એકવખત શ્રીહરિ ગઢપુરથી કચ્છ દેશ જતા હતા તે બોટાદના મોનજી જોષી ને સાથે લીધા.

Gujarati

મૂળીના જામબા અને લાલજીની પ્રત્યક્ષ સેવા

એકવખત શ્રીહરિ ગઢપુરથી કચ્છ દેશ જતા હતા તે બોટાદના મોનજી જોષી ને સાથે લીધા. રસ્તે ચાલતા બપોર ટાણે મૂળી ગામ નજીક આવ્યું એટલે મોનજી જોષી કહે કે હે મહારાજ..! મારી દિકરી જામબાં આ મૂળી ગામમાં સાસરે છે તો એનું અન્ન જમો તો એમનુ સારુ થાય..! ત્યારે શ્રીજીમહારાજ કહે કે દિકરી ના ઘરનું અન્ન આપણે ન જમાય..! ત્યારે મોનજી જોષી કહે હે મહારાજ..! અમારા જમાઇ નુ નામ મહાદેવ છે ને ગરાસીયા તેના યજમાન છે એટલે આપણે દીકરી જામબાં નુ અન્ન જમવું પડે તેમ નથી..! એમ કહીને ગામમાં કેશુભાઇ પટેલની વાડીએ બંગલે છાના રીતે શ્રીજીમહારાજે મોનજી જોષી સાથે ઉતારો કર્યો. શ્રીજીમહારાજ કહે ગામમાં કોઇને કહેશો નહી, આપણે સવારે નીકળી જાવુ છે. શ્રીજીમહારાજ થાળ જમી ને પરવાર્યા એટલે જામબાં પંચાંગ પૃણામ કરીને બોલ્યા કે હે મહારાજ..! અમારે સર્વે ને બહુ ભાવ છે તમે રોકાઓ તો સારું..! ત્યારે મહારાજ કહે તમને છાની રીતે કહ્યું અને તમે આયા રોકાવા નુ કહો છો..? હવેથી તમને વાત નહી કરીએ. દિકરી જામબાં કહે કે હે મહારાજ તમે તો સર્વ સ્વતંત્ર છો, અમારા જીવતરના આધાર છો, તમે જેમ મરજી હોય એમ કરજયો..! એમ કહીને જામબાંએ સો રુપીયા રસ્તામા ખરચી સારુ મહારાજ ને ધર્યા ને બોલ્યા કે વળતા તમે મારા ઘરે એક મહીનો છાના રોકાવાય એમ આવજો..! અમને તમારી સેવા નો લાભ દેજો. અમારે તો આવો મોકો ફરી ફરી ને થોડો મળવા નો છે. શ્રીજીમહારાજ કહે કે અમે વળતા કોઇને કીધા વગર છાના આવીશું.

શ્રીજીમહારાજ કચ્છ વિચરણ કરીને જામબાં ના હેતપૃેમને વશ થઇને છાના મૂળી ગામે પધાર્યા ને એમના ઘરે રોકાયા. શ્રીહરિની સેવાને રાજીપાથી જામબાં ને નિરાવરણ દ્રષ્ટી થઇ તો જ્યારે શ્રીહરિને યાદ કરે ત્યારે ત્યારે દર્શન થતા ને મહારાજના પૃત્યક્ષ રુપે દર્શન કરતા. એમના ઘરે લાલજીની મુર્તીની પૃત્યક્ષ ભાવે સેવા કરતા તો જ્યારે જ્યારે લાલજી ને ભૂખ લાગે તો લાલજી સામેથી બાં જમવા નુ આપો અમને ભૂખ લાગી છે એમ કહી ને સામેથી જમવાનુ માંગતા. એકવાર ધનુર્માસ મા જામબાંએ સવારમાં લાલજીને વહેલા જગાડયા આરતિ કરી અને પોતાને નિંદર આવી ગઇ તો લાલજીએ જામબાંને જગાડયા અને કહ્યું કે અમને વહેલા જગાડયા ને પોતે સુઇ ગયા, અમને જમવાનુ આપો ભૂખ લાગી છે. ત્યારે જામબાંએ થાળ કરીને લાલજીને તુરંત જ જમાડ્યા. એકવખત ગામમાં કેરીઓ વેચવા આવેલી ત્યારે પણ લાલજીએ કેરી ઓ જમવી છે એમ કહીને માંગી તો જામબાં એ કેરીઓ લાવીને પૃેમે કરીને મોટી મોટી દસ કેરીઓ ધરાવી ત્યારે લાલજી કેરીઓ જમ્યા ત્યારે પણ ગામની બાઇઓને ઘણુંય આશ્ચર્ય થયું.

શ્રીજીમહારાજની એકમહીનો પૃેમ કરેલી સેવાને વશ શ્રીહરિ અવારનવાર જામબાંને દર્શન આપીને લાલજી સ્વરુપે પૃત્યક્ષ સેવા ગૃહણ કરતા. પોતે ગામની બાયુને સત્સંગની વાત્યુ કરીને બળ પુરુ પાડતા ને મહારાજને સંતોનો મહીમાં કહીને જ્યારે જ્યારે પધારે ત્યારે સેવા કરીને અલભ્ય લાભ લેતા.

  • સદગુરુશ્રી તદ્રુપાનંદ સ્વામી ની વાતો માંથી… 🙇🏻‍♂️🙏