સત્સંગની માં સમાન સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં ગાયું છે: ‘વર્ણાશ્રમ તણી આડ્ય મહા વિકટ, તે કેમ પાધરી વાત પ્રીછે!’

Gujarati

મધરાતે ઠૂમરો-દૂધની લીલા અને પ્રેમાનંદ સ્વામી પર શ્રીહરિની કૃપા

સત્સંગની માં સમાન સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં ગાયું છે:

વર્ણાશ્રમ તણી આડ્ય મહા વિકટ, તે કેમ પાધરી વાત પ્રીછે..!

સદગુરુ પ્રેમાનંદ સ્વામી જ્યારે દીક્ષા પામી સાધુ થયા, ત્યારે પ્રારંભિક સમયમાં તત્કાલીન સમાજની વર્ણાશ્રમ પરંપરાની મર્યાદા રાખીને તેઓ સંતોની પંક્તિથી સહેજ છેટા બેસીને જમતા હતા. પોતાના પરમ સ્નેહી કવિરાજ પ્રેમાનંદ સ્વામી પ્રત્યેનો આ સામાજિક ભેદભાવ કાયમ માટે ભૂંસી નાખવા શ્રીહરિએ ગઢપુરમાં એક અદ્ભુત લીલા રચી.

એક દિવસ મધ્યરાત્રિએ શ્રીહરિ જાગ્યા અને મૂળજી બ્રહ્મચારીને કહ્યું, “બ્રહ્મચારી! અમને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું લાવો!” બ્રહ્મચારીજીએ કહ્યું, “મહારાજ! હમણાં જ તાજો રોટલો ઘડી દઉં.” મહારાજ બોલ્યા, “નવું કંઈ બનાવવું નથી; દરબારગઢમાં જઈ મોટીબાંને કહો કે સાંજની વાળુમાં જે કંઈ બચ્યું હોય તે લઈ આવે.” બ્રહ્મચારીજીએ દરબારગઢમાં જઈ જીવુબાંને જગાડ્યાં. જીવુબાંએ કહ્યું, “સાંજનું વાળુ તો કંઈ વધ્યું નથી, પણ હું હમણાં જ તાજા બાજરાના રોટલા, દૂધ, શેકેલા પાપડ અને મરચાંનું અથાણું તૈયાર કરી દઉં.” જીવુબાંએ ગરમ રોટલાનો ઝીણો ભૂકો કરી તેમાં મીઠું ગરમ દૂધ અને શેકેલા પાપડનો ભૂકો ઉમેરીને સ્વાદિષ્ટ ‘ઠૂમરો’ તૈયાર કરી પિત્તળના મોટા ત્રાંસમાં ભરી આપ્યો.

બ્રહ્મચારીજી ત્રાંસ લઈને આવ્યા. શ્રીહરિએ માત્ર બે કોળિયા લઈને કહ્યું, “બસ, હવે અમારું પેટ ભરાઈ ગયું!” બ્રહ્મચારીજી બોલ્યા, “મહારાજ! આ તો ભવાયા જેવું કર્યું! આટલી રાત્રે જગાડ્યા ને હવે જમતા નથી!” શ્રીજીમહારાજ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, “જાઓ, સાધુઓની ધર્મશાળામાં જુઓ કે આ મધરાતે કોણ કોણ જાગે છે?” બ્રહ્મચારીજીએ જઈને જોયું તો મુક્તાનંદ સ્વામી ગ્રંથ લખતા હતા, બ્રહ્માનંદ સ્વામી કીર્તન રચતા હતા, પ્રેમાનંદ સ્વામી અને ભજનાનંદ સ્વામી ગાયન કરતા હતા, તથા ચૈતન્યાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી વગેરે વિદ્વાન સંતો અભ્યાસ કરતા હતા. શ્રીહરિએ આજ્ઞા કરી, “જેટલા જાગે છે તે સર્વેને બોલાવી લાવો!”

આઠેય સંતો દોડી આવ્યા. શ્રીહરિએ બે મોટા ખાટલા ઢળાવી વચ્ચે ત્રાંસ મુકાવ્યો. પ્રભુએ સ્વહસ્તે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી સહિત સર્વે સંતોને પ્રેમથી ઠૂમરો પીરસ્યો અને કહ્યું, “જેમ વૃંદાવનમાં શ્રીકૃષ્ણે ગોવાળો સાથે એક થાળમાં જમવાની લીલા કરી હતી, તેમ આજે આપણે સહુએ એકસાથે બેસીને જમવાનું છે!” શ્રીહરિએ પોતાના હાથે દરેક સંતના મુખમાં બે-બે કોળિયા આપ્યા અને સર્વે સંતોએ ભેદભાવ વિના પ્રેમસભર હૃદયે પ્રસાદ લીધો. પ્રભુના અગાધ પ્રેમપ્રવાહમાં વર્ણાશ્રમની તમામ દીવાલો ક્ષણવારમાં તણાઈ ગઈ! તે દિવસ પછી પ્રેમાનંદ સ્વામી કાયમ માટે તમામ સંતોની પંક્તિમાં સાથે બેસીને જમતા થયા.

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત્રગાથા માંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

मध्यरात्रि में ठूमरो-दूध की लीला और प्रेमानंद स्वामी पर श्रीहरि की कृपा

सत्संग की वात्सल्यमयी माता सद्गुरु मुक्तानंद स्वामी ने अपने कीर्तन में गाया है:

वर्णाश्रम तणी आड्य महा विकट, ते केम पाधरी वात्य प्रीछे..!

सद्गुरु प्रेमानंद स्वामी जब बाल्यावस्था में साधु बने, तो तत्कालीन समाज की रूढ़िवादी वर्णाश्रम मर्यादाओं के कारण वे संतों की मुख्य पंगत से तनिक पृथक बैठकर भोजन पाते थे। अपने प्राणप्रिय कीर्तनकार प्रेमानंद स्वामी (प्रेममूरत प्रेमसखी) के प्रति इस बाह्य सामाजिक भेद को सर्वथा समाप्त करने हेतु श्रीजी महाराज ने गढ़पुर में एक अलौकिक लीला रची।

एक रात्रि को ठीक बारह बजे श्रीजी महाराज शैया से उठे और मूलजी ब्रह्मचारी से बोले, “ब्रह्मचारी! हमें तीव्र भूख लगी है, कुछ खाने को लाइए!” ब्रह्मचारीजी ने कहा, “महाराज! अभी ताजा रोटला बना देता हूँ।” महाराज बोले, “नया कुछ मत बनाइए; दरबार में जाकर जीवूबा से कहिए कि संध्या के भोजन में जो बचा हो, वही ले आएँ।” ब्रह्मचारीजी ने दरबार जाकर जीवूबा को जगाया। जीवूबा ने कहा, “संध्या का भोजन तो शेष नहीं है, किंतु मैं अभी गरम रोटला, दूध, भुने पापड़ और अचार तैयार कर देती हूँ।” पूज्य जीवूबा ने बाजरे के रोटले का महीन चूर्ण बनाकर उसमें मीठा दूध और भुने पापड़ का चूरा मिलाकर अत्यंत स्वादिष्ट ‘ठूमरो’ तैयार किया और पीतल की विशाल थाल (त्रांस) में भरकर ब्रह्मचारीजी को सौंप दिया।

जब थाल आया, तो श्रीजी महाराज ने केवल दो ग्रास पाकर हाथ खींच लिए और बोले, “बस! हमारा पेट भर गया।” ब्रह्मचारीजी विस्मित होकर बोले, “महाराज! आधी रात को सबको जगाकर अब आप भोजन छोड़ रहे हैं?” श्रीहरि ठहाका मारकर हँसे, “ब्रह्मचारी! जाकर देखिए कि संतों के स्थान में इस समय कौन-कौन जाग रहा है?” ब्रह्मचारीजी ने देखा कि मुक्तानंद स्वामी ग्रंथ-रचना कर रहे थे, ब्रह्मानंद स्वामी कीर्तन बना रहे थे, प्रेमानंद स्वामी और भजनानंद स्वामी गायन का अभ्यास कर रहे थे, तथा चैतन्यान्द, भगवदानंद, योगानंद आदि संत शास्त्रों का अध्ययन कर रहे थे। महाराज ने आज्ञा दी, “जो जाग रहे हैं, केवल उन्हें ही बुला लाइए!”

आठों संत तुरंत उपस्थित हुए। श्रीजी महाराज ने दो बड़े पलंग बिछवाकर बीच में वह थाल रखवाया। महाराज ने अपने करकमलों से मुक्तानंद स्वामी, ब्रह्मानंद स्वामी और प्रेमानंद स्वामी सहित सभी संतों को वह स्वादिष्ट ठूमरो परोसा और कहा, “जिस प्रकार द्वापर युग में श्रीकृष्ण ने सखा ग्वालों के साथ एक ही थाल में भोजन किया था, उसी प्रकार आज हम सब एक साथ बैठकर भोजन करेंगे!” महाराज ने स्वयं अपने हाथों से सभी संतों के मुख में ग्रास दिए। प्रभु के असीम प्रेम की त्रिवेणी में जाति-पाँति और वर्णाश्रम का सारा भेद विलीन हो गया! उस पावन रात्रि के पश्चात प्रेमानंद स्वामी सदा के लिए सभी ज्येष्ठ संतों की मुख्य पंक्ति में बैठकर भोजन करने लगे।

  • भगवान श्री स्वामीनारायण चरित्रगाथा से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Midnight Thumro-Milk Feast and Shrihari’s Divine Grace upon Premanand Swami

Sadguru Muktanand Swami, celebrated as the compassionate mother of the Satsang fellowship, penned these profound words in his verse:

Varnashram tani aady maha vikat, te kem paadhari vaat preechhe..!
(The rigid barriers of social caste are so entrenched; how difficult for the worldly mind to grasp the transcendental equality of souls!)

When Sadguru Premanand Swami was first initiated as a youthful paramhansa, entrenched social caste conventions prompted him to sit slightly apart from the senior sadhus during communal meals. To permanently dismantle this artificial social barrier for His beloved poet-disciple (Premsakhi), Shriji Maharaj enacted an unforgettable midnight leela in Gadhada.

In the middle of the night, Maharaj woke up and declared to attendant Mulji Brahmachari, “Brahmachari! I am ravenous; bring Me something to eat immediately!” Brahmachari offered to knead fresh millet bread, but Maharaj insisted, “Do not cook anew; go to the inner court and ask Mother Jivuba to send whatever was left over from dinner.” Brahmachari awakened Jivuba, who noted that dinner was finished, but lovingly offered to prepare a fresh traditional delicacy called thumro—crumbled warm pearl-millet flatbread soaked in sweet warm milk, blended with crushed fire-roasted papads and spiced pickle. She served the steaming concoction in a massive brass platter.

When Brahmachari placed the feast before Maharaj, the Lord took just two morsels and pushed the plate aside: “I am completely full!” Brahmachari protested with affectionate exasperation, “Maharaj! You wake the entire household at midnight for a feast, only to eat two bites?” Laughing heartily, Shrihari replied, “Brahmachari! Go to the sadhus’ quarters and see who is awake at this hour.” Brahmachari found Muktanand Swami composing scripture, Brahmanand Swami polishing hymns, Premanand Swami and Bhajanand Swami practicing classical ragas, while Chaitanyanand Swami and Yoganand Swami were deep in Sanskrit studies. Maharaj commanded, “Summon everyone who is awake!”

The eight ascetics hurried into the Lord’s presence. Maharaj had two large cots drawn together and placed the large platter of thumro in the center. With His own divine hands, Maharaj served the sweet milk-soaked bread to Muktanand Swami, Brahmanand Swami, and Premanand Swami, exclaiming: “Just as Lord Krishna dined in the forests of Vrindavan sharing food from the same plate with His cowherd friends, today we shall all sit together as one spiritual family and dine together!” Maharaj personally placed sanctified morsels into each swami’s mouth. In that overflowing ocean of divine affection, all worldly caste distinctions vanished like dust in the wind! From that transformative night onward, Premanand Swami dined alongside all the senior paramhansas in the main row without hindrance.

  • From Bhagwan Shri Swaminarayan Charitragatha… 🙇🏻‍♂️🙏