માણાવદરથી અઢારેક કીલોમીટર ના અંતરે ઝીંઝરી ગામ આવેલું છે. સદગુરુ નૃસીહાનંદ સત્સંગ વિચરણ મા ફરતા ફરતા આ ઝીંઝરી ગામે પધાર્યા.

Gujarati

સદગુરુ નૃસિંહાનંદ સ્વામી અને લખું કંદોઈ

માણાવદરથી અઢારેક કીલોમીટર ના અંતરે ઝીંઝરી ગામ આવેલું છે. સદગુરુ નૃસીહાનંદ સત્સંગ વિચરણ મા ફરતા ફરતા આ ઝીંઝરી ગામે પધાર્યા ને ગામના ચોરે ઉતારો કર્યો. શ્રીરામચંન્દ્ર મહાપ્રભુના દર્શન કરી ને પોતે ખૂણામાં એકાંત મા બેસીને શ્રીજીમહારાજનુ ધ્યાન કરતા હતા એ વખતે માણાવદર નો દિવાન ને કામદાર કાંક સરકારી કામે ત્યાં આવ્યા ને એમણે આ યોગીપુરુષ ને ધ્યાન કરતા જોયા. બંને મુમુક્ષુ હતા તે ચોરામાં શ્રીરામચંન્દ્રજી પૃભુ ના દર્શન કરીને સ્વામી પાસે આવીને બેઠા. બેઉ ને પાસે બેહતા જ અંતરમા ટાઢું થયું ને કોઇક અલૌકિક અનૂભુતિ થઇ. થોડીવારે સ્વામી જાગ્યા એટલે રામ રામ કહીને પુછયુ કે મહાત્માજી..! તમે કોણ છો? તમારા ગુરુ કોણ છે? તમે કયા સંપૃદાય ના છો ? ત્યારે સ્વામી પોતાની વૈરાગી છટા મા બોલ્યા કે અમે તો રમતા રામ છઇ, આજ અહી તો કાલ્ય બીજે, ને આ દેહને સૌ કોઇ નૃસિહાનંદ નામે ઓળખે છે. મારા ગુરુ તો પૃગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે ને એમના આદેશ થી અમે સત્સંગ વિચરણ મા ગામડે ફરીએ છીએ.

સ્વામી ના મુખે સ્વામિનારાયણ મહાપૃભુનુ નામ સાંભળતા જ બને ને સમાધી થઇ ગઇ ને અક્ષરધામમા દિવ્ય સુવર્ણ સીહાસન પર શ્રીહરિને બેઠેલા દીઠા, સીહાસન ના ફરતે અક્ષર મુક્તો, મોટા મોટા દેવો, ઇશ્વરો સ્તુતિ કરતા નજરે જોયા. થોડીવાર બને સમાધી માથી જાગ્યા ને સ્વામિનારાયણ મહાપૃભુ નો નિશ્ચય થયો, બંને એ પગે લાગીને સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા ને સત્સંગી થયા.

નૃસીહાનંદ સ્વામી ગઢપુર રહેતા ત્યારે કાયમ લખું કંદોઈને ત્યાથી પાશેર ગાંઠીયા ને પેંડા કાયમ મંગાવ્યા કરતા. કાયમ પોતે શ્રીહરિને જમાડીને એ પૃસાદી કોઇત્યાગી સંત કે હરિભક્ત આવે તો એમને જમાડી દેતા પણ પોતે ક્યારેય જમતા નહી. એકદિવસ એમના શીષ્ય સાધુ નારાયણવલ્લભદાસે એકદિવસ પુછયુ કે ગુરુ તમે આ કાયમ પેંડા ને ગાંઠીયા મંગાવો છો પણ તમે તો જમતા નથી, ને બીજા ને આપી દ્યો છો તે લખું કંદોઇ તો બચારો ગરીબ છે એ કયા સુધી ઝીંક જીલશે..?

ત્યારે સદગુરુ નૃસીંહાનંદ સ્વામી કહે કે નારાયણવલ્લભદાસ, મારે લખું કંદોઇને ગરીબ નથી રેવા દેવો, એના પેંડા ને ગાઠીયા રોજ મંગાવીને મહારાજ ને જમાડીને એનું દારિદ્રય કાઢી નાખવુ છે. એ સારુ હુ નથી જમતો ને એ પૃસાદી ત્યાગી સંતો ભકતો ને જમાડી ને એનું દારિદ્રય કાપું છુ.

થોડે સમયે લખું કંદોઇ આસામી થયા ને પૈસેટકે સુખી થયા. પોતે સારાય સંપૃદાય મા બધાને જાણીતા થયા. હાલ પણ એમના વંશજો મુંબઇ કાંદિવલી એરીયા મા રહે છે અને સહુ સારો સત્સંગ રાખે છે. પરિવાર ના સભ્યો કહે છે કે સદગુરુ નૃસીહાનંદ સ્વામી એ આશીર્વાદે આપી કહ્યું છે કે તમારી સાત પેઢી મા સુખ સાહ્યબી રહેશે, મોટા સંતની રીત ન્યારી છે, પોતે જમે નહી પણ બીજા ને જમાડી ને સુખીયા કરે. નૃસીહાનંદસ્વામી ના આશીર્વાદે અમે સહુ સુખીયા છઇએ.

  • સંત આખ્યાન માંથી…

🙇🏻‍♂️🙏