શ્રીહરિ વિચરણ કરીને ગઢપુર પધાર્યા ને વસંતપંચમી નો ઉત્સવ ધામધૂમ થી કરાવવા સારુ દરબારગઢમાં તૈયારીઓ કરાવતા હતા.

Gujarati

બાળક દાદાખાચરનો નિશ્ચય અને શ્રીજી મહારાજનો રાજીપો

શ્રીહરિ વિચરણ કરીને ગઢપુર પધાર્યા ને વસંતપંચમી નો ઉત્સવ ધામધૂમ થી કરાવવા સારુ દરબારગઢમાં તૈયારીઓ કરાવતા હતા. એભલબાપુ ને દાદાખાચર બેઉ શ્રીહરિ પાસે અક્ષરઓરડી એ આવ્યા. શ્રીજીમહારાજે નાના એવા દાદા ખાચર ને પાહે બેસારયા. દરબાર એભલબાપુ હાથ જોડીને બોલ્યા કે હે મહારાજ..! દાદો રોજ પુછે કે મહારાજ ક્યારે આવશે ? રોજ બપોરે એના માં પાસે ને ફોઇ પાસે રોજ સારી સારી રસોઇ કરાવે ને ડેલીએ તમારી વાટ જોઇને બેહે..! વાટ જોતા જોતા રોજ બપોરે એકવાગે એટલે સાધુના ઉતારે જઇને રસોઇ આપી આવે. એના માં ને ફોઇ દાદા ને કેય ‘તુ જમી લે’ તો કેય કે એ રસોઇ તો મહારાજ ને સાધુ સારુ જ..! હુ તો શ્રીજીમહારાજ જયા સુધી ગઢડે પાછા નહી આવશે ને દર્શન નય આપે ત્યાં લગણ રોટલો ને અડદ ની દાળ જ જમીશ, એમ કહીને મોડો મોડો અડદ ની દાળ ને રોટલો જ જમે..!

એભલબાપુ ની વાત સાંભળતા જ શ્રીજી મહારાજની આંખ્ય મા આંસુ આવી ગયા ને દાદાખાચર ને તેડી લીધા.

શ્રીજીમહારાજ કહે કે એભલબાપુ..! આ દાદો તમારું નામ ઉજાળશે, દેશ-પરદેશ માં એનું નામ ગવાશે..! તમારું આંખુય કુટુંબ ખરેખર ખુબ પવિત્ર છે.

મહારાજે દાદાખાચર ને ખોળા મા બેસાડ્યા એ જોઇને એભલબાપુ એમને મહારાજના ખોળામાંથી તેડવા ઉઠાવવા લાગ્યા ત્યારે મહારાજ કહે એ ભલે ખોળામાં બેઠો, તમારા દીકરા-દીકરીયુ અમારા છે એવું અમને તમને નોતુ કહ્યું? આ દાદાખાચર સારુ જ અમે ભારતવર્ષ ફરતા ફરતા આયા આવી ને કાયમી નિવાસ કરી ને રહ્યા છઈએ.

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી… 🙇🏻‍♂️🙏