રાજવી વજેસીંહબાપુ ના આમંત્રણે શ્રીહરિ ભાવનગર પધાર્યા હતા ને શુરવિર ટેકીલા પરમભકત રુપાભાઇ ને ઘરે ઉતારો હતો.

Gujarati

આત્મારામ દરજી અને હેતના ટેભાની ડગલી

રાજવી વજેસીંહબાપુ ના આમંત્રણે શ્રીહરિ ભાવનગર પધાર્યા હતા ને શુરવિર ટેકીલા પરમભકત રુપાભાઇ ને ઘરે ઉતારો હતો. એ સમયે આત્મારામ દરજી શ્રીજીમહારાજના દર્શને આવ્યા એટલે શ્રીજીમહારાજે પુછયુ કે તમે અમે વરતાલ હતા ત્યારે ન આવ્યા ને આહી છેક કેમ આવ્યા ? ત્યારે આત્મારામ દરજી કહે હે મહારાજ ત્યારે હુ એક કામમાં હતો તે આપના દર્શને આવી ન શક્યો. એ કામ પુરુ થયું એટલે સુરત થી વહાણમાં બેસીને આવ્યો. આપની કૃપાથી કામકાજ સારુ છે ને આપની કૃપાએ કાંક શીખ્યો છુ એમાથી આપના સારુ એક ડગલી બનાવી ને લાવ્યો છુ. એમ કહીને પોતાના ખલેચા માથી સંભાળીને રાખેલી પોતાના હાથે બનાવેલી ડગલી ને સાવચેતી થી કાઢી.

આત્મારામ ભક્ત કહે કે હે મહારાજ..! હુ પેલા તમારું પૂજન કંરુ ને પછી તમને આ ડગલી પહેરાવું, એમ કહીને પુજન કર્યું ને મખમલના ભારે કાપડ ઉપર સોનેરી બુટ્ટા ને સુર્ય-ચંન્દ્રના ઝીણા ઝીણા સ્વરુપો એમા જડેલા હતા. સોનેરી તારના ઝીણા ઝીણા બખીયા લીધેલા હતા. આવી ભાવથી બનાવેલી કલાત્મક ડગલીને શ્રીહરિ જોઇ જ રયા. શ્રીહરિ કહે આ ડગલી બનાવતા કેટલો સમય થયો ? એ સમયે તમારા ધંધા નુ શુ ? ત્યારે આત્મારામ દરજી કહે કે મહારાજ..! ડગલી બનાવતા છ મહીના થયા એટલે તો હુ વડતાલ આપના દર્શને આવી શક્યો નહી..! ડગલી બનાવતા બનાવતા આપનો અખંડ જાપ ચાલતો હતો એટલે મારા રોમે રોમે ટાઢક વળતી હતી. બાકી અમારી આજીવિકા તો આપના પૃતાપે ચાલતી જ હતી.

શ્રીહરિએ બધાને ડગલી બતાવી ને કહ્યું કે આ ડગલી મા તો આત્મારામે પોતાનો આત્મા પરોવ્યો ને ટેભે ટેભે અમને સીવી લીધા છે. એમણે હેતના ટેભા લઇને બનાવી છે. આત્મારામ દરજીએ શ્રીહરિને ડગલી પેરાવી તો શ્રીજીમહારાજ ઘણા રાજી થયાને ઉતારીને મયારામ ભટ્ટ ને આપી ને કહ્યું તે કાલે રાજ મા જઇએ ત્યારે અમે આ ડગલી પહેરીશું ને આત્મારામ તુ પણ અમારા સાથે દરબારમા આવજે.

બીજે દિવસે શ્રીજીમહારાજ રાજમા જવા તૈયાર થયા એટલે મયારામ ભટ્ટે એ ડગલી પહેરાવી રુપાભાઇએ બીજા વસ્ત્રો ધરાવ્યા ને ઉપર મોંઘુ એવું અત્તર છાંટ્યું.

શ્રીહરિ રાજદરબાર મા પધાર્યા પણ જે શ્રીહરિની મૂરત ના દર્શન કરે એ મોહિત થઇ જતા હતા, એ આકર્ષક ડગલીને સોનેરી વસ્ત્રો મા શ્રીહરિના દર્શન થતા જ સહુને આંખ્ય ને અંતર મા ટાઢક થતી હતી. શ્રીહરિનુ સ્વાગત કરવા વજેસીંહ દરબાર દરવાજા સુધી આવ્યા, ભાવથી ગાદીએ બેસાડ્યા ને પુજન કર્યું, ઘણી ઘણી વાતો થઇ પણ દરબાર વજેસીંહ ના ચિત્તમાં શ્રીહરિએ ધારણ કરેલી એ ડગલી ચોંટી ગઇ. શ્રીહરિ પોતાના ઉતારે પાછા પધાર્યા એટલે વજેસીંહબાપુએ પોતાના માણસ પાહેથી આ ડગલી બનાવનાર ની માહિતી મેળવી ત્યારે રવજી ખવાસ કહે કે બાપુ એ આત્મારામ દરજી સુરત ના છે એમણે બનાવી ને અર્પણ કરેલી છે. વજેસીંહ બાપુ એ તુરંત જ આત્મારામ દરજીને બોલાવી ને કહ્યું કે મારે ૧૮૦૦ ગામનું રાજ છે ને મારા પાસે આવી ડગલી નથી, તુ મારા માટે આવી ડગલી ન બનાવે? ત્યારે આત્મારામ દરજી મૌન રહ્યા એટલે રવજી ખવાસ કહે કે તુ માંગીશ એટલા પૈસા મળશે. ત્યારે આત્મારામ દરજી કહે કે બાપુ..! હુ ગમે એમ કંરુ તો પણ સ્વામિનારાયણ મહાપૃભુ જેવી ડગલી મારાથી હવે ન બને..! તેમાં મે તો હેતના ટેભા લીધા છે એવું હેત તો તમારા વીશે ક્યાંથી આવે..? એ તો મારા મોક્ષના કરતલ છે એનાથી વિશેષ તમે મને શુ દેશો..! એમ કહીને આત્મારામ ક્ષમા માંગીને રજા લઇને નીકળી ગયા.

વજેસીંહ દરબાર ને આત્મારામ દરજી ના આ શબ્દો તલવાર ના ઘા કરતા પણ વધારે અસહ્ય લાગ્યા ને બોલ્યા કે આ સ્વામિનારાયણે એમને બધાને શુ કર્યું છે એજ સમજાતુ નથી.

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી.. 🙇🏻‍♂️🙏