એકવખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી સતસંગ વિચરણ કરતા કરતા ગોંડલ મંદિરે પધાર્યા.

Gujarati

જેઠામહારાજ અને ગોંડલના ભાણાભાઇ દરબાર

એકવખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી સતસંગ વિચરણ કરતા કરતા ગોંડલ મંદિરે પધાર્યા. સંતો પધારતા જેઠામહારાજ ને થયું કે આવડા મોટા સદગુરુ પધાર્યા તે દરબાર ભાણાભાઇને સ્વામી ના દર્શન કરાવુ. એ આગૃહે પોતે જઇને દરબારને કહ્યું તો દરબારે હા આવીશ એમ કહી સંમતિ આપી. દરબારના દ્વેષી કારભારીઓને આ ગમ્યું નહી.

બીજે દિવસે દરબાર મંદિરે દર્શને જવા તૈયાર જાવા થયા ત્યાં એમને છીંક આવી એટલે કારભારીએ કહ્યું કે અપશુકન થયા હવે ન જવાય, ફરીને વળતે દિવસે દરબાર જાવા તૈયાર થયા ને નીકળ્યા ત્યાં બીલાડી રસ્તે આડી ઉતરી એટલે તુરંત કારભારી એ રોક્યા ને બોલ્યા કે દરબાર..! આજેય તમને અપશુકન થયા એટલે ન જવાય. દરબાર પાછા ફરી ગયા ને દર્શને ન ગયા ને મહેલે પાછા ફર્યા.

હરિભક્ત જેઠામહારાજ ને થયું કે દરબાર ભાણાભાઇ કેમ સ્વામીના દર્શને હજુ આવ્યા નહી એમ જાણી ને પોતે તુરંત દરબાર ના રાજમહેલે ગયા ને દરબાર ને વાત પુછી એટલે ભાણાભાઇ દરબારે બે વખત અપશુકન થયા ની વાત કહી.

જેઠામહારાજ બોલ્યા કે દરબાર તમે સત્ય વચન કહુ તો તમે સાવ વેવલા ને વહેમી છોવ, તમારે કાય છોકરાની જાન જોડવી છે કે ધિંગાણે લડવા જાવુ છ તે શુકન હોય તોજ જવાય? ભગવાન કે ભગવાન ના આવા પવિત્ર સંતના દર્શને જાઇએ ને એ સમે આપડા ભાગ્યમાં હજારો અપશુકન કે વિઘ્ન હોય તોય એમના દર્શનના સંકલ્પે જ નાશ પામે..! માટે આવી આતમ કલ્યાણ ની વાત્ય મા બહુ કારભારીઓનું માનવું નહી. મોક્ષમાર્ગની વાત્ય મા તો મહાપુરુષોની આજ્ઞા પ્રમાણે વર્તવાનુ હોય. બીજુ કે તમે તો રાજા છો, તમારે બધાને આજ્ઞામાં વર્તાવવાનુ હોય.. ! તમારે બીજાની આજ્ઞા માનવાની ન હોય. તમે જ જો કાયર થશો તો રાજમા કોઇ તમારું માનશે નહી, માટે સાચા રાજા બનો.

જેઠામહારાજની વાત સાંભળીને દરબાર ભાણાભાઇ ને પોતાની ભૂલ્ય સમજાણી, પોતાને સાચી વાત નિડરપણે મુખ પર કહેવા બદલ જેઠામહારાજ ઉપર રાજી થયા ને એમને રાજના ખજાનચી પાહે રોકડા રુપીયા અપાવી રાજી કર્યા.

પોતે તુરંત જ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ના દર્શને આવ્યા ને સ્વામી પાસે વર્તમાન ધરાવી ને સત્સંગી થયા ને સમાગમ કરી રાજી કર્યા.

  • આદર્શ ભકતગાથા માંથી….

🙇🏻‍♂️🙏