એક વખત શ્રીહરિ ગામ શીયાણીએ પધાર્યા હતા. સાથે ધર્મકુળ, મોટા સંતો અને હરિભક્તો હતા. શિવરામભાઈ ભટ્ટ, રાજા પટેલ અને મેઘા પટેલે સૌનું ભાવભર્યું સ્વાગત કર્યું.

Gujarati

શીયાણીના શિવરામ ભટ્ટ, કુંવરબાઈનો થાળ અને સાંખ્યયોગનો આદેશ

એક વખત શ્રીહરિ ગામ શીયાણીએ પધાર્યા હતા. તેમની સાથે ધર્મકુળ, મોટેરા સંતો અને હરિભક્તોનો મોટો સંઘ હતો. ગામના ભક્તરાજ શિવરામભાઈ ભટ્ટ, રાજા પટેલ અને મેઘા પટેલે સર્વેની પ્રેમપૂર્વક સરભરા કરી.

શ્રીહરિ માટે શિવરામભાઈ ભટ્ટની પુત્રી કુંવરબાઈએ અત્યંત ભાવપૂર્વક સ્વાદિષ્ટ થાળ તૈયાર કર્યો. કુંવરબાઈને સાણંદ ગામે સાસરે વિમુખ પરિવાર તરફથી ઘણો ત્રાસ હોવાથી તેઓ પિયરમાં રહીને પંચવર્તમાન પાળી ભજન કરતાં હતાં. શ્રીહરિ સ્નાન કરી પાટલે બિરાજ્યા. કુંવરબાઈએ પીરસેલો થાળ જમતાં જમતાં પ્રભુ અતિશય વખાણ કરવા લાગ્યા અને પૂછ્યું, “આવો પ્રેમભર્યો થાળ કોણે બનાવ્યો છે?” શિવરામભાઈનાં પત્નીએ હાથ જોડી કહ્યું, “હે મહારાજ! મારી દીકરી કુંવરબાઈએ આ થાળ બનાવ્યો છે.” મહારાજે પૂછ્યું, “કુંવરબાઈ સાસરે કેમ નથી જતાં?” માતાએ વિનંતી કરી, “પ્રભુ! સાણંદમાં સાસરી પક્ષે સત્સંગ નથી અને સંસારની બહુ ઉપાધિઓ છે, તેથી તે સંસારનો ત્યાગ કરી અહીં ઘેર રહીને સાંખ્યયોગ પાળે છે અને આપનું ભજન કરે છે.” શ્રીહરિએ પ્રસન્ન થઈ આદેશ આપ્યો, “જો કુંવરબાઈને આજીવન સાંખ્યયોગી રહેવું હોય, તો તેમને જેતલપુર પૂજ્ય ગંગામા પાસે મોકલી આપો. ત્યાં રહીને તેઓ અમારો થાળ કરશે અને અન્ય સાંખ્યયોગી બહેનો સાથે રહી સત્સંગનું સુખ માણશે.”

મહારાજે પ્રસન્ન થઈ કુંવરબાઈને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ રાજા પટેલ અને મેઘા પટેલના ફળિયામાં એક ગાડા ઉપર ઢોલિયો ઢળાવી શ્રીજીમહારાજ બિરાજ્યા અને ભવ્ય સભા કરી અમૃત વાણી વરસાવી. સમય જતાં પિતા શિવરામ ભટ્ટ અને પુત્રી કુંવરબાઈ બંનેએ સંસારનો પૂર્ણ ત્યાગ કર્યો. કુંવરબાઈ જેતલપુરમાં સાંખ્યયોગી તરીકે અને શિવરામ ભટ્ટ ત્યાગી સાધુ તરીકે જીવનભર પ્રભુની સેવામાં રહ્યા. જે ગાડા ઉપર ઢોલિયો ઢાળીને શ્રીહરિ શીયાણીમાં બિરાજ્યા હતા, તે ઐતિહાસિક પાવન ગાડું આજે પણ મૂળી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન આપે છે.

  • સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામી ની વાતો માંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

शीयाणी के शिवराम भट्ट, कुंवरबाई का थाल और सांख्ययोग का आदेश

एक बार श्रीजी महाराज शीयाणी गाँव में पधारे। उनके साथ धर्मकुल, वरिष्ठ संत और भक्तों का विशाल मंडल था। गाँव के निष्ठावान भक्त शिवरामभाई भट्ट, राजा पटेल और मेघा पटेल ने सभी का अत्यंत भावभीना स्वागत किया।

शिवरामभाई की सुपुत्री कुंवरबाई ने श्रीजी महाराज के लिए अत्यंत प्रेमपूर्वक पवित्र थाल तैयार किया। कुंवरबाई का विवाह साणंद गाँव में हुआ था, किंतु ससुराल में सत्संग का सर्वथा अभाव और अत्यधिक सांसारिक प्रताड़ना होने के कारण वे मायके में रहकर पंचवर्तमान का पालन करते हुए प्रभु-भजन में लीन रहती थीं। महाराज ने स्नान कर भोजन हेतु आसन ग्रहण किया। कुंवरबाई द्वारा परोसा गया थाल आरोगते हुए श्रीहरि उसकी भूरि-भूरि प्रशंसा करने लगे और पूछा, “यह दिव्य प्रेममयी थाल किसने बनाया है?” भट्टजी की पत्नी ने करबद्ध निवेदन किया, “महाराज! मेरी पुत्री कुंवरबाई ने यह थाल बनाया है।” महाराज ने पूछा, “कुंवरबाई ससुराल क्यों नहीं जातीं?” माता ने विनयपूर्वक कहा, “प्रभु! ससुराल में घोर विमुखता और पारिवारिक क्लेश है। अतः वह सांसारिक प्रपंचों से विरक्त होकर मायके में ही सांख्ययोग का पालन कर आपका अखंड स्मरण करती है।” श्रीजी महाराज ने प्रसन्न होकर मार्गदर्शन दिया, “यदि कुंवरबाई को आजीवन सांख्ययोगी (साध्वी) रहना है, तो इन्हें जेतलपुर पूज्य गंगामा के पास भेज दीजिए। वहाँ रहकर वे हमारे लिए नित्य थाल बनाएँगी और अन्य सांख्ययोगी माताओं के साथ रहकर भक्ति का परम आनंद प्राप्त करेंगी।”

महाराज ने कुंवरबाई को मोक्ष का वरदान दिया। तत्पश्चात राजा पटेल के प्रांगण में एक बैलगाड़ी पर पलंग बिछाकर श्रीजी महाराज विराजमान हुए और दिव्य सभा में वचनामृत की वर्षा की। कालांतर में पिता शिवराम भट्ट और पुत्री कुंवरबाई—दोनों ने गृहत्याग कर दिया। कुंवरबाई जेतलपुर में सांख्ययोगी के रूप में और शिवराम भट्ट त्यागी संत के रूप में आजीवन प्रभु की सेवा में समर्पित रहे। जिस पावन बैलगाड़ी पर पलंग डालकर श्रीहरि शीयाणी में विराजे थे, वह ऐतिहासिक गाड़ी आज भी मूली स्वामीनारायण मंदिर में श्रद्धालुओं के दर्शनार्थ सुरक्षित है।

  • सद्गुरु श्री तद्रूपानंद स्वामी की बातों से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Shivram Bhatt of Siyani: Kunvarbai’s Thal and the Call to Sankhya Yoga

Bhagwan Swaminarayan once visited the village of Siyani accompanied by the holy Dharmakul family, eminent ascetics, and numerous devotees. Local disciples Shivrambhai Bhatt, Raja Patel, and Megha Patel welcomed the divine entourage with warm hospitality.

Shivrambhai’s daughter, Kunvarbai, lovingly prepared a consecrated feast (thal) for Maharaj. Married into an abrasive, non-devotional family in Sanand, Kunvarbai had returned to her father’s home to escape domestic friction, choosing instead to lead a contemplative spiritual life dedicated to the holy vows. After bathing, Maharaj sat for lunch. Relishing the meal with visible delight, He asked, “Who lovingly prepared this delicious food?” Shivrambhai’s wife bowed and answered, “Maharaj! My daughter Kunvarbai cooked it.” Maharaj inquired, “Why does Kunvarbai not reside with her in-laws?” The mother explained, “Lord, her in-laws are deeply worldly and hostile to spiritual life. Having detached her mind from marital pleasures, she lives here practicing Sankhya Yoga and meditating upon Your lotus feet.” Shrihari was immensely pleased and instructed: “If Kunvarbai desires to lead a dedicated life of Sankhya Yoga, send her to Jetalpur to live under the care of venerable Gangama. There she may cook for Us and dwell peacefully among devoted women ascetics.”

Shrihari bestowed His divine blessings upon Kunvarbai. In the afternoon, Maharaj held a spiritual assembly seated upon a cushioned cot placed atop a traditional bullock cart in Raja Patel’s courtyard, delivering uplifting spiritual discourses. Eventually, both father Shivram Bhatt and daughter Kunvarbai renounced worldly ties completely. Kunvarbai spent her life in Jetalpur as an exemplary Sankhyayogi woman, while Shivram Bhatt dedicated his remaining years to ascetic service. The sanctified wooden bullock cart upon which Shrihari sat in Siyani is enshrined for pilgrims at the Muli Swaminarayan temple to this day.

  • From Sadguru Shri Tadrupanand Swami ni Vato… 🙇🏻‍♂️🙏