ગઢપુર ના કોળી વિધવા લાડુમાં ના વિણેલા કંટોલા શ્રીહરિએ સામેથી માંગયા ને જીવુબા પાસેથી થાળ કરાવીને જમ્યા.

Gujarati

અજુભાઇ અને ૧૬ ગાંસડી કંટોલાનું શાક

ગઢપુર ના કોળી વિધવા લાડુમાં ના વિણેલા કંટોલા શ્રીહરિએ સામેથી માંગયા ને જીવુબા પાસેથી થાળ કરાવીને જમ્યા એ જોઇને હરિભક્ત અજુભાઇ મનમા શુભ સંકલ્પ થયો કે મહારાજ ને સંતો મારા વીણેલા કંટોલા આમ જમે તો કેવું સારુ ! એમ વિચારી પોતે ભગવાનદાસ (જે પછી સાધુ થયા ભગવાનદાસ સ્વામી થયા ને માળીયા હાટીના વાડીએ રેતા) એને સાથે લઇ ને ત્યાં સાબરમતિ ના આરા મા ગયા ત્યાં ચૌદ જેટલા એકડમલ સાધુઓ નિર્મળ જળ મા પાટૂડી દાવ રમતા જોયા, એટલે એકબીજા એ જય નારાયણ કર્યા ને વાતચીત મા પોતાના મનનો સંકલ્પ એકડમલ સંતો ને કીધો. એકડમલ બોલ્યા કે અમે તમારો સંકલ્પ પુરો કરાવીએ પણ મહારાજ એ અંગીકાર કરશે કે કેમ ? ત્યારે અજુભાઇ તો ઘણા રાજી થયા ને બોલ્યા તે સંતો…! મહારાજ તો અધમઓધારણ છે. ગરીબ ભીલડીના એંઠા બોર ખાધા, વિધવા લાડુ ડોશીના કંટોલા ખાધા એમ આપણો સંકલ્પ પણ પુરો કરશે. આમ વાત સાંભળતા જ એકડમલ સંતો તો ઘણા રાજી થયા ને પોતાની ભગવી કફનીઓ ધોઇને ભગવાનદાસ ને સાથે લઇને સોળ જણાએ કંટોલા વીણ્યા ને સોળ ગાંસડી કંટોલા લઇને ગઢપુર આવ્યા. શ્રીજીમહારાજ એ વખતે ઘેલા ધાધલ ના ઘરે આથમણા બારના ઓરડે કથા વંચાવતા હતા. સોળેય જણા એ ત્યાં આવીને થોડેક આઘેરાક કંટોલાની ગાંસડીઓ ઉતારીને આઘેથી જ ઉભા ઉભા સહુએ દર્શન કર્યા. અજુભાઇ મહારાજ પાસે આવ્યા ને હાથ જોડીને કંટોલાની ગાંસડીઓ અર્પણ કરી. મહારાજ રાજી થયા ને બોલ્યા કે આ ભગવી ગાંસડીઓ ક્યાંથી આવી? ત્યારે અજુભાઇ ને ભગવાનદાસે બધીય વાત કહી સંભળાવી, એટલે મહારાજે કહ્યું કે મહેનત કરવા વાળા તો આ બાપડાવ એકડમલો છે, એમને બોલાવો અમે મળીએ ને..! બધાયે ચૌદ એકલમલ સંતો શ્રીજીમહારાજને વારાફરતી પગે લાગ્યા એટલે માથે મુક્યા ને ભેટ્યા ને સભા પૃતયે બોલ્યા કે જુઓ..! આપડે સહુ આ એકડમલ સંતો નો તિરસ્કાર કરીએ છીએ પણ તેઓ સત્સંગ છોડતા નથી ને ઘણા દુખ સહન કરીને પણ અમારુ ભજન કરે છે માટે એમને ધન્ય છે. શ્રીહરિ સર્વે સંતોને બોલ્યા કે હવે તમે સાધુઓ ના ચોકે જમજો ને આહી જ રહેજો. હરિભક્ત અજુભાઇ બોલ્યા કે હે મહારાજ..! મારે એકડમલ સાધુઓએ કૂવો ગાળ્યો એનું ભર્યું કરવું છે એટલે કંટોલા નુ શાક કરો ને તમે ને સહુ જમો..! ત્યારે શ્રીહરિ કહે આ સોળ ગાંહડી કંટોલા નુ શાક કરવા સારુ તો વીશ મણ ઘી જોઇશે..! ત્યારે અજુભાઇ કહે કે હે મહારાજ મારા પાસે એકસો સત્તર રુપીયાની મૂડી છે એનું તમને જેમ યોગ્ય લાગે એમ કરો..! પછે શ્રીજીમહારાજે પંડે વીસ મણ મા ઘી મા બધાયે કંટોલા નુ શાક કર્યું ને બાજરી ના રોટલા કરાવ્યા. થાળ જમવા ટાણે અજુભાઇએ શ્રીહરિને કુવાના થાળા મા બેસારીને પોતે જ પાણી સીંચીને અંગ ચોળીને પૃેમથી નવરાવ્યા ને જીણો ખેસ પહેરાવ્યો, ઝીણું અંગરખું પેરાવયા ને માથે જીણી પાઘ બંધાવી ને કાળા છેડા ની ધોતલી કેડે બંધાવી ને કપાળ મા ચંદનની અર્ચા કરી, કુવાના કાઠે લીંબડાના છાંયે ઓટા ઉપર ધાબળી પાથરીને શ્રીહરિને જમવા બેસાર્યા. આ સમયે અજુભાઇને સમાધી થઇ ને વરુણ દેવે દર્શન દીધા ને શ્રીહરિની પુજા કરીને ચરણારવિંદ મા લીન થતા દેખ્યા. શ્રીજીમહારાજ કંટોલા નુ શાક ને બાજરીનો રોટલો જમ્યા ને રાજી થયા. અજુભાઇ ને ભગવાનદાસ ને એમના ભાણેજ મનોરદાસ (જે પાછળથી સાધુ થયા ને હરિકૃષ્ણદાસ નામે હતા) ત્રણેય ને થાળની પૃસાદી દીધી ને છાતી મા ચરણારવિંદ દીધા. શ્રીજીમહારાજે બધાય એકડમલ સંતોને સંતોની પંગતે હારે બેહારી પીરસી પૃેમે જમાડ્યા. આ પૃેમીભકત અજુભાઇ સમય જતા સંસાર તજી ને સાધુ થયાને શ્રીહરિએ દિક્ષા આપીને પૃભુચરણદાસ સ્વામી એવું નામ રાખેલું.

  • શ્રીજીમહારાજના ચરિત્રો માંથી..

🙇🏻‍♂️🙏