા નિષ્ઠાના અંગ ની વાત્ય કરતા હતા તે બોલ્યા જે…..
એકવખત જોબનપગી ને એમની બે દિકરીઓ સાથે વરતાલ થી દર્શને ગઢડે આવતા હતા. ચાલતા ચાલતા ધોલેરા ગયા ને ત્યાં દેવ ના દર્શન કરીને ત્યાથી ચાલ્યા તે પોલારપુર ગામે પહોંચ્યા. બપોરટાણુ થઇ જતા ત્યાં તળાવના કાઠે હાથ મોઢા ધોઇને બપોરનુ જમવા બેઠા, સાથે લાવેલા ઢેબરા, મરચા ને ગોળ દહી જે હતું તે બપોરા કર્યા ને ઝાડના છાંયે થોડીવાર આરામ કરવા બેઠા. એ સમયે ત્યાં દસ-બારેક વાણીયાઓ ત્યાં થી નીસર્યા એટલે એમણે જોબનપગીને પુછયુ કે વટેમાર્ગુ લાગો છ, કયા રહેવું ? ત્યારે જોબનપગી કહે કે અમે તો ગુજરાત ના છઇ ને કાઠિયાવાડ મા ગામ ગઢડે જાઇ છઇ. આ સાંભળી ને વાણીયાઓ માથી એક બોલ્યો કે ગુજરાત મા એક જોબન વડતાલો કેવાય છે એ પેલા ખૂંખાર લૂંટારો હતો પણ હવે ઇ સ્વામિનારાયણ નો ભગત થયો તે એની બે દિકરીયુ ને સ્વામિનારાયણ ભગાડીને લઇ ગયા છ, એ વાત સાચી છ કે? ત્યારે જોબનપગી બોલ્યા કે કેટલી બે જ ભગાડી ગયા છે કે વધારે ? કૃષ્ણાવતાર મા તો મારા વાલાએ સોળ હજાર એકસો ને આઠ ભગાડી હતી, તેટલી કરશે ત્યાં સુધી તો હુ એમને શ્રીકૃષ્ણપૃભુ જેવા જાણીશ. જો એનાથી બમણી કે ત્રણ ગણી કરશે તો હુ એમનુ મહાત્મય બે ગણું કે ત્રણ ગણું વધારે જાણીશ. પેલા વાણીયાઓ તો જોબનપગી ને ઓળખતા ન હતા પણ આવી નિષ્ઠાભરી વાત્ય સાંભળીને અવાક્ થય ગયા. જોબનપગી બોલ્યા કે જુઓ એ જોબન વડતાલા ની તમે જે વાત કરો છો એ હુ પોતે જ ને આ મારી દિકરીયુ પણ મારી સાથે જ છે. મારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મારી દિકરીયુ ને ભગાડી નથી ગયા, પણ તમારી મા-બેન-દિકરીયુ તમે સાચવજો નહીતર સમાજ મા ઘણા ઢોંગી બાવાઓ રખડે છે એ ભગાડી જાહે ને પછે રાતે પાણીએ રોવાનો વારો આવશે.
શ્રીહરિ એ સભા મા નિષ્ઠાની બીજીવાત પણ એજ દિવસે કરી જે..
એકવખત ગામ વસોમા રામદાસની કચેરીએ હરિભક્ત શીવો ગઢવી ને કસીયોજી ને બેઠા હતા. એ સમયે શીવો ગઢવી ઉભા થયા એટલે કસીયોજી બોલ્યા કે ગઢવી કેમ ઉભા થયા? ત્યારે શીવો ગઢવી બોલ્યા કે મારા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન વડતાલ હાલ આવ્યા છે તો મારે એમના દર્શને જાવુ છે. એ સાંભળી કસીયોજી દ્વેષભાવે બોલ્યા કે ગઢવી એ તને કયા શીરપાવ બાંધી દેવાના છે તો તુ વારે ઘડીએ એની વાહે દોડ્યા કરે છ? ત્યારે શીવો ગઢવી બોલ્યા કે એ ભલે મને શીરપાવ ન બાંધી દેય પણ તમારા કરતા તો એ લાખ-કરોડ દરજ્જે મોટા છે, તમે તો મને આ લોક ના વસ્તુ પદાર્થ આપો પણ એતો મને જન્મ મરણ માંચડાને અક્ષરધામનું પદ કાયમી દેવા ના છે, ને મારા ભગવાન છે માટે જાઉં છુ. આમ બળભરી નિષ્ઠાની વાત્ય કહીને શીવો ગઢવી તો કચેરીએ થી નીસરી ને સીધા જ વરતાલ આવ્યા ને દર્શન કરીને બેઠા. તે વખતે અમે રૂંનો ભરેલો સુરવાળ ને અતલસ નો કિમતી જામો પહેર્યો હતો ને માથે મોળીયુ ને શેલું ઓઢ્યું હતું. શીવા ગઢવીની આ વાત ને અંતર્યામી પણે જાણીને અમે પાહે બોલાવીને બધાય વસ્ત્રો પહેરાવ્યા ને આશીર્વાદ દીધા ને કહ્યું કે જા તુ આ પહેરેલ કપડે જ કસીયાજીને કહે જે કે મારા ભગવાને અંતરજામી પણે જાણી ને તને કહેવા બતાવવા સારુ પાછો મોકલ્યો છે. એમ કહીને શીવા ગઢવીને પાછો ગામ વસો મોકલ્યા.
એ ભકતરાજ શીવા ગઢવી ને પહેરાવેલ પૃસાદીની વસ્તુઓ માથી જામો ને સુરવાળ હાલ પણ દર્શન આપે છે.
- સદગુરુ શ્રી અદભૂતાનંદસ્વામીની વાતો માંથી…
🙇🏻♂️🙏